________________
४४०
જૈનદર્શન જાય છે અને જે સમયે અસ્તિત્વ મુખ્ય હોય છે તે સમયે વસ્તુ કેવલ સલૂપ જ દેખાય છે, તે સમયે નાસ્તિત્વ આદિ ગૌણ બની જાય છે. આ જ અન્ય ભંગોની બાબતમાં પણ સમજવું જોઈએ.
તત્ત્વોપપ્લવકાર કોઈ પણ તત્ત્વની સ્થાપના કરવા ઈચ્છતા નથી, તેથી તેમની એ શૈલી છે કે અનેક વિકલ્પજાળથી વસ્તુસ્વરૂપને માત્ર વિઘટિત કરી દેવું. છેવટે તે કહે છે કે “આ રીતે ઉપસ્તુત તત્ત્વોમાં જ સમસ્ત જગતનો વ્યવહાર અવિચારિતરમણીયરૂપે ચાલતો રહે છે. પરંતુ અનેકાન્ત તત્ત્વમાં જેટલા પણ વિકલ્પો કરવામાં આવે છે તેમનું સમાધાન થઈ જાય છે. તેનું ખાસ કારણ એ છે કે જ્યાં વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક અને અનન્ત ગુણપર્યાયવાળી છે ત્યાં જ તે અનન્ત ધર્મોથી યુક્ત પણ છે. તેમાં કલ્પિત-અકલ્પિત બધા ધર્મોનો નિર્વાહ છે અને તત્ત્વોપપ્તવવાદીઓ જેવા વાવદૂકોને ઉત્તર તો અનેકાન્તવાદથી જ બરાબર સાચેસાચો આપી શકાય. વિભિન્ન અપેક્ષાઓએ વસ્તુને વિભિન્ન રૂપોમાં દેખવી એ જ તો અનેકાન્ત તત્ત્વની રૂપરેખા છે. આ મહાશયો પોતાની કુવિકલ્પજાળમાં મસ્ત બનીને દિગમ્બરોને મૂર્ખ કહીને તેમને માટે અનેક ભાંડવચનો લખવાનું પણ ચૂક્યા નથી.
તત્ત્વોપપ્લવકાર આ જ તો કહેવા માગે છે કે “વસ્તુ ન તો નિત્ય હોઈ શકે છે, કે ન તો અનિત્ય, કે ન તો ઉભય, કે ન તો અનુભય (અવાચ્ય). અર્થાત જેટલા એકાન્ત પ્રકારોથી વસ્તુનું વિવેચન કરવામાં આવે છે તે રૂપોમાં વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થઈ શકતું નથી.” આનું સીધું તાત્પર્ય એટલું જ નીકળે છે કે “વસ્તુ અનેકારૂપ છે, તેમાં અનન્ત ધર્મો છે. તેથી તેને કોઈ એક રૂપમાં ન વર્ણવી શકાય.” અનેકાન્ત દર્શનની ભૂમિકા પણ આ જ છે કે વસ્તુ મૂલત અનન્તધર્માત્મક છે, તેનું પૂર્ણ રૂપ અનિર્વચનીય છે, તેથી તેનું એક એક ધર્મથી કથન યા વર્ણન કરતી વખતે સાદ્વાદપદ્ધતિનું ધ્યાન રાખવું જોઈએ, અન્યથા તત્ત્વોપપ્તવવાદીએ આપેલાં દૂષણો આવશે. જો તેમણે વસ્તુના વિધેયાત્મક રૂપ પર ધ્યાન આપ્યું હોત તો તેઓ પોતે જ અનન્તધર્માત્મક સ્વરૂપ સુધી પહોંચી જ જાત. શબ્દોના એકધર્મવાચક સામર્થ્યના કારણે જે ઉલઝન ઉત્પન્ન થાય છે તેને ઉhવાનો માર્ગ છે સ્યાદ્વાદઆપણું પ્રત્યેક કથન સાપેક્ષ હોવું જોઈએ અને તેણે સુનિશ્ચિત વિવફા યા દષ્ટિકોણનું સ્પષ્ટ પ્રતિપાદન કરવું જોઈએ. શ્રી વ્યોમશિવ અને અનેકાન્તવાદ
આચાર્ય વ્યોમશિવ પ્રશસ્તપાદભાષ્યના પ્રાચીન ટીકાકાર છે. તે અનેકાન્ત જ્ઞાનને મિથ્યારૂપ કહેતી વખતે વ્યોમવતી ટીકામાં (પૃ. ૨૦) પેલી જ પુરાણી