________________
અધ્યાય-૫ સૂત્ર-૨
૨૭ અભિન્ન નથી કિંતુ કથંચિત ભિન્નભિન્ન છે. આ રીતે આગળ ત્રણ સૂત્રોમાં કહેવાશે.
આથી આ ધર્માદિ દ્રવ્યો મોરના ઈંડાના રસમાં જેમ ગ્રીવા, શિર, ચંચુ, નેત્ર. પીંછાં, પગ, પેટ આદિ અનેક અવયવો અને તેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ રહેલાં છે તેમ જેની અંદરમાં સર્વ ભેદ અને પ્રભેદનાં બીજો રહેલાં છે કે જે દેશ અને કાળના ક્રમથી પ્રગટ થવા યોગ્ય જે ભેદ છે તેની સાથે સમરસ અવસ્થામાં એકરૂપ છે.
મતલબ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી દ્રવ્ય સિવાય બીજો કોઈ પદાર્થ નથી. જે બીજા. ગુણ કે પર્યાયો દેખાય છે તે દ્રવ્યની સાથે એકરસ એટલે અભિન્નરૂપે રહેલી દ્રવ્યની જ અવસ્થાઓ છે. આ અવસ્થાઓ દેશ અને કાળના ક્રમથી વ્યક્ત થાય છે. જેમ મોરના ઈંડાના રસમાં એકરસ-એકમેક થઈને રહેલા ગ્રીવાદિ અવયવો દેશ-કાળને પામીને વ્યક્ત થાય છે.
આમ આ દ્રવ્યો ગુણ અને પર્યાયના સમુદાયરૂપ પરિણામનું કારણ છે. આથી ગુણ અને પર્યાયથી દ્રવ્ય પદાર્થ જુદો નહિ હોવા છતાં ભેદના વિચારથી આ બધાં દ્રવ્યો ગુણ અને પર્યાયથી ભિન્ન છે આવો ભાસ થાય છે.
| વ્યં મધ્યે(પા. અ. ૫. ૩ સૂ. ૧૦૪)થી ‘દ્રવ્ય' શબ્દ ભાવ અને કર્તામાં નિપાતથી સિદ્ધ થાય છે, પણ અહીં તો ભાવમાં નિપાતથી બન્યો છે. એટલે દ્રવ્ય કહો, ભવ્ય કહો કે ભવન કહો એક જ છે. દ્રવ્ય જે જુદાં જુદાં પરિણામોને પ્રાપ્ત કરે તે જ ભવન છે. ગુણ અને પર્યાયો ભવનની સમવસ્થારૂપ જ છે. જેમ એક પુરુષ ઊભો હોય કે બેઠો હોય. ઉત્કટુક આસને અર્થાત ઉભડક પગે બેઠો હોય કે સૂતેલો હોય પણ આ બધી-ઊઠવું, બેસવું, સૂવું આદિઅવસ્થાઓથી પુરુષ જુદો નથી.એટલે કે પુરુષ જુદો અને આ બધી અવસ્થાઓ જુદી એવું નથી. કિંતુ આ અવસ્થાઓ પુરુષથી અભિન્ન છે. એટલે પુરુષ જ બેઠો છે, પુરુષ જ સૂતો છે. તેમ દ્રવ્યની ગુણ પર્યાયરૂપ અવસ્થાઓ ભવનની સમાન અવસ્થાઓ જ છે, દ્રવ્યથી જુદી નથી. એટલે દ્રવ્ય જ ગુણ-પર્યાયરૂપે પરિણમે છે પણ તે ગુણ-પર્યાયો દ્રવ્યથી જુદા નથી.
આમ સૂવા-બેસવારૂપ અવસ્થાથી પુરુષ જ કહેવાય છે તેવી રીતે બીજી બીજી ગુણપર્યાયરૂપ જે અવસ્થા પ્રગટ થાય છે તેનાથી દ્રવ્ય જ વ્યક્ત થાય છે. દ્રવ્ય તે તે રૂપે થાય છે. માટે દ્રવ્ય એ જ ભવન છે.
કહેવાનો આશય એ છે કે અહીં “ભવન’ શબ્દ ભાવ-પ્રત્યયથી લેવાનો છે તેથી જ નૃત્યન્તર વ્યક્તિરૂપે અર્થાત બીજી અવસ્થાઓ વડે વ્યવહાર પામે છે. અર્થાત્ બીજી બીજી અવસ્થાઓરૂપે આવિર્ભત થાય છે. પણ દ્રવ્યથી ભિન્ન ગુણ-પર્યાય નથી. ઉપલબ્ધ થતા રૂપ, १. नयचके पृ० ५.२ प्रभेदनिर्भेदं अस्ति-तत्र च निर्भेदश्च शने तथागृहीततरंगादिप्रभेदसर: सलिलवत् दृष्टांत આપ્યું છે. તેથી અહીં પાઠફરક હોવો જોઈએ. કેમ કે ટીકા. આગળ પૃ. ૩૭૫માં ખેવીનું અને નિર્દેટું
કરીને નિર્ભેદને ગ્રહણ કર્યો છે. 2 ધાતુથી ભવ્ય અર્થમાં ૧ પ્રત્યય લગાડીને દ્રવ્યશબ્દ બનાવ્યો છે. તેથી દ્રવ્ય શબ્દનો અર્થ અહીં બનતીતિ પાવ: “જે થાય તે ભાવ છે આવો કરવો. અર્થાત જે જે જુદાં જુદાં પરિણામોને પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે.
agો જેવાં પરિણામોને પ્રાપ્ત કરે