________________
૧૬
જૈનદર્શન તેમનું વિસ્તૃત વિવેચન અને સાંગોપાંગ વ્યાખ્યાન પણ મળે છે, જે આ ગ્રન્થનાં તે તે પ્રકરણોથી સ્પષ્ટ થાય છે. સપ્તભંગી, નય, નિશ્ચય-વ્યવહાર, પદાર્થ, તત્ત્વ, અસ્તિકાય આદિ બધા વિષયો પર આચાર્ય કુન્દકુન્દની સફળ કલમ ચાલી છે. અધ્યાત્મવાદનું અનોખું વિવેચન તો તેમનું પ્રદાન છે.
શ્વેતામ્બર આગમગ્રન્થોમાં પણ ઉક્ત ચાર મુદ્દાઓનાં પર્યાપ્ત બીજો અહીંતહીં વિખરાયેલાં છે. તેના માટે વિશેષપણે ભગવતી, સૂત્રકૃતાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રશ્નીય, નન્દી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુયોગદ્વાર જોવા જોઈએ.
ભગવતીસૂત્રના અનેક પ્રશ્નોત્તરોમાં નય, પ્રમાણ, સપ્તભંગી, અનેકાન્તવાદ આદિના દાર્શનિક વિચારો છે.
સૂત્રકૃતાંગમાં ભૂતવાદ અને બ્રહ્મવાદનું નિરાકરણ કરીને પૃથફ આત્માને તથા તેના નાનાત્વને સિદ્ધ કરવામાં આવેલ છે, જીવ અને શરીરનું પૃથફ અસ્તિત્વ દર્શાવી કર્મ અને કર્મફલનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવેલ છે, જગતને અકૃત્રિમ અને અનાદિ-અનન્ત સ્થાપવામાં આવ્યું છે, તત્કાલીન ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદનું ખંડન કરીને વિશિષ્ટ ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે. પ્રજ્ઞાપનામાં જીવના વિવિધ ભાવોનું નિરૂપણ પણ છે.
રાજપ્રશ્રીયમાં શ્રમણ કેશીએ પ્રદેશ રાજાના નાસ્તિકવાદનું નિરાકરણ અનેક યુક્તિઓ અને દષ્ટાન્તોથી કર્યું છે.
નન્દીસૂત્ર જૈન દષ્ટિએ જ્ઞાનચર્ચા કરતી સારી રચના છે. સ્થાનાંગ અને સમવાયાંગની રચના બૌદ્ધોના અંગુત્તરનિકાયના ઢંગની છે. આ બન્નેમાં આત્મા, પુદ્ગલ, જ્ઞાન, નય અને પ્રમાણ આદિ વિષયોની ચર્ચા આવી છે. ‘પ વા વિષમે વા જુવે વ’ આ માતૃકા ત્રિપદીનો સ્થાનાંગમાં ઉલ્લેખ છે, જે ત્રિપદી ઉત્પાદાદિ ત્રયાત્મકતાના સિદ્ધાન્તનું નિરપવાદ પ્રતિપાદન કરે છે. અનુયોગદ્વારમાં પ્રમાણ અને નય તથા તત્ત્વોનું શબ્દાર્થપ્રક્રિયાપૂર્વક સારું વર્ણન છે. તાત્પર્ય એ કે જૈનદર્શનના મુખ્ય સ્તભોનાં કેવળ બીજ જ નહિ પરંતુ વિવેચન પણ આ આગમોમાં મળે છે.
પહેલાં અમે જે ચાર મુદ્દાઓની ચર્ચા કરી છે તેમને સંક્ષેપમાં જ્ઞાપકતત્ત્વ યા ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ આ બે ભાગોમાં વહેંચી શકાય. સામાન્ય અવલોકનના આ પ્રકરણમાં આ બન્નેની દષ્ટિએ પણ જૈનદર્શનનો વિચાર કરી લેવો ઉચિત છે. ૧. જુઓ જૈન વાનિવ સાહિત્ય 1 સિંહાવતોવેન, પૃ.૪.