________________
તપશ્ચર્યા
પ્રકરણ ૧
નિશ્ચયનયમાં અને વ્યવહાર નયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયા પક્ષને વિશે એક પક્ષગત જે ભ્રમસ્થાન - તેને ત્યજીને જ્ઞાન પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા પર ચઢેલા, લક્ષ્યને ન ભૂલે તેવા, સર્વ ભૂમિકાએ છે. કદાગ્રહ રહિત પરમાનન્દમય અને સર્વ નયનાં આશ્રયવાળા જયવંત વર્તે છે.
માનવ જીવનની શુદ્ધિ માટે ભિન્ન ભિન્ન દેશ, કાલ, દ્રવ્ય અને ભાવને અનુલક્ષી જ્ઞાની પુરુષોએ વિધવિધ પ્રક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. તે સર્વમાં તપની ક્રિયાને જીવન શુદ્ધિ માટે ઉચ્ચ સ્થાન અપાયું છે.
કોઈ પણ ઇષ્ટ સિદ્ધિની પ્રાપ્તિની ઇચ્છા રાખનારને તે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે “સાધના” આવશ્યક છે અને તે દૃષ્ટિએ સર્વથા કર્મક્ષય કરી દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનન્દની પ્રાપ્તિ માટેની સાધના તરીકે જ્ઞાની પુરુષોએ તપને મહત્ત્વ આપ્યું છે.
ભારત વસુંધરા રત્નગર્ભા સાધના ભૂમિ છે. તેણે અનેક તપસ્વીઓને જન્મ આપ્યા છે. એટલું જ નહીં પણ તે ભૂમિ તપસ્વીઓની તપશ્ચર્યાથી આજ સુધી નવપલ્લવિત છે. આવા તપસ્વીના તપના પ્રભાવે ભારત દેવભૂમિ તરીકે વંઘ મનાય છે. ભારતના ખોળે ખેલતા તપસ્વીઓએ અને તત્ત્વવિદોએ તપશ્ચર્યાના અણમૂલા સંદેશા ભારતત્તર પ્રજાને આપ્યા છે.
જગતની સભ્ય પ્રજાના ધાર્મિક ઇતિહાસમાં તપનું પ્રધાન સ્થાન છે. જીવન શુદ્ધિની તે સર્વોત્તમ ઉચ્ચ ભૂમિકા છે, એટલું જ નહિ પણ અધ્યાત્મ જીવનનો પ્રથમાંક જો કહીએ તો તપ છે.
આ તપસ્ શબ્દનો ઉપયોગ કરી સૂફી લોકોએ જીવનની ભૂમિકા રૂપે “તારીકા” નામથી સ્વીકાર્યો છે. ખ્રિસ્તી ધર્મમાં બાહ્ય શુદ્ધિ putgation અને હિંદુ ધર્મમાં કર્મયોગ તરીકે, બૌદ્ધમાં શીલ તરીકે અને જૈનોમાં તપ તરીકે તેનો સ્વીકાર થયો છે.
તપની ભાવના વિશેષ કરી ભારત વર્ષમાં ઘણા પ્રાચીનકાળથી ચાલતી આવે છે. જગતની પ્રાકૃતિક રચનામાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, વનસ્પતિ, પૃથ્વી, પાણી આ સર્વ તેમની ભૂમિકામાં તપશ્ચર્યા કરી રહ્યા છે.
હિંદુ ધર્મના સર્વસન્માન્ ઋગ્વેદનાં કાળથી આરંભી અનેક ગ્રંથોમાં તપનું વિધાન જોવામાં આવે છે. પશ્ચિમના વિદ્વાન વિન્ટરનીઝ પોપના “પ્રાચીન ભારતનું તપસ્ સાહિત્ય” એ ગ્રંથમાં જણાવે