Book Title: Jain Darshan
Author(s): Mahendra Jain, Nagin G Shah
Publisher: 108 Jain Tirthdarshan Bhavan Trust

View full book text
Previous | Next

Page 489
________________ ૪૫ર જૈનદર્શન નથી. પરંતુ જૈન તત્ત્વજ્ઞાનની તો તે આધારશિલા છે અને પ્રત્યેક પદાર્થના સ્વરૂપના વિવેચનમાં તેનો નિરપવાદ ઉપયોગ થયો છે. જેનોએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્નેને એકસરખા વાસ્તવિક માન્યા છે. તેમનું અનિત્યત્વ કેવળ પર્યાય સુધી જ સીમિત નથી પરંતુ પર્યાયથી અભિન્ન દ્રવ્ય પોતે પણ તતૂપે પરિણત થાય છે. પર્યાયોને છોડીને દ્રવ્ય કોઈ ભિન્ન પદાર્થ નથી. “સ્યાદ્વાદ અને અનેકાન્તદષ્ટિનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો' આ વિષયનું નિરૂપણ કરતા અનેક ગ્રન્થો જૈનદર્શનમાં રચાયા છે અને તેની સુનિશ્ચિત વૈજ્ઞાનિક પદ્ધતિ સ્થિર કરવામાં આવી છે, જ્યારે અન્ય મતોમાં તેનો કેવળ સામયિક જ ઉપયોગ થયો છે. અન્ય મતો સાથે જૈન મતનું ગઠબંધન કરવાથી જૈન દષ્ટિનો વિપર્યાસ જ થયો છે અને જૈનદષ્ટિના ખંડનમાં જૈન દૃષ્ટિના સ્વરૂપને અન્ય મતોના સ્વરૂપ સાથે ભેળવીને એક અજબ ગોટાળો ઊભો કરી દેવાયો છે. બૌદ્ધ ગ્રન્થોમાં ભેદાભદાત્મકતાના ખંડનના પ્રસંગે જૈન અને જૈમિનિનો એક સાથે ઉલ્લેખ છે તથા વિપ્ર, નિર્ગુન્થ અને કપિલનો એકસરખો મત ધરાવનારના રૂપમાં નિર્દેશ થયો છે. અભાવ પદાર્થની બાબતમાં જૈન અને જૈમિનિનો દૃષ્ટિકોણ મળતો છે કેમ કે કુમારિલ પણ ભાવાન્તરરૂપ જ અભાવને માને છે. પરંતુ એટલા માત્રથી અનેકાન્તના વારસાનો સાર્વત્રિક નિર્વાહ કરનારાઓમાં તેમનું નામ લખી શકાય નહિ. સાખની પ્રકૃતિ તો એક અને નિત્ય જ સદા રહે છે અને પરિણમન મહત્ આદિ વિકારો સુધી સીમિત છે. એટલે દહીં અને ઊંટમાં એક પ્રકૃતિની દષ્ટિએ ધર્મકીર્તિએ આપેલું અભેદપ્રસંગનું દૂષણ લાગુ પડે છે, પરંતુ આ દૂષણ અનેકદ્રવ્યવાદી જૈનોને લાગુ પડતું નથી. પરંતુ દૂષણ દેનારા આટલો વિવેક તો કરતા નથી, તેઓ તો ગમે તેમ કરીને પરમતને ઉખાડવાની ધૂનમાં ઊંડાણમાં ઊતર્યા વિના ઉપલક દષ્ટિએ જોઈને ફટકા જ મારે છે. તત્ત્વસંગ્રહકાર પણ વિપ્ર, નિર્ગસ્થ અને કપિલો કલ્પનાચિત વિચિત્ર ધર્મ સ્વીકારે છે એમ કહી ત્રણેયને એક સાથે એક જ લાકડીએ ખદેડે છે. પરંતુ નિર્ઝન્થ પરંપરામાં ધર્મોની સ્થિતિ તો સ્વાભાવિક છે, કેવળ તેમનો વ્યવહાર પરાપેક્ષ થાય છે. ઉદાહરણાર્થ, એક જ પુરુષમાં પિતૃત્વ અને પુત્રત્વ ધર્મો સ્વાભાવિક છે, પરંતુ ૧. તે યદુ સૈનનૈમિનીઃ - સર્વાત્મમેવં ચાપોદતિને પ્રમાણવાર્તિકસ્વવૃત્તિટીકા,પૃ. ૧૪૩ કે નીમતિરાવ: પ્રોવિપ્રતિચાલૈિ. I તત્ત્વસંગ્રહ, શ્લોક ૧૭૭૬.

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528