________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૧
૨૫
વિનાનો થયો. સમય એ ઉત્પાદ-વિનાશ-ધ્રૌવ્ય યુક્ત ન થયો તેથી દેડકાની જટાના ભાર વડે કરેલ કેશના અલંકારવાળો વંધ્યાપુત્ર છે. તેને માટે ખપુષ્પની માળા વડે મુંડમાળા કરેલી છે. આ મુંડમાળા સુરભિ છે, પાંચ વર્ણવાળી છે. આવું જે આખ્યાન-વર્ણન છે. આમાં જેમ દેડકાની જટા આદિ બધા પદાર્થો ફક્ત બોલાય છે પણ હોતા નથી તેમ સમય એ પણ બોલવા માત્ર જ રહ્યો પણ વાસ્તવિક પદાર્થ નથી. તો સમયનું વર્ણન કરવાનું કોના આધારે? એટલે આ રીતે સમયનું આખું વર્ણન નિરાલંબન-નિરાધાર થશે. સમયનું નિરૂપણ સાધાર છે
એવો કોઈ નિયમ નથી કે “કાય’ શબ્દ જેને જોડાય તે જ વસ્તુ ઉત્પાદ-વિનાશવાળી છે અને જેને “કાય' શબ્દ ન લાગે તે વસ્તુ ઉત્પાદ-વિનાશશાળી નથી.
પ્રશ્ન :- જો કાય શબ્દ ન હોય ત્યાં પણ ઉત્પાદ-વિનાશ અર્થ થઈ શકે અને “કાય' શબ્દ હોવામાં પણ ઉત્પાદ-વિનાશ અર્થ કરી શકાય તો બંને સ્થાને અર્થઘટન કેવી રીતે કરવું ?
ઉત્તર:- જયાં “કાય' શબ્દ ગ્રહણ કર્યો છે ત્યાં “કાય' શબ્દનો અર્થ એ છે કે ઉત્પાદ અને વિનાશ જે સ્વભાવથી જ સિદ્ધ છે તે “કાય’ શબ્દથી પ્રકાશિત કરાય છે પણ જે હતા નહીં એવા ઉત્પાદ-વિનાશની ‘કાય’ શબ્દના સામર્થ્યથી સંનિધાન છે એવી કલ્પના કરાતી નથી. અને જ્યાં કાય’ શબ્દ ગ્રહણ નથી કર્યો ત્યાં સ્વર-સ્વભાવથી સિદ્ધ ઉત્પાદ-વિનાશ છે જ અને તેની સાથે રહેનાર હોવાથી પ્રૌવ્ય પણ છે જ.
આ બધો વિચાર દ્રવ્યના પ્રકરણમાં વિચારીશું. આ રીતે સમયનું નિરૂપણ સાધાર છે એ બરાબર સમજાય છે.
ભાષ્યમાં ક્યાયમાં પ્રવેશવયવદુત્વાર્થમાણમય વિધાર્થ આમાં જે ર છે તે કારણનો સમુચ્ચય કરવા માટે છે. આથી આ બંને હેતુથી “કાય' શબ્દનું ગ્રહણ છે આવો સમુચ્ચય થાય છે. સૂત્રમાં બતાવેલ ધર્માદિ દ્રવ્યના ક્રમનો હેતુ
સૂત્રમાં બતાવેલ શબ્દ, પદ તેના સમાસ અને પદાર્થનો તેમ જ ભાષ્યનો સંપૂર્ણ વિચાર કર્યા પછી હવે આપણે સૂત્રમાં પહેલા ધર્મ પછી અધર્મ પછી આકાશ અને તે પછી પુગલ આ પ્રમાણે અજીવ કાયનો ક્રમ શા માટે રાખ્યો તેને જરા વિચારી લઈએ.
(૧) ધર્મ, અધર્મ, આકાશ અને પુગલ આ ચારેમાં ધર્મ એ પ્રશસ્ત શબ્દ છે માટે તે ધર્મ પહેલા ગ્રહણ કર્યો છે.
(૨) ધર્મ દ્રવ્યની જેમ અધર્મ પણ લોકાકાશની વ્યવસ્થાનો હેતુ છે, (૨) ધર્મ દ્રવ્યથી અધર્મનો સ્વભાવ તદ્દન વિપરીત છે અર્થાત્ ધર્મ ગતિમાં ઉપગ્રહ કરનાર છે જ્યારે અધર્મ સ્થિતિમાં ઉપગ્રહ કરનાર છે. આમ ધર્મ દ્રવ્યથી અધર્મ વિપરીત છે.
૧. જુઓ દ્વાદશાર નયચક્ર ભા. ૪, પૃ ૧૦૪૯.