________________
અધ્યાય-૫ : સૂત્ર-૧
૧૭
ઘટાદિ માટીમાં જ વિલય પામે છે. આમ ઘટાદિ આકારનો વિલય થવો તે વિનાશ કહેવાય છે અને તે વિનાશ કારણની અપેક્ષાવાળો છે, અર્થાત્ કારણથી થાય છે.
જેમ પહેલાં પવનના વેગથી જળ દ્રવ્ય મોટાં મોટાં મોજાંરૂપે પેદા થયું પણ જ્યારે પવનના પ્રબલ વેગનો સંપર્ક તેમાંથી ચાલી જાય છે ત્યારે તે જ પાણી તિમિત વારિપણે–સ્થિર પાણીરૂપે ભિન્ન કાર્યરૂપે ઉત્પન્ન થાય છે અને પહેલાં જે મોટાં મોજાંરૂપે ઉત્પન્ન થયું હતું તેનો વિનાશ થાય છે. આમ તરંગરૂપ જે પાણી હતું તે સ્થિર થઈ ગયું એટલે તરંગરૂપ જળનો વિનાશ કહેવાય છે.
આમ તરંગરૂપે ઉત્પન્ન થયું ત્યારે અને તરંગરૂપે વિલીન થયું ત્યારે બંનેમાં જળ દ્રવ્ય કાયમ રહે છે.
આમ પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, પ્રલય અને ધ્રૌવ્યરૂપ છે. આ વાત જૈન શાસ્ત્રમાં સારી રીતે સિદ્ધ કરાયેલી છે. ભાષ્યમાં ઉપયુક્ત “અસ્તિ’ શબ્દનું પ્રયોજન
આ રીતે પદાર્થમાત્ર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત છે તે પ્રવચનમાં સિદ્ધ જ છે. તેથી ધર્માદિ દ્રવ્યોમાં આ ત્રણને બતાવવાની ઇચ્છાથી પૂ. આચાર્ય ભગવંત ઉમાસ્વાતિ મ. સ્વોપજ્ઞ ભાષ્યમાં ધર્માદિ બધાં દ્રવ્યોમાં ધ્રૌવ્યના પ્રતિપાદન માટે “અસ્તિ' અવ્યયનો પ્રયોગ કર્યો છે. એટલે “અસ્તિ’નો અર્થ ધ્રૌવ્ય થાય છે અને આપત્તિ અર્થક એટલે કે ઉત્પાદ અને વિનાશના અર્થવાળો કાયશબ્દ તો સૂત્રમાં ગ્રહણ કરેલો જ છે.
સારાંશ એ છે કે–પ્રત્યેક દ્રવ્યમાં રહેલ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યને દર્શાવવાની પૂ. આચાર્ય ભગવંત ઉમાસ્વાતિ મ.ની ઇચ્છા છે. આ વાત બતાવવા તેમણે ભાષ્યમાં “અસ્તિ' શબ્દ જોડ્યો છે જેનો અર્થ સ્વભાવ છે અર્થાત્ બ્રૌવ્યાંશ છે, જ્યારે સૂત્રમાં “કાય’ શબ્દનું સાક્ષાત્ ગ્રહણ કર્યું છે જેનો અર્થ ઉત્પત્તિ અને વ્યય છે. અર્થાત્ આપત્તિ અર્થવાળો આ “કાય' શબ્દ છે. આ સૂત્રમાં બતાવેલ ‘કાય” શબ્દ અને ભાષ્યમાં વ્યાખ્યારૂપે જોડેલ “અસ્તિ' શબ્દથી “ધર્માસ્તિકાય'રૂપ પૂર્ણ શબ્દ નિષ્પન્ન થયેલ છે. જેનો અર્થ થયો છે કે ધર્મદ્રવ્ય, ધ્રૌવ્ય, ઉત્પત્તિ તેમ જ વ્યયથી યુક્ત છે.
નિરુપચારિક “કાય’ શબ્દ કાયાદિનો વાચક છે. અસ્તિકાયનો વાચક તો ઉપચારથી છે. કેમ કે અહીં ધમદિની સાથે સંસર્ગ દ્વારા “કાય' શબ્દ અસ્તિકાયનો વાચક બને છે. અથવા ધર્માદિ શબ્દો જ ધર્માસ્તિકાય વગેરે અર્થના વાચક છે. કેમ કે ભગવતીજીમાં ધર્મ શબ્દના અનેક પર્યાયો બતાવ્યા છે. ત્યાં ધર્મનો પર્યાય ધર્માસ્તિકાય પણ કહ્યો છે. તો પછી “અજીવકાયાઃ' કહેવાની જરૂર શી ? તો સમજવું કે ધર્માદિ દ્રવ્યોમાં અજીવપણું છે અને કાયપણું છે તેની સ્પષ્ટતા માટે છે. તેમાં “અજીવ' શબ્દથી જીવનો વ્યવછેદ છે અને “કાય' શબ્દથી કાળનો વ્યવચ્છેદ છે. અર્થાતુ જીવમાં અજીવતા નથી. પણ ધર્માદિમાં છે, અને “કાય' એટલે પ્રદેશ અને અવયવોનો સમુદાય. આ કાયતા કાળમાં નથી. આમ અજીવ અને “કાય’ શબ્દથી “જીવ' અને “કાળ'નો વ્યવચ્છેદ થયો. તેથી અજીવ દ્રવ્યો ધર્માદિ ચાર છે અને “કાળ' સિવાયના બધા “કાય' છે....મુદ્રિત ટિપ્પણીમાં પૃ. ૩૧૭