________________
અધ્યાય-૫: સૂત્ર-૧
આકાશ સહાયક બને છે અને ઉત્તરક્ષણમાં મૈત્રાદિ ગતિ, સ્થિતિ, અવગાહ પરિણામથી અટકી જાય છે ત્યારે તે સમયમાં તે ધર્માદિ દ્રવ્યોનું મૈત્રાદિને સહાયકપણું નથી રહેતું. આ રીતે ધર્મ, અધર્મ અને આકાશમાં આપત્તિ સ્પષ્ટ રીતે સમજાય છે.
આ રીતે ભાષ્યકારે “કાય’ શબ્દના ગ્રહણમાં બતાવેલ પ્રયોજનમાં (૧) “પ્રદેશો ઘણા છે તે બતાવવા માટે તેમાં અમારો બતાવેલ આપત્તિ અર્થ સ્પષ્ટ સમજાય છે. કેમ કે પ્રદેશોના સમુદાયરૂપ આ દ્રવ્યો છે અને તેમાં તો “આપત્તિ અર્થ આપણે બરાબર ઘટાવી ગયા. એટલે આ અર્થ ભાષ્યના અક્ષરોને અનુસરીને જ છે.
હવે જે પ્રયોજન(૧)માં બતાવ્યું કે “પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે કાય શબ્દનું ગ્રહણ છે તો તેમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પ્રદેશબહુત્વ છે પણ અવયવબહુત્વ નથી. અવયવબહુત પુદ્ગલ દ્રવ્યમાં કહેવાય પણ ધર્માધર્માકાશમાં' ન કહેવાય. કેમ કે “નવય્યને તિ અવયવી: “જે જુદા કરાય તે અવયવો”. આ વ્યુત્પત્યર્થથી પરમાણુ, ચણક આદિ અવયવ કહેવાય છે. કારણ કે પરમાણુઓ સમુદાયરૂપ પરિણામનો અનુભવ કરીને ભેદને પણ પ્રાપ્ત કરે છે. એટલે કે સ્કંધ બનીને પણ પાછા પરમાણુરૂપે થાય છે. તેથી તે પરમાણુઓ ક્ય છૂટા પણ હોય છે. આથી તે અવયવો કહેવાય છે. જયારે ધર્માસ્તિકાય આદિના પ્રદેશો તેવા નથી. આથી જ તે અવયવો નથી કહેવાતા.
માટે જ ભાષ્યકારે પ્રદેશ અને અવયવોનું જુદું ગ્રહણ કરીને કહ્યું કે (૧) પ્રદેશ અને અવયવો ઘણા છે તે બતાવવા માટે કાય' શબ્દ ગ્રહણ કર્યો છે.
પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવોવાળું હોય છે. સંખ્યાત પ્રદેશવાળો પણ પુદ્ગલ સ્કંધ હોય છે. અસંખ્યાત પ્રદેશવાળો, અનંત પ્રદેશવાળો અને અનંતાનંત પ્રદેશવાળો પણ પુદ્ગલ સ્કંધ હેય છે.
શંકા :- પુદ્ગલ દ્રવ્ય ઘણા અવયવોવાળું હોય છે એમ તમે કહ્યું તો એક પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે તો તે એક પરમાણુ બહુ અવયવવાળો કેવી રીતે બને ? પરમાણુ તો નિરવયવ છે એમાં ઘણા અવયવો કેવી રીતે સમજાય ?
સમાધાન :- આ પ્રસિદ્ધિ જ છે કે પરમાણુ એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શવાળો હોય છે. આ બધા ભાવ અવયવો છે. એટલે પરમાણુ ભાવ અવયવવાળો છે અને દ્રવ્ય અવયવ એટલે પોતાના સિવાયના બીજા કોઈ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યથી સંયુક્ત ન હોવાથી દ્રવ્ય અવયવની અપેક્ષાએ પરમાણુ નિરવયવ છે.
આગમમાં પણ કહ્યું છે કે વિદે જં તે આવપરાપૂ પુણત્તે ? જોયHI ! વધ્યદે भावपरमाणू पण्णत्ते, तं जहा-वण्णमंते रसमंते गंधमन्ते फासमन्ते इति ॥ भगवतीजी सूत्र ६७०
આ સૂત્રમાં માર્યું પ્રત્યય લગાવ્યો છે તેનો અર્થ સંસર્ગ-સંબંધ છે. અથવા દ્રવ્ય પરમાણુની અપેક્ષા રાખનારો છે. તેથી વર્ણ, રસ, ગંધ અને સ્પર્શના સંબંધથી દ્રવ્ય પરમાણુમાં અવયવ બહુવ છે.