________________
૩૦૨
જૈનદર્શન સમાનપણે મળે છે. તેથી એક લક્ષણથી લક્ષિત હોવાના કારણે આ બધા જ્ઞાનો પરોક્ષ પ્રમાણમાં અન્તભૂર્ત છે, ભલે તેમની અવાન્તર કારણસામગ્રી જુદી જુદી હોય. રહી જાય છે. અમુક ગ્રન્થને પ્રમાણ માનવા કે ન માનવાની વાત, તો એનો આધાર અવિસંવાદ જ હોઈ શકે છે. જે વચનોમાં કે જેમનાં વચનોમાં અવિસંવાદ . પ્રાપ્ત થાય છે તેઓ પ્રમાણ હોય છે અને વિસંવાદી વચનો અપ્રમાણ હોય છે. આ વિવેક સમગ્ર ગ્રન્થના ભિન્ન ભિન્ન અશોના સંબંધમાં પણ કરી શકાય છે. તેમાં સાવધાની એટલી જ રાખવાની કે અવિસંવાદિત્વની પરીક્ષા યા તપાસમાં આપણને ભ્રમ ન થાય. તેનો અન્તિમ નિષ્કર્ષ કેવળ વર્તમાનકાલીન સાધનોથી જ ન કાઢવો જોઈએ, પરંતુ સૈકાલિક કાર્યકારણભાવની સુનિશ્ચિત પદ્ધતિથી જ તેની પરીક્ષા યા તપાસ થવી જોઈએ. આ ખરી કસોટી પર જે વાક્ય પોતાની યથાર્થતા અને સત્યાર્થતાને સાબિત કરી શકે તે પ્રમાણ સિદ્ધ થાય અને બાકીનાં અપ્રમાણ, આ જ વાત આતના સંબંધમાં પણ છે. “વો યત્રાવ: તત્ર માપ:' અર્થાત જે જે અંશમાં અવંચક એટલે કે અવિસંવાદી છે તે તે અંશમાં આપ્ત છે. આ સામાન્ય સૂત્ર અનુસાર લોકવ્યવહાર અને આગમિક પરંપરા બન્નેમાં આસનો નિર્ણય કરી શકાય છે અને આગમપ્રમાણની સીમા લોક અને શાસ્ત્ર બન્ને સુધી વિસ્તારી શકાય છે. આ જ જૈન પરંપરાએ કર્યું છે.
જ્ઞાનનાં કારણો અર્થ અને આલોક જ્ઞાનનાં કારણ નથી
જ્ઞાનનાં કારણોનો વિચાર કરતી વખતે જૈન દાર્શનિકોની દષ્ટિ એ રહી છે કે જ્ઞાનની કારણસામગ્રીમાં જ્ઞાનની શક્તિને ઉપયોગમાં લાવવા માટે યા તેને લબ્ધિઅવસ્થામાંથી વ્યાપાર કરવા ભણી પ્રવૃત્ત કરવામાં જે અનિવાર્ય સાધકતમ હોય તેમને જ દાખલ કરવા જોઈએ. તેથી જ્ઞાનના વ્યાપારનું અંતરંગ કારણ તેની શક્તિ અર્થાત્ ક્ષયોપશમવિશેષરૂપ યોગ્યતા જ મનાયું છે. તેના વિના જ્ઞાનનું પ્રાકટ્ય થઈ શતું નથી,તે ઉપયોગરૂપ બની શકતું નથી. બાહ્ય કારણો ઇન્દ્રિય અને મન છે, જેમના હોતાં જ્ઞાનની યોગ્યતા પદાર્થોને જાણવાનો વ્યાપાર કરે છે. ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના વ્યાપારથી જ્ઞાનની શક્તિ તે તે ઈન્દ્રિયોના વિષયોને જાણે છે. ઈન્દ્રિયવ્યાપારના વખતે મનનો વ્યાપાર હોવો નિતાત્ત આવશ્યક છે. તેથી ઇન્દ્રિયપ્રત્યક્ષમાં ઇન્દ્રિયોની મુખ્યતા હોવા છતાં પણ મનને બલાધાયક અર્થાત બલ દેનાર તરીકે સ્વીકારવામાં આવેલ છે. માનસ પ્રત્યક્ષ યા માનસજ્ઞાનમાં કેવળ