________________
અધ્યાય-૫ : સૂત્ર-૧
જ રહી કે જેનાથી આ આકારે ધર્માસ્તિકાયનો ઉત્પાદ થયો, અને જ્યારે ચૈત્રનો ગતિ વ્યાપાર બંધ થયો ત્યારે ધર્માસ્તિકાયની ગતિમાં સહાયરૂપ જે અવસ્થા હતી તે દૂર થઈ એટલે વિનાશ થયો.
આ રીતે પણ ધર્માસ્તિકાય ઉત્પાદ અને વિનાશ સિદ્ધ છે. તેથી “કાય' શબ્દનો આપત્તિ અર્થ ઘટી જાય છે.
આ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ સમજી લેવું. ફરક માત્ર આટલો જ કરવાનો કે ધર્માસ્તિકાયમ ગતિને લઈને વિચાર કર્યો તો અધર્માસ્તિકાયમ ગતિને બદલે સ્થિતિને લઈને અને આકાશાસ્તિકાયમાં ગતિને બદલે અવગાહનાને લઈને વિચાર કરવો. આમ તેમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટાવી લેવા.
આથી કાય શબ્દના ગ્રહણથી “આપત્તિ અર્થ સારી રીતે જાણી શકાય છે. માટે તિશાસી યશ “તિક્ષાય:' આવો સમાસ થાય અને તેનો અર્થ ધૃવાસી ડાવિનાશવાન થાય. ધર્મશાની ગતિયશ ‘ધતિwાયઃ' એટલે ધર્મ દ્રવ્ય ધ્રૌવ્ય, ઉત્પાદ અને વિનાશવાળું છે. આ જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ સમજી લેવું.
પુદગલાસ્તિકાયમાં તો ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય પ્રાયઃ સ્પષ્ટ જ છે. આ રીતે સૂત્રમાં ચારે અજીવોની ગણના કરી છે.
હવે “આ ચારેનાં લક્ષણ અમે આગળ કહીશું” આ જે ભાષ્યકારે કહ્યું છે તેને જરા સમજી લઈએ.
આ ધર્માદિ અજીવોને આગળ ઉપર ગતિ, સ્થિતિ અવગાહ અને શરીરાદિમાં ઉપકાર કરવાપણાના લક્ષણથી અમે કહીશું. આ સૂત્રમાં તો માત્ર તેઓનાં નામ જ કહ્યાં છે. તેઓનાં
ચૈત્ર ચાલતો હતો ત્યારે અધર્માસ્તિકાય મદદ કરતો ન હતો, પણ પછી ચૈત્ર ઊભો રહ્યો ત્યારે અધર્માસ્તિકાયે તેના ઉપર ઉપકાર કર્યો. આથી પછીના કાળમાં અધર્માસ્તિકાયમાં કોઈ અતિશય અર્થાત સહાયકતા પેદા થઈ જેણે ચૈત્રને ઊભા રહેવામાં-સ્થિતિમાં મદદ કરી. આ અતિશયરૂપ અવસ્થાવાળો અધર્માસ્તિકાય ઉત્પન્ન થયો, અને જયારે ચૈત્ર ચાલવા લાગ્યો ત્યારે આ અધર્માસ્તિકાય નષ્ટ થયો. આમ અધર્માસ્તિકાયમાં ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જે આકાશપ્રદેશોમાં ઘટ નહોતો ત્યારે તેઓમાં ઘટાવગાહના પરિણામ પેદા થયો નહોતો. જયારે એ આકાશપ્રદેશોમાં ઘટ સ્થાન લીધું ત્યારે તે આકાશપ્રદેશોમાં ઘટને જગા આપવાનો પરિણામ પેદા થયો અને જ્યારે તે પ્રદેશોમાંથી ઘટ લઈ લેવામાં આવે ત્યારે તેમાં ઘટને અવગાહના આપવાનો પરિણામ નાશ પામ્યો. આ રીતે આકાશાસ્તિકાયમાં પણ ઉત્પાદ-વિનાશ ઘટી ગયા. જુઓ સ્યાદ્વાદમંજરી શ્લોક-૫ ની ટીકા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અનાદિ કાળથી છે, અનંતકાળ સુધી રહેશે. તેથી
ધ્રૌવ્યાંશ સહેલાઈથી ઘટે છે. ૨. સોનું એ પુદ્ગલ છે. સોનાની બનેલી વીંટી એ સોનાનો ઉત્પાદ છે, વીંટીનું એરીંગ બનાવવું એ વીંટી
આકારે સોનાનો નાશ થયો. સોનું કાયમનું કાયમ રહ્યું. આમ વીંટીરૂપે નાશ અને એરીંગરૂપે ઉત્પાદ અને સોનારૂપે ધ્રૌવ્ય ત્રણે પુગલમાં સ્પષ્ટ છે.