________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૩૫ એ સાચું કે સમસ્ત પદાર્થો પોતપોતાનાં કારણોથી સ્વસ્વભાવસ્થિત ઉત્પન્ન થાય છે. પરંતુ “એક પદાર્થ બીજાથી ભિન્ન છે” એનો અર્થ એ છે કે જગત ઇતરેતરાભાવાત્મક છે. ઇતરેતરાભાવ એ કોઈ સ્વતન્ત પદાર્થ નથી જે બે પદાર્થોમાં ભેદ ઊભો કરતો હોય. પરંતુ પટાદિનો ઇતરેતરાભાવ ઘટરૂપ છે અને ઘટના ઇતરેતરાભાવ પટાદિરૂપ છે. પદાર્થમાં બંને રૂપો છે - સ્વાસ્તિત્વ અને પરનાસ્તિત્વ. પરનાસ્તિત્વ રૂપને જ ઇતરેતરાભાવ કહે છે. બે પદાર્થો અભિન્ન અર્થાત્ એકસત્તાક તો ઉત્પન્ન થતા જ નથી. જેટલા પણ પદાર્થો છે તે બધા જ પોતપોતાની ધારામાં પરિવર્તન પામતાં સ્વરૂપસ્થ છે. બે પદાર્થોનાં સ્વરૂપનું પ્રતિનિયત હોવું એ જ તો એકનો બીજામાં અભાવ છે જે તત્ તત્ પદાર્થના સ્વરૂપ જ હોય છે, કોઈ ભિન્ન સ્વતન્ત પદાર્થ નથી. ભિન્ન સ્વતન્ત્ર અભાવમાં તો જૈનો પણ આ જ દૂષણ દે છે.
દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં કાલક્રમે થનારા અનેક પર્યાયો ઉપાદાનોપાદેયરૂપે જે અનાદ્યનન્ત ધારામાં વહે જાય છે, ક્યારેય તેમની ધારા વિચ્છિન્ન થતી નથી, ન તો તે ધારાના પર્યાયો બીજી ધારામાં સક્રાન્ત થાય છે, તે પર્યાયોની આવી ધારાને ઊર્ધ્વતા સામાન્ય, દ્રવ્ય યા ધ્રૌવ્ય કહે છે. અવ્યભિચારી ઉપાદાનોપાદેયભાવનું નિયામક આ જ ઊર્ધ્વતા સામાન્ય, દ્રવ્ય યા ધ્રૌવ્ય છે, અન્યથા સન્તાનાન્તરની ક્ષણ સાથેના ઉપાદાનોપાદેયભાવને કોણ રોકી શકે ? આમાં જે કહેવામાં આવે છે કે દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે પર્યાયો એકરૂપ બની જશે યા દ્રવ્ય ભિન્ન બની જશે? તે અંગે જૈન કહે છે કે જ્યારે દ્રવ્ય પોતે જ પર્યાયરૂપે પ્રતિક્ષણ પરિવર્તન પામતું રહે છે ત્યારે તે પર્યાયોની દષ્ટિએ અનેક છે જ અને તે પર્યાયોમાં જે સ્વધારાબદ્ધતા છે તે રૂપે તે બધા પર્યાયો એકરૂપ જ છે. સત્તાનાન્તરના પ્રથમ ક્ષણથી સ્વસન્તાનના પ્રથમ ક્ષણનું જે અત્તર છે અને જેના કારણે આ અત્તર છે અને જેના આધારે વસન્તાન અને પરસન્તાનનો વિભાગ થાય છે તે જ ઊર્ધ્વતાસામાન્ય યા દ્રવ્ય છે. તેને માન્યા વિના ‘વમાવરમાવાગ્યાં યમાત્ વ્યવૃત્તિમાનઃ' (પ્રમાણવાર્તિક ૩.૩૯) ઈત્યાદિ શ્લોકોમાં જે સજાતીય અને વિજાતીય યા સ્વભાવ અને પરભાવ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે “સ્વપર' વિભાગ કેવી રીતે થશે? જે “સ્વ'ની રેખા છે તે જ ઊર્ધ્વતાસામાન્ય છે.
દહીં અને ઊંટમાં અભેદની વાત તો કેવળ કલ્પના છે કેમ કે દહીં અને ઊંટમાં કોઈ એક દ્રવ્ય અનુયાયી નથી કે જેના કારણે તેમનામાં એકત્વનો પ્રસંગે ઉપસ્થિત થાય. “જેવી રીતે અનુગત પ્રત્યયના બળે કુંડલ, કટક આદિમાં એક સુવર્ણ સામાન્ય