________________
અધ્યાય-૫ સૂત્ર-૧
૧૫
તથા કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવાનો બધા આચાર્યોનો મત નથી, આમ અહીં અસ્તિકાય હોય તેવા અજીવ દ્રવ્યોનું જ વર્ણન કરવાનું છે. આથી કાલ અજીવ હોવા છતાં પ્રસ્તુત અધિકારમાં તેનું વર્ણન કર્યું નથી.
ભાષ્ય - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય આ પ્રમાણે અવકાયો છે. તેઓને અમે લક્ષણથી આગળ કહીશું. કાયનું ગ્રહણ પ્રદેશ અને અવયવોના બહુત્વ માટે અને અધ્યા સમયના નિષેધ માટે છે.
ટીકા–સૂત્રમાં “ધર્માદિ અને “કાયનું તો સાક્ષાત્ ગ્રહણ કર્યું છે અને તે પણ “અજીવ' પદની સાથે સંબંધ છે. મતલબ સૂત્રમાં સાક્ષાત્ પ્રહણ કરેલા ધર્માદિ અને કાય આ બંનેનો સંબંધ અજીવ' પદ સાથે છે તે બતાવતા ભાષ્યકાર ધર્માદિની સાથે સમાન વિભક્તિ મૂકીને એક એકનો સંબંધ ધરાવે છે. તે આ રીતે “ધર્માસ્તિકાય..' ઇત્યાદિ સૂત્રમાં નહીં કહેલ “અસ્તિ' શબ્દ ભાષ્યકારે કેવી રીતે લીધો?
સૂત્રમાં તો “ધર્મ” અને “કાય” આ શબ્દો લખેલા છે તો ભાષ્યકારે “ધર્મકાય' આવી રીતે પ્રયોગ કરવો જોઈએ પણ “ધર્માસ્તિકાય' આમ કેમ પ્રયોગ કર્યો ? અસ્તિ શબ્દ તો સૂત્રમાં નથી એટલે કોઈને તર્ક થાય છે કે સૂત્રમાં નહીં કહેલ “અસ્તિ' શબ્દને ભાષ્યકારે કેવી રીતે લીધો ? ધર્મ અને કાય આ બેની વચમાં અતર્કિત–અણચિંતવ્યો “અસ્તિ” શબ્દ ક્યાંથી ટપકી પડ્યો?
અર્થના જાણકારો જ્ઞાન અને શબ્દનો વિષય સ્વભાવરૂપ અને આપત્તિરૂપ ઉભય કહે છે.
કેટલોક બોધ સાક્ષાત્ શબ્દથી થાય છે, જ્યારે કેટલોક બોધ શબ્દના પ્રયોગ વિના પણ થાય છે. અહીં સૂત્રમાં “અસ્તિ' શબ્દનો પ્રયોગ નથી કર્યો માત્ર “કાય” શબ્દનો જ પ્રયોગ કર્યો છે.
આ કાય શબ્દનો અર્થ ઉત્પાદ અને વ્યય થાય છે તેમ આગળ કહેવાશે. આથી અહીં સૂત્રમાં પ્રયોગ કરાયેલ “કાય’ શબ્દથી ઉત્પાદ-વ્યયનું જ્ઞાન થાય છે. માટે આ ઉત્પાદ-વ્યયનું જ્ઞાન શબ્દથી થતું જ્ઞાન છે.
વળી પદાર્થ માત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે આવું આગળ નિરૂપણ થશે. તેથી જ્યારે કાય’ શબ્દથી ઉત્પાદ-વ્યયનું જ્ઞાન કર્યું તો તેની સાથે ધ્રૌવ્ય હોવું જ જોઈએ આવું અવશ્ય સમજાય છે. તો તે ધ્રૌવ્યનું જ્ઞાન શેનાથી થાય ? તેને બતાવનાર કોઈ શબ્દ મૂકવો જ જોઈએ. તેથી ભાષ્યકારે ગ્રહણ કરેલ “અસ્તિ” શબ્દ ધ્રૌવ્યને બતાવનાર છે. આમ “કાયશબ્દના સંસર્ગથી સમજાય છે-કે “અસ્તિ” શબ્દ ગ્રહણ કરવો જોઈએ.
સૂત્રમાં પ્રયોગ કરાયેલ “કાયશબ્દથી થતું ઉત્પાદવ્યયનું જ્ઞાન શબ્દથી થતું જ્ઞાન છે.
૧. ૨.
સૂ. ૨૨, ૩૮.
સૂત્રેડસ્લિશબ્દાનુપવાન પર્વે ૨૧૨.
પલકો નીત્યા, સૂવનાત્ સૂત્રતિ કૃત્વા તિ... | શ્રી તત્ત્વા. દર 5.