________________
૪૬૦
જૈનદર્શન વ્યક્તિની મુક્તિ, સર્વોદયી સમાજનું નિર્માણ અને વિશ્વની શાન્તિ માટે જૈનદર્શનના પુરસ્કર્તાઓએ આ જ નિષિઓ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક કોશાગારમાં આત્મોત્સર્ગ અને નિર્ઝન્થતાની સતત સાધના કરીને એકઠી કરી છે. આજે તેઓ ધન્ય થઈ ગયા કે તેમની પેલી અહિંસા, અનેકાન્તદષ્ટિ અને અપરિગ્રહભાવનાની જ્યોતિથી વિશ્વના અન્ધકાર નાશ પામતો જાય છે અને સૌ સૌના ઉદયમાં પોતાનો ઉદય માનવા લાગ્યા છે.
રાષ્ટ્રપિતા પૂજ્ય બાપૂનો આત્મા આ અશે સંતોષનો શ્વાસ લઈ રહ્યો હશે કે તેમણે અહિંસા સંજીવનીનો ઉપયોગ વ્યક્તિ અને સમાજથી પણ આગળ વધીને રાજનૈતિક ક્ષેત્રમાં કરવાનો જે પ્રશસ્ત માર્ગ સુઝાડ્યો હતો અને જેની અતૂટ શ્રદ્ધામાં તેમણે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા, આજ ભારતે દૃઢતાથી તેનામાં પોતાની દઢ નિષ્ઠા જ કેવળ વ્યક્ત નથી કરી પરંતુ તેનો પ્રયોગ પણ નવ એશિયાના જાગરણના તેમ જ વિશ્વશાન્તિના ક્ષેત્રમાં કર્યો છે અને ભારતની ભા આમાં જ છે કે તે એકલું પણ આ આધ્યાત્મિક દીપને સદા જળતો રાખે, તેને સ્નેહનું દાન કરતું કરતું તેમાં જળતું આગળ વધે અને પ્રકાશનાં કિરણો રેલાવતું જાય. જીવનના સામંજસ્યનો, નૂતન સમાજના નિર્માણનો અને વિશ્વની શાન્તિનો આ જ મૂલમન્ન છે. એનું નામ લીધા વિના કોઈ વિશ્વશાન્તિની વાત પણ ન કરી શકે.