________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૩૭
વ્યવહાર કરવો અસંગત જ છે. ઊંટના શરીરના અને દહીંના પરમાણુઓમાં રૂપરસ-ગન્ધ-સ્પર્શવત્ત્વરૂપ સાદશ્ય મેળવીને અભેદની કલ્પના કરીને દૂષણ દેવું પણ ઉચિત નથી કેમ કે આ રીતના કાલ્પનિક અતિપ્રસંગથી તો સમસ્ત વ્યવહારોનો જ ઉચ્છેદ થઈ જાય. સાદશ્યમૂલક સ્થૂલપ્રત્યય તો બૌદ્ધ પણ માને જ છે.
તાત્પર્ય એ કે જૈન તત્ત્વવ્યવસ્થાને સમજ્યા વિના જ આ દૂષણ ધર્મકીર્તિએ જૈનોને આપ્યું છે. આ સ્થિતિને તેમના ટીકાકાર કર્ણકગોમિએ જાણી લીધી, એટલે જ કર્ણકગોમિ ત્યાં શંકા કરીને લખે છે કે ‘શંકા - જ્યારે દિગમ્બરોનું એ દર્શન નથી કે સર્વ સર્વાત્મક છે યા સર્વ સર્વાત્મક નથી’ તો આચાર્યે શા માટે તેમને આ દૂષણ આપ્યું ? સમાધાન – સાચું છે, યથાદર્શન અર્થાત્ જેવું તેમનું દર્શન છે તે અનુસાર તો ‘અત્યન્તમેવામેની ૬ સ્યાતામ્' આ જ દૂષણ આવે છે,` પ્રકૃત દૂષણ આવતું નથી.”
વાત એ છે કે સાંખ્યનો પ્રકૃતિપરિણામવાદ અને તેની અપેક્ષાએ જે ભેદાભેદ છે તેને જૈનો ઉપર લગાવીને આ દાર્શનિકોએ જૈન દર્શનને અન્યાય કર્યો છે, ન્યાય નથી કર્યો. સાંખ્ય એક પ્રકૃતિની સત્તા માને છે. તે જ પ્રકૃતિ દહીં રૂપ પણ બને છે અને ઊંટરૂપ પણ બને છે, તેથી એક પ્રકૃતિ રૂપે દહીં અને ઊંટમાં અભેદની આપત્તિ આપવી ઉચિત હોઈ પણ શકે પરંતુ જૈન તત્ત્વજ્ઞાનનો આધાર બિલકુલ જુદો છે. તે વાસ્તવબહુત્વવાદી છે અને પ્રત્યેક પરમાણુને સ્વતન્ત્ર દ્રવ્ય માને છે. અનેક દ્રવ્યોમાં સાદશ્યમૂલક એકત્વ ઉપચારિત છે, આરોપિત છે અને કાલ્પનિક છે. બાકી રહી જાય છે એક દ્રવ્યની વાત, તો તેના એકત્વનો લોપ તો ખુદ બૌદ્ધો પણ કરી શક્યા નથી. નિર્વાણમાં જે બૌદ્ધપક્ષે ચિત્તસન્નતિનો સર્વથા ઉચ્છેદ માન્યો છે તેણે તો દર્શનશાસ્ત્રના મૌલિક આધારભૂત નિયમનો જ લોપ કરી નાખ્યો છે. ચિત્તસન્નતિ પોતે પોતામાં પરમાર્થસત્ છે. તે ક્યારેય પણ ઉચ્છેદ પામી શકતી નથી. ખુદ બુદ્ધ ઉચ્છેદવાદના એટલા જ વિરોધી હતા જેટલા ઉપનિષપ્રતિપાદિત શાશ્વતવાદના. બૌદ્ધ દર્શનની સૌથી મોટી ભૂલ એ છે કે તેના એક પક્ષે નિર્વાણ અવસ્થામાં ચિત્તસન્તતિનો સર્વથા ઉચ્છેદ માની લીધો છે. આ ભયના કારણે જ બુદ્ધે પોતે નિર્વાણને અવ્યાકૃત કહ્યું હતું, તેના સ્વરૂપ અંગે ભાવ યા અભાવ કોઈ રૂપમાં તેમણે કોઈ ઉત્તર આપ્યો ન હતો. બુદ્ધના આ મૌને જ તેમના તત્ત્વજ્ઞાનમાં ઉત્તરકાળે અનેક વિરોધી વિચારોના ઉદયનો અવસર ઊભો કર્યો છે.
१. ननु दिगम्बराणां 'सर्वं सर्वात्मकं न सर्वं सर्वात्मकम्' इति नैतद्दर्शनम्, तत्किमर्थमिदम् आचार्येणोच्यते ? सत्यम्, यथादर्शनं तु 'अत्यन्तभेदाभेदौ च स्याताम्' इत्यादिना પૂર્વમેવ રૂજિતમ્ । પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા, પૃ. ૩૩૯.