________________
૧૪
તત્ત્વાર્થ સૂત્ર
અથવા
પુરુષ વડે જે ગળાય તે પુદ્ગલ કહેવાય છે.
અહીં પુદ્ગલ ‘શબ્દમાં ‘ગૃ’ ધાતુ સમજવો. એટલે આ વ્યુત્પત્તિનો અર્થ એવો સમજવો કે જે મિથ્યાત્વાદિ હેતુવાળા આત્માને બાંધે-વીંટી લે તે પુદ્ગલ કહેવાય છે.
મતલબ એ છે કે આત્માને પુદ્ગલમય બનાવી દે તે પુદ્ગલ છે. જોકે બધાં જ પુદ્ગલો આત્માને તન્મય નથી બનાવતાં પણ આત્માને પુદ્ગલમય બનાવનાર કોઈ હોય તો તે પુદ્ગલ જ છે. મિથ્યાત્વાદિ કર્મબંધનાં કારણોને લઈને જીવ કર્મ બાંધે છે તે આત્મા અંગે કહી શકાય છે કે તે આત્માને પુદ્ગલો ગળી ગયાં. અથવા તે આત્મા વડે પુદ્ગલો ગળાયાં. આમ આત્માને પુદ્ગલમય બનાવનાર પુદ્ગલ છે.
હવે અર્થાન્તરને લઈને વ્યુત્પત્તિ બતાવે છે.
અથવા આ જ ધાતુને ‘ગ્રહણ કરવું એવો પણ અર્થ બીજે સ્થળે થાય છે. તો તે અર્થ લઈએ તો
‘પુરુષ વડે—કષાય અને યોગવાળા આત્મા વડે કર્મ પણ જે ગ્રહણ કરાય તે પુદ્ગલ' આવી રીતે વ્યુત્પત્તિ થાય છે.
આ રીતે પુદ્ગલ શબ્દનો વ્યુત્પત્તિ દ્વારા પરિચય થયો. આમ ધર્મ-અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર અજીવકાયોનો સામાન્ય પરિચય થઈ ગયો.
અજીવનો અધિકાર ચાલતો હોવા છતાં કાલને ગ્રહણ નહીં કરવાનો હેતુ
આ સૂત્રમાં અજીવકાય બતાવી રહ્યા છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ બતાવ્યા. તો અહીં એક પ્રશ્ન થાય છે કે—
પ્રશ્ન :— કાળ પણ અજીવ પદાર્થ છે તો આ સૂત્રમાં તેનું ગ્રહણ કેમ ન કર્યું ?
ઉત્તર : ‘કાળ એ કોઈ એક મતથી દ્રવ્ય છે' આ વાત આગળ દ્રવ્યના લક્ષણના અધિકારમાં જ કહેવાશે. વળી ભાષ્યકારને અસ્તિકાયની વ્યાખ્યા કરવી ઇષ્ટ છે. તો આ ધર્માદિ દ્રવ્યો' અસ્તિકાય છે પણ કાળ એ અસ્તિકાય નથી કેમ કે તે એક સમયરૂપ છે. અર્થાત્ સમૂહરૂપ નથી.
૧.
‘અજીવકાય’, આ પ્રમાણે અહીં પ્રયોગ કરવો જોઈતો હતો. છતાં અહીં ‘અસ્તિકાયા' આવો વાક્ય પ્રયોગ કેમ કર્યો ?
તેના સામાધાનમાં કહે છે—અહીં અસ્તિ એ અવ્યયરૂપ આખ્યાત છે. તેથી ‘અસ્તિ' અને ‘કાય’ બંને પદો જુદાં છે. એટલે ‘કાયો છે' આવો અર્થ થાય માટે વાંધો આવશે નહીં.......અથવા ‘કાય’ શબ્દથી અસ્તિકાયનું ગ્રહણ થઈ શકે છે. કેમ કે પદમાં પદના સમુદાયનો ઉપચાર થઈ શકે છે. તેથી અસ્તિકાયનો ‘કાય’ એક દેશ છે માટે ‘કાય' એ પદથી અસ્તિકાય પણ લઈ શકાય. આ રીતે કરવાથી ભાષ્યકાર હવે જે ‘ધર્માસ્તિકાય....’ આદિ ભાષ્ય દ્વારા વ્યાખ્યા કરી રહ્યા છે તે પણ અવિરુદ્ધ થશે... મુદ્રિત ટિપ્પણીમાં રૃ. ૩૧૬...