________________
તત્ત્વાર્થ સૂત્ર
૧૬
જ્યારે ‘કાય' શબ્દના સંસર્ગથી ધ્રૌવ્યનો બોધ કરાવનાર ‘અસ્તિ’ શબ્દ હોવો જોઈએ આવું જ્ઞાન થાય છે. આમ અસ્તિ શબ્દથી જે ધ્રૌવ્યનો બોધ થાય છે. તે જ્ઞાનથી થતો બોધ છે અને ઉત્પાદવ્યયનો બોધ થાય છે તે સાક્ષાત્ ગ્રહણ કરેલ ‘કાય’ શબ્દથી થતો બોધ છે.
આમ કેટલોક બોધ શબ્દથી થાય છે અને કેટલોક સંસર્ગ-આદિથી થાય છે તેથી ભાષ્યકારે ધર્મકાય, અધર્મકાય ઇત્યાદિ ન કહેતાં ‘ધર્માસ્તિકાય’ ‘અધર્માસ્તતિકાય' વગેરેમાં ‘અસ્તિ' શબ્દ મૂકીને વ્યાખ્યા કરી છે.
હવે આપણે જે તર્કના સમાધાનની શરૂઆતમાં વાંચી ગયા કે જ્ઞાન અને શબ્દનો વિષય સ્વભાવરૂપ અને આપત્તિરૂપ છે. એટલે તે શું છે તે સમજી લઈએ.
સ્વભાવ :– કોઈ પણ પ્રકારના વિશેષણથી રહિત હોય અર્થાત્ જેનો કોઈ ભેદ પાડી શકાય નહીં, વળી જે હંમેશા અવિકાર્ય હોય. અર્થાત્ બદલાતો નથી તે સ્વભાવ કહેવાય છે. આ અંશ વડે ધ્રૌવ્ય આવો વ્યવહાર થાય છે.
દા. ત. જેમ આત્માનું ચૈતન્ય અકૃત્રિમ-સ્વાભાવિક છે, પુદ્ગલ દ્રવ્યનું મૂર્તત્વ, ધર્માદિનું અમૂર્તત્વ સકળ લોક વ્યાપીપણું અને ગત્યાદિમાં ઉપગ્રહ આદિ લક્ષણો સ્વભાવરૂપ છે અને આ બધા ધ્રુવ છે.
આપત્તિ :— ‘આપાદનં આપત્તિઃ' આપત્તિ એટલે પ્રાપ્તિ આ તેનો વ્યુત્પત્યર્થ છે. આ પ્રાપ્તિ આવિર્ભાવ અને તિરોભાવરૂપ છે. અર્થાત્ વસ્તુમાં જે ઉત્પાદ થાય છે અને વિનાશ થાય છે તે જ આવિર્ભાવ અને તિરોભાવ છે. એટલે આપત્તિનો અર્થ થાય છે ઉત્પાદ, વિનાશ. આપત્તિ દ્વારા ઉત્પાદ-વિનાશ કહેવાય છે.
આ આપત્તિરૂપ પરિણામમાં માટીરૂપ વસ્તુ મૂર્તિ-આકાર સ્વભાવ અને રૂપાદિ સ્વભાવને છોડ્યા વગર ઘટ, કપાલ, શકલ વગેરે આકારને ધારણ કરતી પેદા થાય છે અર્થાત્ ઉત્પાદયુક્ત થાય છે, મતલબ તે વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે ‘ઉત્પાદ’ આવો વ્યવહાર થાય છે.
જેમ મોટા સરોવરમાં ચંચલ પવનના વેગથી તરંગોની શ્રેણીઓ પ્રગટ થાય છે. તે તરંગો જળદ્રવ્યરૂપ જ છે. અર્થાત્ સરોવરમાં જે પાણી છે તે જ તરંગ બને છે. આમ તરંગરૂપે પાણીનો જ ઉત્પાદ છે તેવી રીતે ઘટાદિ માટી દ્રવ્યરૂપ જ છે. અર્થાત્ ઘટાકારે માટીનો જ ઉત્પાદ છે. આ રીતે વસ્તુ પોતાના મૂર્તિ અને રૂપાદિ સ્વભાવને છોડ્યા વગર જુદા જુદા આકારને ધારણ કરે છે તેને ઉત્પાદ કહેવાય છે.
આ રીતે ઉત્પન્ન થયેલ ઘટાદિ આકાર કોઈ કારણ મળતાં વિનાશ પામે છે અર્થાત્ તે
૧.
ઞપ્તિ શબ્દનું અર્થથી થતું શાન અને કાય શબ્દનું શબ્દથી થતું જ્ઞાન તે બંનેનો વિષય અનુક્રમે સ્વભાવ અને આપત્તિ છે. જેથી સર્વત્ર માટેનો આ નિયમ નથી માત્ર અહીં શું વિવક્ષા કરવી તે જ ખ્યાલ આવે તે માટે છે.