________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
મૂળગુણો અને ઉત્તરગુણોની શ્રેણી રૂપ મોટું સામ્રાજ્ય સાધવા માટે મહામુનિશ્વર બાહ્ય તેમજ અંતરંગ તપ કરે.
सत्कारमान पूजार्थं तपो दंभेनचैवचत्
-
તપની ક્રિયાએ જીવન શુદ્ધિ માટે પરમ આદરણીય છે એમ ઉપરની વિદ્વાનોની વિચાર શ્રેણીથી વધારે નિશ્ચય થાય છે. જ્યારે તપ એ જીવન શુદ્ધિની વિશ્વવિદિત આવશ્યક ક્રિયા છે. તો તપ શબ્દની વાસ્તવિકતા વિશે જે દર્શન અને શાસ્ત્રમાં વધારે આવકાર પાત્ર અને બુદ્ધિગ્રાહ્ય નિર્ણય કરવામાં આવ્યો હોય તે દર્શન તરફ દૃષ્ટિ કરવી રહે છે.
क्रियते तदिट प्रोक्तं राजसं चलमध्रुवम्
मूढ ग्राहिणाऽत्यनोयत्पीडया क्रियते तप, परस्योत्साहनार्थवातत्तामसमुदाह्यतमं
(ગીતા અ. ૧૭ શ્લોક ૧૪)
દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીનું પૂજન, પવિત્રતા, સરલતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શરીર તપ . છે. ગીતા અ. ૧૭ શ્લોક ૧૪ ઉદ્વેગ ન કરે તેવું સત્ય પ્રેમ તથા હિત કરવાવાળું વાક્ય સ્વાધ્યાય અને અભ્યાસ એ વાણીનું તપ કહેવાય છે.
મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવસંશુદ્ધિ તે માનસિક તપ છે. ફલની ઇચ્છા નહિ રાખનારા એવા માણસોથી ત્રણ પ્રકારે પરમ શ્રદ્ધાપૂર્વક જે તપ થાય છે તે સાત્ત્વિક તપ છે.
સત્કાર, માન કે પૂજાને માટે દંભથી જે તપ થાય છે તે રાજસિક તપ ગણાય છે. અને તે અસ્થિર અને અધ્રુવ હોય છે.
દુરાગ્રહથી સમજ્યા વિના પીડા દઈને જે તપ થાય છે અને તેમાં બીજાનો નાશ કરવાનો હેતુ હોય છે. તો તે તામસિક તપ છે.
ગીતાની વિશેષતા એ છે કે ઘોર તપને અશાસ્ત્રીય માન્યું છે અને શ્રીકૃષ્ણ કહે છે કે “તપસ્વીઓમાં રહેલું તપ તે હું છું” માટે તું જે કાંઈ તપ કરે તે મને અર્પણ કર. આ નિષ્કામ કર્મની સૂચના છે.
આ રીતે વેદો, ઉપનિષદો, મહાભારત, રામાયણ, પુરાણો વગેરે તેમજ ગીતા વગેરેમાં આપજ જોઈ શકશો કે તપ દ્વારા એકલા જૈનો જ મોક્ષ કે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમ નથી કહ્યું પણ આ સૌ શાસ્ત્રીય ગ્રંથોમાં પણ તપનો મહિમા અદ્ભૂત વર્ણવ્યો છે અને તે તપથી જ બ્રહ્મ પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તપથી સૃષ્ટિ રચવામાં આવી અને તે તપ તે હું જ છું અને હું તે તપ છું. આ રીતે હિન્દુ શાસ્ત્રોની અંદર પણ તપનો સવિશેષ ઉલ્લેખ છે. અને જૈન તપસની સાથે તુલનાત્મક દૃષ્ટિએ અહીં દર્શાવવામાં આવેલ છે. માટે સંવર અને તપને પ્રધાન અંગ માનજો ત્યાગ અને વૈરાગ્યને જીવનમાં