________________
તપશ્ચર્યા
પ્રકરણ
ઉપોદ્ઘાત
-
૧
પ્રકરણ
૧
૧.૧ તપ સંજ્ઞા વિચારણા
આહાર સંજ્ઞાદિથી જે કલંક-મલિનતા આવે છે. તેને દૂર કરવાની તાકાત તપની છે. તપ એટલે સત્યઇચ્છાનિરોધ. તપસ્યા જ માણસને મજબૂત બનાવે છે, દઢ બનાવે છે. જેમ અગ્નિ બરડ લોખંડને વાળે તેમ તપ પણ કર્મોને વાળી નાખે છે. સત્યશીલતા દઢતાથી કામ કરાવે છે. ડર ન રાખે તે દૃઢતા. આમ તો ચોરને પણ ડર નથી હોતો, ડર રાખે તો ચોરી ન કરી શકે પણ તે દૃઢ ન કહેવાય.
તપ દઢતાથી કરીશું તો જ દોષો નીકળશે, પણ એક દિવસ ઉપવાસ કર્યો ને બરાબર ન થયો. કાઉસગ્ગમાં બેઠા ને મરધરો હેરાન કરે છે. કાઉસગ્ગ ક્રિયા નથી કરવી આવી રીતે સામાયિક પ્રતિક્રમણ પ્રાર્થના, વિગેરેમાં દૃઢતા ન આવે તો આરાધના કરી જ નહિ શકે માટે તપથી દૃઢતા આવે છે.
તપ નથી તો ગમે ત્યારે ગમે તે સમયે ખાવાની માંગણી ઉભી થાય છે ને કહીએ છીએ માંગ, માંગ, માંગે તે આપુ. શરીરવતી જીભ બોલે, મને રાત્રે બાર વાગે ફલાણી હોટલમાં પાઉભાજી ખાવી છે. ‘“તથાસ્તુ”. વસરામ ભૂવાના ખેતરમાં દલો તરવાડી ઘુસી ગયો. પેલો ગેરહાજર હતો. તરવાડીએ ખેતરને પુછ્યુ લઉ બે ચાર રીંગણા ? ને ખેતરવતી પોતે જ જવાબ આપી દિધો. લો ને દસ બાર...
આપણા શરીર નામના ખેતરમાં મન દલા તરવાડીનું કામ કરે છે. કેમ કે માલિક આત્મા ગેરહાજર નથી પણ સુઇ ગયો છે. મન જ જીભ દ્વારા પુછે છે. ખાઇશુ ઇડલી-ઢોસા ! ને પોતે જ જવાબ આપી દે છે, એકલા ઇડલી ઢોસા શું કામ ? ખાને સાથે આઇસ્ક્રીમ કે કોલડ્રીંક્સ. બસ આ જ મન તથા શરીરની માગણીમાં આત્મા દેવાળીયો બની ગયો. આ આત્માને દેવામાંથી મુક્ત કરાવનાર હોય તો તે છે તપશ્ચર્યા... તપશ્ચર્યાથી કર્મ જરીને દૂર થઇ જાય છે. તો ચાલો, તપની આરાધના શરૂ કરી દઇએ ને અરિહંત પદ નજીક પહોંચી જઇએ.
બે અક્ષરથી બનેલો “તપ” શબ્દ સંસારની સર્વોત્તમ શક્તિનું પ્રતિક છે. હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્માને સૃષ્ટિસર્જનનો વિચાર આવ્યો ત્યારે આ ભગીરથ કાર્યને પહોંચી વળવા માટે અસીમ શક્તિની જરૂરી પડી તે વખતે શક્તિને જાગૃત કરવા તેમણે કઠણ તપ કર્યું. સ તપોતય્યત તપથી શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન શ્રી ઋષભદેવ થયા તેમના મનમાં જ્યારે જગતનાં કલ્યાણનો વિચાર આવ્યો ત્યારે સંસારના સુખોનો ત્યાગ કરી શ્રમણ બન્યા અને એક હજાર વર્ષ સુધી કઠણ તપસ્યા કરી તપના પ્રભાવથી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન