________________
૨૬૬
જૈનદર્શન ઉદાહરણાદિ
આ તો પહેલાં લખી ચૂક્યા છીએ કે અવ્યુત્પન્ન શ્રોતા માટે ઉદાહરણ, ઉપનય અને નિગમન આ અવયવોની પણ સાર્થકતા છે. સ્વાર્થનુમાનમાં પણ જે વ્યક્તિ વ્યાધિને ભૂલી ગયેલ છે તેને બાપ્તિસ્મરણ માટે કદાચિત ઉદાહરણનો ઉપયોગ હોઈ પણ શકે, પરંતુ વ્યુત્પન્ન વ્યક્તિને તેનો કોઈ ઉપયોગ નથી. વ્યાપિની સમૃતિપત્તિ અર્થાત વાદી અને પ્રતિવાદી બન્નેની સમાન પ્રતીતિ જે સ્થળમાં હોય તે સ્થળને દષ્ટાન્ત કહે છે અને દષ્ટાન્તનુ સમ્યફ વચન ઉદાહરણ કહેવાય છે. સાધ્ય અને સાધનનો અવિનાભાવ સંબંધ ક્યાંક સાધર્મ અર્થાત્ અન્વયરૂપે ગૃહીત થાય છે અને ક્યાંક વૈધર્મ અર્થાત્ વ્યતિરેકરૂપે. જ્યાં અન્વયવ્યાપ્તિ ગૃહીત થાય તે અન્વયદષ્ટાન્ત અને જ્યાં વ્યતિરેકવ્યાક્તિ ગૃહીત થાય તે વ્યતિરેકદૃષ્ટાન્ત. આ દષ્ટાન્તનું સમ્યક અર્થાત્ દષ્ટાન્નની વિધિથી કથન કરવું એ ઉદાહરણ છે, જેમ કે “જે જે ધૂમવાળો છે તે તે અગ્નિવાળો છે જેમ કે રસોડું, જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ પણ નથી કેમ કે સરોવર.' આ રીતે વ્યાતિપૂર્વક દષ્ટાન્તનું કથન ઉદાહરણ કહેવાય છે.
દાની સદશતા દ્વારા પક્ષમાં સાધનનું અસ્તિત્વ દર્શાવવું એ ઉપનય છે, જેમ કે “તેવી જ રીતે આ પણ ધૂમવાળો છે.” સાધનનો અનુવાદ કરી પક્ષમાં સાધ્યનો નિયમ દર્શાવવો એ નિગમન છે, જેમ કે “તેથી અગ્નિવાળો છે.” સંક્ષેપમાં હેતુના ઉપસંહારને ઉપનય કહે છે અને પ્રતિજ્ઞાના ઉપસંહારને નિગમન કહે છે.
હેતુનું કથન ક્યાંક તથોડપત્તિ (સાધ્ય હોય તો જ સાધનનું હોવું), અન્વય યા સાધર્મ રૂપે થાય છે અને ક્યાંક અન્યથાનુપપત્તિ (સાધ્યના અભાવમાં સાધનનું ન જ હોવું), વ્યતિરેક યા વૈધર્મ રૂપે થાય છે. બન્નેનો પ્રયોગ કરવાથી પુનરુક્તિદોષ આવે છે. હેતુનો પ્રયોગ વ્યાપ્તિગ્રહણ અનુસાર જ થાય છે. તેથી હેતુના પ્રયોગ માત્રથી વિદ્વાન વ્યાપ્તિનું સ્મરણ યા અવધારણ કરી લે છે. પક્ષનો પ્રયોગ એટલા માટે આવશ્યક છે કેમ કે તેથી સાધ્ય અને સાધનનો આધાર સ્પષ્ટપણે સૂચિત થઈ જાય.'
વ્યાપ્તિના પ્રસંગે વ્યાપ્ય અને વ્યાપકનું લક્ષણ પણ જાણી લેવું આવશ્યક છે.
-
૧. પરીક્ષામુખ, ૩.૪૨-૪૪. ૨. પરીક્ષામુખ, ૩.૪૫. ૩. પરીક્ષામુખ, ૩.૪૬. ૪. પરીક્ષામુખ, ૩.૮૯-૯૩.