________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૫૧ પરસ્પર વિરોધી છે તેમ છતાં તેમનામાં એક સામાન્ય અવિરોધી રૂપ પણ છે. આ રીતે આત્મા ઉભયાત્મક છે.” (આત્મવાદ, શ્લોક ૨૩-30). આચાર્ય હેમચન્દ્ર વીતરાગસ્તોત્રમાં (૮.૮-૧૦) બહુ જ સુંદર લખ્યું છે કે –
વિજ્ઞાનચેમા નાનાન્વિતમ્ |
इच्छंस्तथागत: प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ અર્થાત્ એક જ્ઞાનને અનેકાકાર માનનારા સમજદાર બૌદ્ધોએ અનેકાન્ત ઉપર આક્ષેપો ન કરવા જોઈએ.
चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् ।
यौगो वैशेषिको वापि नानेकान्तं प्रतिक्षिपेत् ।।९।। અર્થાત્ અનેક આકારવાળા એક ચિત્રરૂપને માનનારા નયાયિકોએ અને વૈશેષિકોએ અનેકાન્ત ઉપર આક્ષેપો ન કરવા જોઈએ.
इच्छन् प्रधानं सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः ।
सांख्यः संख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥१०॥ અર્થાત્ એક પ્રધાન(પ્રકૃતિ)ને સત્ત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોવાળી માનનારા સમજદાર સાખ્યોએ અનેકાન્ત ઉપર આક્ષેપો ન કરવા જોઈએ.
આ રીતે સામાન્ય રીતે બ્રાહ્મણ પરંપરા, સાંખ્ય-યોગ અને બૌદ્ધોમાં પણ અનેક દૃષ્ટિએ વસ્તુવિચાર કરવાની પરંપરા હોવા છતાં પણ એવું તે કયું કારણ છે કે જેથી અનેકાન્તવાદીના રૂપમાં કેવળ જૈનોનો જ ઉલ્લેખ વિશેષપણે થયો છે અને જૈનો જ આ શબ્દ દ્વારા ઓળખાય છે?
એનું ખાસ કારણ આ પ્રમાણે છે - વેદાન્ત પરંપરામાં જે ભેદનો ઉલ્લેખ થયો છે તે ઔપચારિક યા ઉપાધિનિમિત્તક છે. વેદાન્તીઓ ભેદ હોવા છતાં પણ બ્રહ્મને નિર્વિકાર જ કહેવા માગે છે. સાંખ્યના પરિણામવાદમાં તે પરિણામ અવસ્થા યા ધર્મ સુધી જ સીમિત છે, પ્રકૃતિ તો સદા નિત્ય જ બની રહે છે. વળી, સાગના પુરુષને તો પરિણામ બિલકુલ સ્પર્શતો નથી. તે એકાન્ત નિત્ય છે, કૂટસ્થનિત્ય છે. કુમારિક ભેદાભદાત્મક કહીને પણ દ્રવ્યની નિત્યતાને છોડવા માગતા નથી, તે ભલે ને આત્મામાં આ પ્રક્રિયાને લગાવી ગયા છે પરંતુ શબ્દની નિત્યતાના પ્રસંગમાં તો તેમણે એકાન્ત નિત્યતાનું જ સમર્થન કર્યું છે. તેથી અન્ય મતોમાં જે અનેકાન્ત દૃષ્ટિનો ક્યાંક ક્યાંક અવસર આવ્ય ઉલ્લેખ થયો છે તેની પાછળ તાત્ત્વિક નિષ્ઠા