________________
તત્ત્વાર્થ સૂત્ર
આ રીતે પરમાણુ સાવયવ પણ છે અને નિરવયવ પણ છે. પરમાણુ સાવયવ નથી એ દ્રવ્યરૂપ અવયવની અપેક્ષાએ છે. અને અવયવ છે તે વર્ણાદિ ભાવોની અપેક્ષાએ છે. પરમાણુ દ્રવ્યનો પરિચય
૨૪
જો તે તે રીતે પ્રયતતે સંયુખ્યતે, વિદ્યુતે, શ્વેત(તે) અર્થાત્ તેવી રીતે-જે પ્રવૃત્તિ કરાવે છે, જોડાય છે, છૂટા પડાય છે અને વર્ણ થાય છે. આ બધામાં કારણ જે દ્રવ્ય છે તે પરમાણુ દ્રવ્ય' છે...
આ રીતે પરમાણુ દ્રવ્યમાં જોડાવારૂપ ઉત્પાદ અને છૂટા પડવારૂપ વિનાશ સ્પષ્ટ છે.
આ રીતે ઘણા અવયવવાળા પરમાણુ પુદ્ગલ દ્રવ્યમાં પણ ‘આપત્તિ' અર્થ સ્પષ્ટ સમજાય છે. આથી ‘અવયવ ઘણા છે’. આ બતાવવા માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે આ ભાષ્યના અક્ષરોથી ‘આપત્તિ’ અર્થ સ્પષ્ટ થાય છે માટે અમારો અર્થ ભાષ્યને અનુસરીને જ છે.
આમ ભાષ્યકાર મ. સૂત્રમાં ‘કાય' શબ્દના ગ્રહણમાં બે પ્રયોજન બતાવ્યાં. તેમાં પ્રયોજન (૧) પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે. તેનો વિચાર પૂર્ણ થયો. ભાષ્યકારે બતાવેલ ‘કાય' શબ્દના ગ્રહણમાં બીજું પ્રયોજન
અધ્ધા સમય એ કાયર નથી. અર્થાત્ સમયરૂપ કાળના પ્રદેશો નથી. આમ અધ્ધા સમયના નિષેધ માટે ‘કાય’ શબ્દનું ગ્રહણ છે.
અા સમય એટલે કાળરૂપ સમય. આ અધ્યા સમય અઢી દ્વીપમાં છે. તે એક પરમ સૂક્ષ્મ, જેનો વિભાગ ન થઈ શકે તેવો છે. એટલે તેના પ્રદેશો નથી. પ્રદેશો નથી એટલે સમુદાયરૂપ નથી. સમુદાયરૂપ નહિ હોવાથી તેમાં કાયતા નથી. કેમ કે કાય શબ્દનો અર્થ સમુદાય થાય છે.
આ અધ્યા સમય કોઈના મતે દ્રવ્ય છે એ પ્રમાણે દ્રવ્ય પ્રકરણમાં ગ્રંથકાર કહેશે, અને દ્રવ્ય તો ક્યાં તો પ્રદેશોનો સમુદાય હોય છે. ક્યાં તો અવયવોનો સમુદાય હોય છે. જ્યારે સમયમાં તો પ્રદેશો નથી. આથી આ અપેક્ષાએ સૂત્રકારે અધ્ધા સમય એ દ્રવ્ય નથી તે જણાવવા માટે ‘કાય' શબ્દનું ગ્રહણ કરીને અસ્તિકાય તરીકે કાળનો નિષેધ કર્યો છે. સમયનું નિરૂપણ નિરાધાર થશે !
જો આ રીતે અધ્ધા સમયને ‘કાય' ન કહેવાય, તેમાં ‘કાય'નો નિષેધ કર્યો એટલે ‘કાય’ શબ્દનો અર્થ જે ઉત્પાદ અને વિનાશ તેનો પણ નિષેધ થઈ જાય છે, અને જ્યારે ઉત્પાદવિનાશનો નિષેધ કર્યો એટલે સમય ઉત્પાદ-વિનાશ વગરનો થયો અને ઉત્પાદ-વિનાશનો નિષેધ કર્યો એટલે તેની સાથે રહેનાર ધ્રૌવ્યનો પણ નિષેધ થાય. આમ સમય ઉત્પાદ-વિનાશ અને ધ્રૌવ્ય
૧. જુઓ નયચક્ર પૃ ૧૦૩
૨.
सहि समय एव न काय इत्यर्थः, कायत्वे तु तत्प्रदेशावयवानां सदैव भावात् सदा तत् साचिव्यजधर्म्मभेदभाव इति भावनीयम् हारि० टी० पृ० २१२.