________________
અધ્યાય-૫: સૂત્ર-૧ ગ્રહણથી તેની સાથે “કાય–ઉત્પાદ-વિનાશનો સંબંધ છે એટલે તેનું જ્ઞાન થઈ જ જશે. અસ્તિના સંબંધ વિના કાયનું નિરાધારપણું
જો પદાર્થ ધ્રૌવ્યરૂપ ન મનાય તો અન્વયિ-દ્રવ્યનો અભાવ થશે, અને દ્રવ્યનો અભાવ થાય તો ઉત્પાદ-વિનાશ સંનિધિ વગરના થશે. એટલે ઉત્પાદ-વિનાશ નિર્ભુજ-નિરાધાર થશે. નિર્બેજ થતા હોવાથી ઉત્પાદ-વિનાશ સિદ્ધ નહીં થાય ! અર્થાત્ ઉત્પાદ-વિનાશ બનશે નહીં, અને જયારે ઉત્પાદ (આવિર્ભાવ) અને વિનાશ (તિરોભાવ) સિદ્ધ નહીં થાય તો ધ્રુવતા પણ સિદ્ધ નહિ થાય કેમ કે ઉત્પાદ અને વિનાશરહિત ધ્રુવતા પણ હોતી નથી.
આથી જિનેન્દ્રના અનુયાયીઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વસ્તુ સ્વીકારે છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ પ્રમાણે જે વિભાગ બતાવાય છે તે નરસિંહની માફક બુદ્ધિથી વ્યવસ્થાપિત વિભાગ છે. વસ્તુ તો ઉત્પાદ-વ્યય ત્યાત્મક જ છે પણ ઉત્પન્નરૂપે, વ્યયરૂપે અને પ્રૌવ્યરૂપે જે વિભિન્ન વિભિન્ન પ્રરૂપાય છે તે બુદ્ધિથી કરેલ વિભાગ છે. જેમ “નરસિંહ" એક અખંડ પદાર્થ છે છતાં નરરૂપે અને સિંહરૂપે તેની ભિન્ન પ્રરૂપણા થાય છે તેવી રીતે અહીં પણ ત્રાત્મક વસ્તુની ઉત્પાદરૂપે, વ્યયરૂપે, પ્રૌવ્યરૂપે, ભિન્ન પ્રરૂપણા થાય છે.
કેમ કે બુદ્ધિથી વ્યવસ્થાપિત પ્રવિભાગ એ પ્રરૂપણાનો ઉપાય છે. અર્થાત્ સામાને બોધ કરાવવા માટેનો ઉપાય બુદ્ધિથી વ્યવસ્થાપિત વિભાગ છે માટે “કાય’ શબ્દથી “આપત્તિ' કહેવાને ઇચ્છતા ભાષ્યકારે “અસ્તિ’ શબ્દથી ધ્રૌવ્ય કહ્યું છે. ધર્માદિમાં “કાય’ શબ્દનો આપત્તિ અર્થ કેવી રીતે ઘટે ?
શંકા : ભાષ્યકાર માને “કાય' શબ્દનો અર્થ આપત્તિ ઇષ્ટ હતો તેથી “અસ્તિ' શબ્દથી ધ્રૌવ્ય કહ્યું પણ “કાય' શબ્દના ગ્રહણથી ઉત્પાદ-વિનાશરૂપ આપત્તિની પ્રતીતિ થાય કેવી રીતે કેમ કે ધર્માસ્તિકાય આદિના પ્રદેશોના સમુદાયનો વિભાગ નથી અને ધર્માસ્તિકાયમાં પણ કાય શબ્દ તો છે જ તો ધર્માદિમાં આ “કાય” શબ્દનો આપત્તિ અર્થ ઘટે કેવી રીતે ? ધર્માદિમાં ઉત્પાદ-વિનાશની સંગતતા.
સમાધાન :- સમુદાયરૂપ જે આકાર છે તે જ કાય છે. કારણ કે કાય એટલે સમુદાય, અને આ સમુદાય વિભાગ હોય તો જ થાય.
મતલબ સમુદાયરૂપ આકારે થવું એ ઉત્પાદ છે. અને ઉત્પાદ થયો તો પૂર્વના આકારનો વિભાગ એટલે કે નાશ થયો. આથી કાય’ શબ્દથી ઉત્પાદ અને વિનાશનો બોધ થાય છે.
ધર્માદિ દ્રવ્યોના પ્રદેશો વિભક્ત એટલે જુદા જુદા છે પણ ભેગા મળેલા નથી. જે
૧. નરસિંહમાં નરનો ભાગ સિંહના ભાગથી જુદો નથી તેમ સિંહનો ભાગ પણ નરના ભાગથી જુદો નથી
પણ અખંડ નરસિંહમાં આ ભાગ નરનો અને આ ભાગ સિંહનો એ વિભાગ બુદ્ધિથી છે. એમ તો પુગલ પરમાણુઓમાં પણ વિભાગ તો છે જ કેમ કે પુગલો પૂરણ-ગલન ધર્મવાળા છે. અહીં જે કહેવાયું કે જે આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ છે તે આકાશમાં બીજો ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી તે વિશિષ્ટ વિભાગ બતાવવા માટે છે. અર્થાતુ ધર્માસ્તિકાયના પ્રદેશોનો વિભાગ એક વિશિષ્ટ વિભાગ છે. આવો વિભાગ પુદ્ગલ દ્રવ્યમાં નથી. મુદ્રિત ટિપ્પણ. પૃ. ૩૧૭