________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૩૯
થયા ? અને કેવી રીતે તેનો અભાવ કરી શકો ? જો કહેવામાં આવે કે પરરૂપે વસ્તુ મળતી નથી એટલે પરનો સદ્ભાવ નથી, તો અભાવરૂપે પણ નિશ્ચય નથી તેથી પરનો અભાવ ન કહી શકાય. જો પરરૂપે વસ્તુ ઉપલબ્ધ થતી હોય તો અભાવગ્રાહી જ્ઞાનથી અભાવ જ સામે રહેશે, તો પછી ભાવનું જ્ઞાન નહિ થઈ શકે” ઇત્યાદિ.
એક સામાન્ય માન્યતા રૂઢ છે કે એક વસ્તુ અનેક કેવી રીતે હોઈ શકે ? પરંતુ જ્યારે વસ્તુનું સ્વરૂપ જ અસંખ્ય વિરોધોનો આકર છે ત્યારે તેનો ઇનકાર કેવી રીતે કરી શકાય ? એક જ આત્મા હર્ષ, વિષાદ, સુખ, દુ:ખ, જ્ઞાન, અજ્ઞાન આદિ અનેક પર્યાયોને ધારણ કરતો પ્રતીત થાય છે. એક જ કાળે વસ્તુ પોતાના સ્વરૂપથી છે અર્થાત્ તેમાં તેનું પોતાનું સ્વરૂપ મળે છે, પરનું સ્વરૂપ મળતું નથી. પરરૂપનું નાસ્તિત્વ એટલે કે તેનો ભેદ તો પ્રકૃત વસ્તુમાં માનવો જ જોઈએ, અન્યથા સ્વ અને પરનો વિભાગ કેવી રીતે થશે ? તે નાસ્તિત્વનું નિરૂપણ પરપદાર્થની દૃષ્ટિએ થાય છે કેમ કે પરનું જ તો નાસ્તિત્વ છે. જગત અન્યોન્યાભાવરૂપ છે. ઘટ ઘટેતર સઘળા પદાર્થોથી ભિન્ન છે. ‘આ ઘટ અન્ય ઘટોથી ભિન્ન છે' આ ભેદનું નિયામક પરનું નાસ્તિત્વ જ છે. ‘પરરૂપ તેનું નથી' એટલે જ તો પરરૂપનું નાસ્તિત્વ માનવામાં આવે છે. જો કે પરરૂપ ત્યાં નથી તેમ છતાં પરરૂપને આરોપિત કરીને પરરૂપનું નાસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે – ‘જો ઘડો પટાદિરૂપ હોત તો પટાદિરૂપે ઘડાની ઉપલબ્ધિ થવી જોઈતી હતી પરંતુ થતી નથી, તેથી સિદ્ધ થાય છે કે થડો પટાદરૂપ નથી. આ જ ઘડાનું એકત્વ યા કૈવલ્ય છે જે સ્વભિન્ન પર પદાર્થરૂપ નથી. જે સમયે પરનાસ્તિત્વની વિવક્ષા હોય છે તે સમયે અભાવ જ વસ્તુરૂપ ઉપર છવાઈ જાય છે, તેથી ત્યાં તે જ દેખાય છે, તે સમયે અસ્તિત્વાદિ ધર્મ ગૌણ બની
१. एकं हीदं वस्तूपलभ्यते । तच्चेदभावः किमिदानीं भावो भविष्यति ? तद् यदि पररूपतयाऽभावः तदा घटस्य पटरूपता प्राप्नोति । यथा पररूपतया भावत्वेऽङ्गीक्रियमाणे पररूपानुप्रवेशः तथा अभावत्वेऽप्यङ्गीक्रियमाणे पररूपानुप्रवेश एव, ततश्च सर्वं सर्वात्मकं स्यात् । अथ पररूपस्य भावः, तदविरोधि त्वेकत्वं तस्याभावः । न हि तस्मिन् सति भवान् तस्यानुपलब्धेर्द्रष्टा, अन्यथा हि आत्मनोऽप्यभावो भवेत् । अथ आत्मसत्ताऽविरोधित्वेन स्वात्मनोऽभावो न भवत्येव, परसत्ताविरोधित्वात् परस्याप्यभावो न भवति । अथापराकारतया नोपलभ्यते तेन परस्य भावो न भवति, अभावाकारतया चानुपलब्धेः परस्याभावोऽपि न भवेत् । अथ अभावाकारतया उपलभ्यते तदा भावोऽन्यो नास्ति अभावाकारान्तरितत्वात् अभावस्वभावावगाहिना અવવોધેન અમાવ વ દ્યોતિતો ન માવઃ । ... તત્ત્વોપપ્લવસિંહ, પૃ. ૭૮-૭૯.