________________
૪૪૨
જૈનદર્શન આહંત મતની સમીક્ષા કરતી વખતે તે પોતે ભેદભેદવાદી હોવા છતાં શંકરાચાર્યને અનુસરી સપ્તભંગીમાં વિરોધ અને અનવધારણ નામનાં દૂષણો આપે છે. તે કહે છે કે “બધું અનેકાન્તરૂપ છે એવો નિશ્ચય કરો છો કે નહિ? જો હા, તો આ એકાન્ત થઈ ગયો અને જો ના, તો નિશ્ચય પણ અનિશ્ચયરૂપ હોવાથી નિશ્ચય રહેશે નહિ. તેથી આવા શાસ્ત્રના પ્રણેતા તીર્થકર ઉન્મત્તતુલ્ય છે.”
આશ્ચર્ય થાય છે આ અનૂઠા વિવેક ઉપર ! જે પોતે સ્થાને સ્થાને ભેદાભદાત્મક તત્ત્વનું સમર્થન તે જ પદ્ધતિથી કરે છે જે પદ્ધતિથી જૈન, તે જ અનેકાન્તનું ખંડન કરતી વખતે બધું જ ભૂલી જાય છે. અમે પહેલાં દર્શાવી દીધું છે કે સ્યાદ્વાદનો પ્રત્યેક ભંગ પોતાના દષ્ટિકોણથી સુનિશ્ચિત છે. અનેકાન્ત પોતે પણ પ્રમાણદષ્ટિએ (સમગ્રષ્ટિએ) અનેકાન્તરૂપ છે અને નયદૃષ્ટિએ એકાન્તરૂપ છે. એમાં અનિશ્ચય યા અનવધારણની વાત ક્યાં છે? એક જ સ્ત્રી અપેક્ષાભેદે માતા પણ છે અને પત્ની પણ છે, તે ઉભયાત્મક છે. આમાં તે કુતર્કને શું કહેવું જે કહે છે કે તેનું એક જ રૂપ નિશ્ચિત કરો - કાં તો માતા કહો કાં તો પત્ની કહો'. જ્યારે અમે તેનું ઉભયાત્મક રૂપ નિશ્ચિતપણે કહી રહ્યા છીએ ત્યારે એ કહેવું કે “ઉભયાત્મક રૂપ પણ ઉભયાત્મક હોવું જોઈએ, એટલે કે તમે નિશ્ચિતપણે ઉભયાત્મક નથી કહી શકતા.” આનો સીધો ઉત્તર એ છે કે તે સ્ત્રી ઉભયાત્મક છે, એકાત્મક નથી” આ રૂપે ઉભયાત્મકતામાં પણ ઉભયાત્મકતા છે. પદાર્થનો પ્રત્યેક અંશ અને તેને ગ્રહણ કરનારો નય પોતે પોતામાં સુનિશ્ચિત હોય છે.
હવે ભાસ્કરભાષ્યનું આ શંકા-સમાધાન જુઓ - શંકા – ભેદ અને અભેદમાં તો વિરોધ છે.
સમાધાન - આ તો પ્રમાણ અને પ્રમેયતત્ત્વને ન સમજનારની શંકા છે... જે વસ્તુ પ્રમાણ દ્વારા જે રૂપમાં પરિચ્છિન્ન હોય તે વસ્તુ તે જ રૂપ હોય. ગાય, અશ્વ આદિ બધા જ પદાર્થો ભિન્નભિન્ન જ પ્રતીત થાય છે. તેઓ આગળ લખે છે કે સર્વથા અભિન્ન યા સર્વથા ભિન્ન પદાર્થને કોઈ દેખાડી શકતું નથી. સત્તા, શેયત્વ અને દ્રવ્યત્વ વગેરે સામાન્યરૂપે બધાં અભિન્ન છે અને વ્યક્તિરૂપે પરસ્પર વિલક્ષણ હોવાના કારણે ભિન્ન છે. જયારે ઉભયાત્મક વસ્તુ પ્રતીત થઈ રહી છે
१. यदप्युक्तं भेदाभेदयोर्विरोध इति तदभिधीयते अनिरूपितप्रमाणप्रमेयतत्त्वस्येदं चोद्यम् । ...
यत् प्रमाणैः परिच्छिन्नमविरुद्धं हि तत् तथा । વસ્તુનાતે વિશ્વારિ મિનામિનું પ્રતીયતે | ભાસ્કરભાષ્ય, પૃ. ૧૬.