________________
તત્ત્વાર્થ સૂત્ર સૂત્રમાં “અસ્તિ' શબ્દના અગ્રહણમાં દોષાપત્તિ તથા વારણ
જો “અસ્તિ” અને “કાય' બંને શબ્દો ધર્મ, અધર્મ આદિ સાથે જોડવા ઈષ્ટ હતા તો તો કાય’ શબ્દની જેમ સૂત્રમાં જ “અસ્તિ' શબ્દનું ગ્રહણ કરવું ન્યાયયુક્ત હતું. કેમ કે તે પણ ધ્રૌવ્યરૂપ વિશેષ અર્થને બતાવનાર છે. તમારે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વિશિષ્ટ અર્થની પ્રતિપત્તિ કરાવવી છે તો જેમ ઉત્પત્તિ અને વ્યય માટે “કાય’ શબ્દનું ગ્રહણ કર્યું છે તેમ “ધ્રૌવ્ય' અર્થની પ્રાપ્તિ માટે અસ્તિ શબ્દનું ગ્રહણ પણ જરૂરી છે. અથવા તો જેમ “અસ્તિ' શબ્દ સૂત્રમાં ગ્રહણ નથી કર્યો તેમ “કાય' શબ્દ પણ સૂત્રમાં ગ્રહણ ન કરવો જોઈએ.
આ રીતે “અસ્તિ' શબ્દનું સૂત્રમાં ગ્રહણ નથી કર્યું તેમાં કોઈએ દોષની આપત્તિ તો આપી પણ તેનું વારણ કરતાં ટીકાકાર મ. કહે છે કે
સૂત્રકાર મહારાજાનો એ અભિપ્રાય છે કે એકના ગ્રહણમાં બીજાનું જ્ઞાન થઈ જાય છે. કાય' કહેવાથી “અસ્તિ” અથવા “અસ્તિ' કહેવાથી કાયનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે શબ્દના અર્થ કરવામાં સંસર્ગાદિ પણ કારણો છે. અન્ય શબ્દના સંનિધાનમાં અને અર્થના નિશ્ચયમાં સંસર્ગાદિ કારણ બને છે.
भेदपक्षेऽपि सारूप्याद्भिन्नार्थाः प्रतिपत्तृषु । नियता यान्त्यभिव्यक्ति शब्दाः प्रकरणादिभिः ॥३१७॥ नामाख्यातसरूपा ये कार्यान्तरनिबन्धनाः ।
शब्दा वाक्यस्य तेष्वर्थो न रूपादधिगम्यते ॥३१८॥
શ્લોકાર્થ- સંસર્ગાદિ - સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, અર્થ, પ્રકરણ, શબ્દનું લિંગ, અને અન્યની સંનિધિ, સામર્થ્ય, ઔચિતિ, દેશ, કાળ, વ્યક્તિ, સ્વર વગેરે શબ્દના અર્થના નિર્ણયમાં વિશેષ સ્મૃતિના હેતુઓ છે.
આ બધાં કારણોમાંથી અહીં સંસર્ગનું ગ્રહણ કરવું. સંસર્ગનો સ્વીકાર કરીને પ્રૌવ્ય અર્થનો બોધ થાય માટે ભાષ્યમાં “અસ્તિ' શબ્દને ગ્રહણ કરવામાં આવ્યો છે. કારણ કે ઉત્પાદ અને વિનાશ ધ્રૌવ્યની સાથે વ્યાપ્ત છે. અર્થાત્ બ્રૌવ્યની સાથે ઉત્પાદ અને વિનાશનો સંબંધ છે. એટલે કે “અસ્તિ’ શબ્દનો અર્થ ધ્રૌવ્ય છે અને ધ્રૌવ્ય સિવાય ઉત્પાદ-વિનાશ હોઈ શકતા નથી. માટે “અસ્તિ' શબ્દના
જે
૧. આ શ્લોક ૨-૩૧૭-૩૧૮ વાક્યપદીયામાં આવે છે, અને એનો અર્થ પુણ્યરાજે ટીકામાં સમજાવ્યો
છે. તેમાં એક એકનાં ઉદાહરણ આપ્યાં છે. કાય શબ્દનો અર્થ ઉત્પાદ અને વિનાશ છે એટલે “અસ્તિ’ શબ્દના અનેક અર્થ હોવા છતાં અહીં ઉત્પાદ-વિનાશશાળી અર્થવાળા “કાય' શબ્દની સાથે “અસ્તિ' શબ્દ હોવાથી તેનો અર્થ ધ્રૌવ્ય જ થાય. કેમ કે “કાય'નો અર્થ ઉત્પાદ-વિનાશ છે અને ઉત્પાદ-વિનાશનો પ્રૌવ્ય સાથે સંબંધ છે. માટે અહીં અસ્તિ' શબ્દનો અર્થ ધ્રૌવ્ય જ કરાય. દા. ત. “સાંgવો 'નો શંખ અને ચક્રવાળો હરિ છે આવો અર્થ થાય છે. તો શંખ અને ચક્રનો સંબંધ વિષ્ણુ સાથે છે તેથી “હરિ’ શબ્દના ઈન્દ્રઆદિ અનેક અર્થો હોવા છતાં અહીં તે નહીં લેવાય પણ “હરિ' એટલે ‘વિષ્ણુ” આ જ અર્થ થાય. તેમ ઉત્પાદવિનાશની સાથે ધ્રૌવ્યનો સંબંધ છે તેથી “અસ્તિ' શબ્દનો અર્થ અહીં પ્રૌવ્ય જ લેવાય. આ માટે જ પા. નં. ૨૬માં સંસર્ગો, વિપ્રયોગઃ આદિ શ્લોક મૂકવામાં આવ્યો છે.