________________
૪૩૮
જૈનદર્શન વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિ અને અનેકાન્તવાદ
વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિની ટીકામાં (પરિચ્છેદ ૨ ખંડ ૨) નિર્ઝન્યાદિના મતના રૂપે ભેદભેદવાદનો પૂર્વપક્ષ રચીને દૂષણ આપ્યું છે કે “બે ધર્મો એક ધર્મોમાં અસિદ્ધ છે. પરંતુ જ્યારે પ્રતીતિના બળે ઉભયાત્મકતા સિદ્ધ થાય છે ત્યારે માત્ર “અસિદ્ધ કહી દેવાથી તેમનો નિષેધ થઈ શકતો નથી. આ બાબતમાં પહેલાં અમે લખ્યું જ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે એક પરંપરાએ બીજાના મતના ખંડન માટે જે સૂત્રોચ્ચાર કર્યો તે જ સૂત્રોચ્ચારને તે જ પરંપરાના અન્ય વિચારકો પણ આંખો મીંચીને બુલંદ કરતા જાય છે ! તેઓ એક વાર પણ થોભીને વિચારવાનો પ્રયત્ન જ કરતા નથી. સ્યાદ્વાદ અને અનેકાન્તની બાબતમાં આજ સુધી આવું જ થતું આવ્યું છે.
આ રીતે સ્યાદ્વાદ અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામવાદમાં જેટલા પણ દૂષણો બૌદ્ધ દર્શનના ગ્રંથોમાં જોવા મળે છે તે તત્ત્વનો વિપર્યાસ કરીને જ આપવામાં આવેલાં છે, અને આજ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની દુહાઈ દેનારા માન્ય દર્શનલેખકો આ બાબતમાં તે જ પુરાણી રૂઢિને વળગી રહ્યા છે ! આ મહાન્ આશ્ચર્ય છે.
શ્રી જયરાશિ ભટ્ટ અને અનેકાન્તવાદ
તત્ત્વોપદ્ધવસિંહ એક ખંડનગ્રંથ છે. તેમાં પ્રમાણ-પ્રમેય આદિ તત્ત્વોનો ઉપપ્લવ જ નિરૂપાયો છે. તેના કર્તા જયરાશિ ભટ્ટ છે. જયરાશિ ભટ્ટ દિગમ્બરોએ માનેલા આત્મા અને સુખાદિના ભેદભેદમાં આપત્તિ ઉઠાવે છે કે “એત્વ અર્થાત એકસ્વભાવતા. એકસ્વભાવતા માનતાં નાનાસ્વભાવતા હોઈ શકે નહિ કેમ કે બંનેમાં વિરોધ છે. તેને જ નિત્ય અને તેને જ અનિત્ય કેવી રીતે કહી શકાય ? પરરૂપે અસત્ત્વ અને સ્વરૂપે સત્ત્વ માનવું પણ ઉચિત નથી કેમ કે વસ્તુ તો એક છે. જો તેને અભાવ કહીએ તો ભાવ શું હશે? જો પરરૂપે અભાવ કહેવામાં આવે તો સ્વરૂપની જેમ ઘટમાં પરરૂપનો પણ પ્રવેશ થઈ જાય. આ રીતે સર્વ સર્વરૂપ બની જાય. જો પરરૂપનો અભાવ કહેતા હો તો જ્યારે પરરૂપનો અભાવ હોય ત્યારે તે પરરૂપ અનુપલબ્ધ જ હોય, તો પછી ત્યારે આપ એ પરરૂપના દ્રષ્ટા કેવી રીતે १. सद्भूता धर्माः सत्तादिधर्मेः समाना भिन्नाश्चापि यथा निर्ग्रन्थादीनाम् । तन्मतं न
समञ्जसम् । कस्मात् ? न भिन्नाभिन्नमतेऽपि पूर्ववत् भिन्नाभिन्नयोर्दोषभावात् । ... उभयोरेकस्मिन् असिद्धत्वात् । ... भिन्नाभिन्नकल्पना न सद्भूतं न्यायासिद्धं સત્યામા યુદીતમ્ | વિજ્ઞપ્તિમાત્રતાસિદ્ધિટીકા, પરિચ્છેદ ૨ ખંડ ૨.