________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૦૧
સાતમો ભંગ સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય છે. પ્રથમ ક્ષણમાં સ્વચતુષ્ટયની, બીજા ક્ષણમાં પરચતુષ્ટયની અને ત્રીજા ક્ષણમાં યુગપત્ સ્વપરચતુષ્ટયની ક્રમિક વિવક્ષા હોતાં અને ત્રણે ક્ષણો પર સામૂહિક દૃષ્ટિ હોતાં ઘડો યાદ્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્યરૂપ સિદ્ધ થાય છે. અમે એ દર્શાવી ગયા છીએ કે ચોથાથી સાતમા સુધીના ભંગોની સૃષ્ટિ સંયોગજ છે, અને તે સંભવિત ધર્મોના અપુનરુકત અસ્તિત્વની સ્વીકૃતિ આપે છે.
-
‘સ્યાત્' શબ્દના પ્રયોગનો નિયમ
પ્રત્યેક ભંગમાં સ્વધર્મ મુખ્ય હોય છે અને બાકીના ધર્મો ગૌણ હોય છે. આ ગૌણ-મુખ્ય વિવક્ષાને ‘સ્યાત્' શબ્દ સૂચવે છે. વક્તા અને શ્રોતા જો શબ્દશક્તિ અને વસ્તુસ્વરૂપના વિવેચનમાં કુશળ હોય તો ‘સ્યા' શબ્દના પ્રયોગની આવશ્યકતા ન રહે, અર્થાત્ ‘સ્યાત્’ શબ્દના પ્રયોગનો કોઈ નિયમ નથી.` પ્રયોગ વિના પણ તેનું સાપેક્ષ અનેકાન્તદ્યોતન સિદ્ધ થઈ જાય છે, જેમ ‘અહમ્ અસ્મિ' આ બે પદોમાંથી એકનો પ્રયોગ થતાં બીજાનો અર્થ સ્વતઃ જણાઈ જાય છે, તેમ છતાં પણ સ્પષ્ટતા માટે બંને પદોનો પ્રયોગ કરવામાં આવે છે, તેમ ‘સ્યાત્’ પદનો પ્રયોગ પણ સ્પષ્ટતા અને અભ્રાન્તિના માટે કરવો ઉચિત છે. જગતમાં સમજદારોની અપેક્ષાએ કમસમજદારો અને અણસમજુઓની સંખ્યા ઘણી વધારે રહેતી આવી છે. તેથી સર્વત્ર ‘સ્યાત્' શબ્દનો પ્રયોગ કરવો એ જ રાજમાર્ગ છે.
રે
પરમતની અપેક્ષાએ ભંગયોજના
સાદસ્તિ અવક્તવ્ય આદિ ત્રણ ભંગો પરમતની અપેક્ષાએ આ પ્રમાણે લગાવવામાં આવે છે. અદ્વૈતવાદીઓનું સન્માત્ર તત્ત્વ અસ્તિ હોવા છતાં પણ અવક્તવ્ય છે, કેમકે કેવલ સામાન્યમાં વચનોની પ્રવૃત્તિ થતી નથી. બૌદ્ધોનો અન્યાપોહ નાસ્તિરૂપ હોવા છતાં પણ અવક્તવ્ય છે કેમ કે શબ્દ દ્વારા માત્ર અન્યનો અપોહ કરવાથી કોઈ પણ વિધિરૂપ વસ્તુનો બોધ શકશે નહિ. વૈશેષિકોના સ્વતન્ત્ર સામાન્ય અને વિશેષ અસ્તિ-નાસ્તિ-સામાન્ય-વિશેષરૂપ હોવા છતાં પણ અવક્તવ્ય છે અર્થાત્ શબ્દના વાચ્ય બની શકતા નથી કેમ કે બંનેને સ્વતન્ત્ર માનતા તેમનામાં સામાન્યવિશેષભાવ ઘટી શકતો નથી. સર્વથા
૧. લઘીયય, શ્લોક ૩૩.
૨. ન્યાયવિનિશ્ચય, શ્લોક ૪૫૪.
૩. અષ્ટસહસ્રી, પૃ. ૧૩૯