________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
અને કેવળદર્શન પ્રાપ્ત કરો પ્રભુએ સંસારીઓને મોક્ષનો માર્ગ બતાવ્યો. લોકોને કલ્યાણકારક માર્ગ મળ્યો.
વૈદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે સંસારમાં જે કંઈપણ દુર્લભ છે, દુસાધ્ય છે તે તમામ તપથી પ્રાપ્ત કરી શકાય છે. “સર્વ તત તપસી ' તે સર્વ તપથી મળે છે. અસંભવને સંભવિત કરવાની શક્તિ તપમાં છે.
જૈન દર્શનના મત પ્રમાણે આ સંસારના સમસ્ત દુઃખોનું મૂળ કર્મ છે. જન્મવું અને મરવું એ ક્રિયા સંસારનું ભયંકર દુઃખ છે અને તે દુ:ખનું એટલે કે જન્મ-મરણનું કારણ કર્મ છે. વર્ષ ૨ ના રસ મૂi | (ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૨/૭)
અર્થાત્ જગતના સમસ્ત દુઃખોનું મૂળ કર્મ છે અને તે કર્મોનો ક્ષય કરવાનો એક માત્ર ઉપાય તપ છે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે.
“તવણી ધુળ પુરાણ - પાવા” (દશવૈકાલિક સૂત્ર - ૧૦/૭) પૂર્વકૃત પાપોને-કર્મોને તપથી નિર્જરાય છે.
તપ એ સાધના જીવનનો પ્રાણ છે. તપ વગરનો સાધક જીવતું જાગતું હાડપિંજર છે. બાહ્ય દૃષ્ટિએ જોતાં ભલે એ હૃષ્ટપુષ્ટ કાયાવાળો દેખાય પણ તપ વિના એનું ચારિત્ર શોષાતું જાય છે અને આંતરિક રીતે એ હાડપિંજર બનતો જાય છે.
માલપાણી ખાય, શરીર પુષ્ટ બને પણ સાધકપણું શોષાય. તપ કરે એનું શરીર શોષાય પણ સાધકપણે પુષ્ટ થાય.
તપ સાક્ષાત્ સૂર્ય જેવો છે. એ કર્મના અંધકારને દૂર કરે છે. તપમાં સૂર્યનો પ્રકાશ આપવાનો ગુણ છે. કર્મમળને શોષવાનો ગુણ છે. માનવજીવન શુદ્ધિ અને તપસ્ વિજ્ઞાન : निश्चये व्यवहारे च त्यकृत्वा ज्ञानेय कर्मणि
एक पाक्षिक विश्लेष भारताः शुद्ध भूमिकाम् अमूढ लक्ष्यां सर्वत्र पक्षपात विवर्जिताः
नयंति परमानन्दमयाः सर्वनयाश्रयाः