________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૩૩
ઝીલતું ભવિષ્યનું કારણ બનતું જાય છે. કર્મફલસમ્બન્ધપરીક્ષામાં (પૃ. ૧૮૪) અમુક ચિત્તોમાં વિશિષ્ટ કાર્યકારણભાવ માનીને જ સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિને ઘટાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે સંસ્કારાધાયક ચિત્તક્ષણોની સન્નતિમાં જ સંભવી શકે છે, આ વાતનો સ્વીકાર ખુદ શાન્તરક્ષિત પણ કરે છે. તે બન્ધ અને મોક્ષની વ્યાખ્યા કરતા લખે છે કે કાર્યકારણપરંપરાથી ચાલ્યા આવેલા અવિદ્યા, સંસ્કાર આદિ બન્ધ છે અને તેમનો નાશ થઈ જતાં ચિત્તની જે નિર્મળતા થાય છે તેને મુક્તિ કહેવામાં આવે છે.' આમાં જે ચિત્ત અવિદ્યાદિમળોથી સાસ્રવ બની રહ્યું હતું તેનું જ નિર્મળ થઈ જવું એ જ તો ચિત્તની અનુસ્મૃતતા અને અનાઘનન્તતાનું સ્પષ્ટ નિરૂપણ છે, જે વસ્તુને એક જ સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ કરી દે છે. તત્ત્વસંગ્રહપંજિકામાં (પૃ. ૧૮૪) ઉષ્કૃત એક પ્રાચીન શ્લોકમાં તો ‘તલેવ તૈર્વિનિનુંવત્તું મવાન્ત કૃતિ થ્યતે’ આ કહીને ‘તહેવ’ પદથી ચિત્તની સાન્વયતા અને બન્ધ-મોક્ષાધારતાનું અતિવિશદ વર્ણન કરવામાં આવ્યું છે.
‘અમુક ચિત્તોમાં જ વિશિષ્ટ કાર્યકારણભાવને માનવો અને અન્ય ચિત્તોમાં ન માનવો’ આ પ્રતિનિયત સ્વભાવવ્યવસ્થા તત્ત્વને ભાવાભાવાત્મક માન્યા વિના ઘટી શકતી નથી. અર્થાત્ તે ચિત્તો, જેમનામાં પરસ્પર ઉપાદાનોપાદેયભાવ હોય છે તેઓ પરસ્પર કંઈક વિશેષતા અવશ્ય જ ધરાવે છે જેના કારણે તેમનામાં જ પ્રતિસન્માન, વાયવાસકભાવ, કર્તૃ-ભોક્તભાવ આદિ એકાત્મગત વ્યવસ્થાઓ જામે છે, સન્તાનાન્તરચિત્તોની સાથે જામતી નથી. એક સન્તાનગત ચિત્તોમાં જ ઉપાદાનોપાદેયભાવ હોય છે, સન્તાનાન્તરચિત્તોમાં નથી હોતો. આ પ્રતિનિયત સન્તાનવ્યવસ્થા સ્વયં સિદ્ધ કરે છે કે તત્ત્વ કેવલ ઉત્પાદ-વ્યયની નિરન્વય પરંપરા નથી. એ સાચું કે પૂર્વ અને ઉત્તર પર્યાયો ઉત્પાદ-વ્યયરૂપે બદલાતા રહેતા હોવા છતાં પણ કોઈ એવો અવિકારી ફૂટસ્થ નિત્ય અંશ નથી જે બધા પર્યાયોમાં સૂત્રની જેમ અવિકૃત ભાવે પરોવાતો આવતો હોય. પરંતુ વર્તમાન અતીતની સઘળી સંસ્કારસંપત્તિનો માલિક બનીને જ તો ભવિષ્યને પોતાનો ઉત્તરાધિકાર આપે છે. અધિકારના ગ્રહણ અને વિસર્જનની આ જે પરંપરા અમુક ચિત્તક્ષણોમાં જ ચાલે છે, સન્તાનાન્તરચિત્તોમાં ચાલતી નથી, તે પ્રકૃત ચિત્તક્ષણોનું પરસ્પર એવું તાદાત્મ્ય સિદ્ધ કરી રહી છે જેને આપણે સહજપણે જ ધ્રૌવ્ય યા દ્રવ્યના સ્થાને સ્થાપી શકીએ. બીજ અને અંકુરનો કાર્યકારણભાવ પણ સર્વથા નિરન્વય નથી, પરંતુ જે અણુઓ પહેલાં ૧. નાર્યા ળમૂતાર્થે તત્રાવિદ્યાવ્યો મતાઃ ।
વન્યસ્તદ્વિમાવિષ્ટો મુર્તિર્નિર્મજ્ઞતા ધિયઃ ॥ તત્ત્વસંગ્રહ, શ્લોક ૫૪૪