________________
૨૨
તત્ત્વાર્થ સૂત્ર પ્રત્યેકનાં જુદાં જુદાં લક્ષણ આગળ કહીશું. જેઓ પદાર્થના ભેદ સ્વીકારે છે. અર્થાત પદાર્થને જુદા જુદા માને છે તેઓએ પ્રત્યેક પદાર્થનું જુદું જુદું લક્ષણ કરવું જ જોઈએ, નહીં તો તે દ્રવ્યોનો ભેદ પાડી શકાય જ નહીં. આથી તે પ્રત્યેક દ્રવ્યોનાં જુદાં જુદાં લક્ષણનું આગળ પ્રતિપાદન કરીશું. ભાષ્યકારે બતાવેલ “કાય’ શબ્દના ગ્રહણનું પ્રયોજન
બે પ્રયોજનથી સૂત્રમાં “કાય’ શબ્દ ગ્રહણ કર્યો છે તે (૧) પ્રદેશો અને અવયવો ઘણા છે તે બતાવવા માટે
(૨) અધ્ધા સમય એટલે સમયરૂપ કાળના પ્રદેશો નથી તે બતાવવા માટે અર્થાત કાળ અવયવી નથી. અસ્તિકાય નથી એ બતાવવા માટે. ટીકાકારની સામે તર્ક અને તેનું સમાધાન.
તમે એક વાર તો બતાવી દીધું કે “કાય’ શબ્દનો અર્થ આપત્તિ છે એટલે ઉત્પાદ, વ્યય કાય શબ્દથી ગ્રહણ થઈ જશે. હવે ફરી કાયશબ્દનું પ્રયોજન કેમ કહો છો ?
તમારી વાત સાચી છે. અત્રે “કાય’ શબ્દનું જે પ્રયોજન ઉત્પાદ અને વ્યય બતાવ્યું હતું તે ભાષ્યના અક્ષરોથી નિરપેક્ષ હતું પણ ભાવાર્થ સંગત હતું. હવે જો તે જ વાત ભાષ્યના અક્ષરો સાથે પણ સંગત છે. તે બતાવીએ છીએ.
જો “કાય” શબ્દ ગ્રહણ ન કરાય તો પણ ધર્માદિ દ્રવ્યો અજીવ છે એ તો સમજાઈ જાય તેવું જ છે. માટે “કાય' શબ્દનું જે ગ્રહણ થયું છે તેનું પ્રયોજન પ્રદેશો ઘણા છે એ બતાવવું ગ્રન્થકારને ઈષ્ટ છે.
પ્રદેશ એટલે પ્રકૃષ્ટ- નાનામાં નાનો દેશ, જેનો વિભાગ થઈ શકે નહીં, જેનો ખંડ કલ્પી શકાય નહીં એવો જે દેશ તે પ્રદેશ કહેવાય છે.
ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યોના પ્રદેશો એવા છે કે એ જે આકાશપ્રદેશમાં રહેલા છે ત્યાં અનાદિકાળના પરિણામથી પ્રાપ્ત સ્થિતિવાળા છે. એટલે કે ધર્માસ્તિકાયના પ્રદેશો અનાદિકાળથી એના એ જ આકાશપ્રદેશમાં અનાદિ પરિણામથી રહેલા છે. આ ધર્માધર્મના પ્રદેશો પોતાનું સ્થાન-પરિવર્તન કરતા નથી.
આવા પ્રકારના તે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશનું બહત્વ છે એટલે કે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે, અધર્માસ્તિકાયના પણ અસંખ્યાત પ્રદેશો છે તે જ પ્રદેશોનું બહુપણું છે. આકાશના અનંતા પ્રદેશો છે એ તેના પ્રદેશનું બહુપણું છે. આ રીતે પ્રદેશોનું બહુપણું અર્થાત્ ઘણા પ્રદેશો છે એ સિદ્ધ થાય છે. આમ અસંખ્યાત પ્રદેશોનો સમુદાય એ જ ધર્માસ્તિકાય છે, તેવી જ રીતે અસંખ્યાત પ્રદેશોનો સમુદાય એ જ અધર્માસ્તિકાય છે અને લોકપરિમાણઆકાશ પણ અસંખ્યાત પ્રદેશોનો સમુદાય છે. સમસ્ત આકાશ અનંત પ્રદેશનો સમુદાય છે અર્થાત્ અનંત પ્રદેશવાળું છે.
આ રીતે સમુદાયરૂપ હોવાથી ગતિ આદિમાં ઉપગ્રહરૂપ વિક્રિયાની પ્રાપ્તિ દ્વારા આપત્તિ ફુટ જ છે.
પૂર્વેક્ષણમાં એક જ મૈત્રાદિને ગતિ સ્થિતિ અને અવગાહમાં અનુક્રમે ધર્મ, અધર્મ,