________________
તત્ત્વાર્થ સૂત્ર આકાશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ છે તે જ આકાશપ્રદેશમાં બીજો ધર્માસ્તિકાયનો પ્રદેશ નથી. તે વિભક્ત પ્રદેશોનો પરસ્પર અંતર વગરનો જે સમુદાય' છે તે સમુદાય શબ્દથી કહેવાય છે. તેથી અવશ્ય છે તેવા પ્રકારે ઉત્પન્ન થયેલો છે.
તર્ક :- જો આ રીતે ધર્માદિના પ્રદેશોનો સમુદાય માનવામાં આવે તો તંતુ આદિના સમુદાયની જેમ શરૂઆત છે તેમ તેની ધર્માદિની પણ શરૂઆત માનવી પડશે.
પ્રતિવિધાન - તે તંતુ આદિના સમુદાયો પણ આદિવાળા નથી. કારણ કે પુદ્ગલ દ્રવ્યની અનેક શક્તિઓ છે. એટલે તંતુસમુદાયરૂપે પરિણમવાની શક્તિ પુદ્ગલ દ્રવ્યમાં અનાદિથી છે. તે શક્તિ અને શક્તિવાળો અર્થાતુ પુદ્ગલ દ્રવ્યની તંદુ સમુદાયરૂપ પરિણમવાની શક્તિ ભેદભેદથી ત્રિસૂત્રોમાં કહેવાશે. તંતુઓ પુદ્ગલરૂપે અનાદિના છે પણ તંતુરૂપે તેનો ઉત્પાદ દેખાય કે તેથી આદિવાળા છે.
આ રીતે પ્રતિવિધાન દ્વારા તમારા તર્કનું સમાધાન થઈ જાય છે અને આપણી મૂળ વાત સમુદાય અવશ્ય તેવા પ્રકારે ઉત્પન્ન થયેલો છે. કેમ કે સમુદાય શબ્દથી કહેવાય છે. અને જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અવશ્યમેવ સમજી જ લેવો જોઈએ. કેમ કે ઉત્પાદ અને વિનાશ સહચારી છે. અર્થાત્ ઉત્પાવિનાશ સાથે રહેનારા છે. એકબીજાને છોડીને રહેતા નથી. વળી તે ઉત્પાદની સાથે રહેનાર વિનાશ પૂર્વની અવસ્થાની પ્રતિરૂપ-વિનાશરૂપ છે તે સમુદાયથી જ જણાય છે.
આમ ધર્માસ્તિકાયાદિમાં પ્રદેશોનો સમુદાય હોવાથી ત્યાં ઉત્પાદ અને વિનાશની સંગતતા છે. આ રીતે ધર્માસ્તિકાયાદિમાં ગ્રહણ કરેલ “કાય’ શબ્દથી “ઉત્પાદ-વિનાશરૂપ આપત્તિની પ્રતીતિ થાય છે. બીજી રીતે પણ ધર્માદિમાં ઉત્પાદ-વિનાશની સંગતતા
એક રીતે ધર્માદિમાં ઉત્પાદ-વિનાશ સિદ્ધ કરી તેમાં “કાય’ શબ્દનો આપત્તિ અર્થ ઘટાવ્યો. હવે બીજી રીતે પણ તેને ઘટાવવામાં આવે છે.
હમણા ચૈત્ર ગતિ પરિણામવાળો થયો છે. તો તેને ધર્માસ્તિકાય મદદ કરે છે. પણ તેની પહેલાં એટલે પૂર્વના સમયોમાં ધર્માસ્તિકાયમાં ચૈત્રમાં રહેલ ગતિ પરિણામનું અસહાયકપણું હતું કેમ કે તે વખતે ચૈત્રની ગમન કરવાની ઇચ્છા ન હતી. તે પછીના કાળમાં કોઈ અતિશયવિશેષતા પેદા થઈ કે જેથી ધર્માસ્તિકાય ગતિમાં સહાય થયો. તેથી કોઈ બીજી અવસ્થા માનવી
૧. જેમ મોતીની માળામાં એક મોતીને બીજું મોતી, બીજા મોતીને ત્રીજું મોતી લાગીને રહ્યું છે તેમ
ધર્માસ્તિકાયના એક પ્રદેશને બીજો પ્રદેશ, બીજા પ્રદેશને ત્રીજો પ્રદેશ આ પ્રમાણે અસંખ્યાતપ્રદેશોવાળો
ધર્માસ્તિકાય રહેલો છે. ૨. પુદ્ગલ દ્રવ્યમાં ઓઘશક્તિ, સમુચિતશક્તિ આદિ અનેક શક્તિઓ છે. તેમાં
(૧) ઓઘશક્તિ = પરંપરાકારણમાં રહેલી શક્તિ દા. ત. ઘાસમાં ઘી
(૨) સમુચિતશક્તિ = અનંતરકારણમાં રહેલી શક્તિ દાત. દૂધ, દહીમાં ઘી. ૩. અધ્યાય ૫ | સૂત્ર-૨૯, ૩૦, ૩૧.