________________
તત્ત્વાર્થ સૂત્ર (૩) ધર્મ જેમ એક દ્રવ્ય છે તેમ અધર્મ પણ એક દ્રવ્ય છે. આ ત્રણ હેતુથી ધર્મ પછી બીજા નંબરે અધર્મ શબ્દ મૂક્યો છે.
(૩) (૧) ધર્મ અને અધર્મ આ બંનેથી યુક્ત આકાશ લોક હોવાથી અને
(૨) ધર્મ અને અધર્મની જેમ આકાશ પણ અમૂર્ત છે. આમ ધર્મ અને અધર્મની સાથે તેનું સાધર્મે છે માટે ધર્મ-અધર્મ પછી ત્રીજા નંબરે આકાશ શબ્દ મૂક્યો છે.
. (૪) આકાશમાં અવગાહ કરનારા પુલો છે માટે આકાશ પછી ચોથા નંબરે છેલ્લે પુદ્ગલ શબ્દ મૂક્યો છે.
આ રીતે સૂત્રમાં બતાવેલ અજીવકાયના ક્રમના હેતુની વિચારણાઓ સાથે આ પ્રથમ સૂત્ર પૂર્ણ થાય છે.
ધર્માદિના, ગુણ અને પર્યાય બતાવ્યા સિવાય આ ધર્માદિ અજીવકાય કહ્યા એ દ્રવ્ય છે ? ગુણ છે કે પર્યાય છે? આવો સંદેહ થાય તેથી એ સંદેહને દૂર કરવા માટે આ નવા સૂત્રનો આરંભ કરાય છે.
દ્રવ્યાળિ નીવાશ -૨
સૂત્રાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્ય છે.
ટીકાઃ “ગુણવત્ દ્રવ્યમ્ (અધ્યાય ૫, સૂ. ૩૭) ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે'. આવું દ્રવ્યનું લક્ષણ આગળ કહેવાશે. ધર્માદિની દ્રવ્ય સંજ્ઞા
તેમાં “દ્રવ્ય' એ સામાન્ય નામ છે અને ધર્માદિ એ વિશેષ નામ છે. આથી ધર્માદિ સામાન્ય સંજ્ઞાવાળા પણ છે અને વિશેષ સંજ્ઞાવાળા પણ છે, અને આ ધર્માદિની જે દ્રવ્યસંજ્ઞા છે તે દ્રવ્યત્વના નિમિત્તે છે. આ વાત દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી છે. આ દ્રવ્ય શબ્દનો અર્થ “જાતિ' થાય છે.
વાસ્તવિક વિચાર કરીએ ત્યારે તે દ્રવ્યત્વ વ્યતિરિકતા વ્યતિરિક્ત–ભિન્નભિન્ન એવા પક્ષનું અવલંબન કરનાર છે. આ દ્રવ્યત્વ ધર્માદિ દ્રવ્યોથી એકાંતથી ભિન્ન નથી, એકાંતથી
T
१. बाह्याभ्यन्तर निमित्तकोत्पादविगमैः स्वपर्यायै यन्ते गम्यन्ते तांस्तान् पर्यायान् वा द्रवन्ति गच्छन्तीति द्रव्याणि
बाह्यं निमित्तं द्रव्यक्षेत्रकालभावलक्षणं, आभ्यन्तरञ्च स्वपरिणामविशेषः, तावेतौ मिलित्वोत्पादविगमयोर्हेतू भवतः नत्वन्यतरापाये, तथा चैतानि पर्यायद्रवणाद् द्रव्याणि न तु द्रव्यत्वसम्बन्धात्, द्रव्यत्वसम्बन्धात् पूर्वमेषामद्रव्यत्वापत्तेः न हि दण्डसम्बन्धात् प्राग् देवदत्तो दण्डयासीत् । किन्तु यदा दण्डसम्बन्धस्तदैव । न च तथा प्रकृते द्रव्यताऽभिमता प्राग्द्रव्यत्वसम्बन्धात्, अभिमतत्वे वा तत्सम्बन्धाऽऽनर्थक्यमेव । यद् वा जातिः शब्दार्थ इत्यभ्युपगन्तद्रव्यास्तिकनयाभिप्रायेण द्रव्यत्वनिमित्ता द्रव्यसंज्ञैतेषां भवतु, तच्च द्रव्यत्वं वस्तुतः कथञ्चिद्भिन्नाभिन्नमिति न कोऽपि दोषः ॥ इति तत्त्वन्यायविभाकरटीकायाम् पृ० १३ ॥