________________
૪૫૪
જૈનદર્શન છે તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ ઉભયાત્મક હોય છે, એમાં વિરોધને કોઈ અવકાશ નથી. જો એક જ દૃષ્ટિએ બે વિરોધી ધર્મો માનવામાં આવે તો વિરોધ થાય. - જ્યારે બન્ને ધર્મોની પોતપોતાના દૃષ્ટિકોણોથી સર્વથા નિશ્ચિત પ્રતીતિ થાય છે ત્યારે સંશય કેવી રીતે કહી શકાય? સંશયનો આકાર તો “વસ્તુ છે કે નહિ?' એવો હોય છે પરંતુ સ્યાદ્વાદમાં તો દઢ નિશ્ચય થાય છે કે “વસ્તુ સ્વરૂપથી છે જ, પરરૂપથી નથી જ. સમગ્ર વસ્તુ ઉભયાત્મક જ છે. ચલિત યા દોલાયમાન પ્રતીતિને સંશય કહે છે, દઢ નિશ્ચયમાં તેની સંભાવના ન કરી શકાય.
સંકર દૂષણ તો ત્યારે થાય જ્યારે જે દૃષ્ટિકોણથી સ્થિતિ માનવામાં આવતી હોય તે જ દૃષ્ટિકોણથી ઉત્પાદ અને વ્યયને પણ માનવામાં આવતા હોય. સ્યાદ્વાદમાં તો બન્નેની અપેક્ષાઓ જુદી જુદી છે. વસ્તુમાં બે ધર્મોની તો વાત જ ક્યાં છે, તેમાં તો અનન્ત ધર્મોનો સંકર થઈ રહ્યો છે કેમ કે ધર્મોના જુદા જુદા પ્રદેશો નથી, એક જ અખંડ વસ્તુ બધા ધર્મોનો અવિભક્ત આક્રેડિત આધાર છે. બધા ધર્મોની એક દષ્ટિએ યુગપત પ્રાપ્તિ થતી હોય તો સંકર દૂષણ આવે પરંતુ અહીં તો અપેક્ષાભેદ, દૃષ્ટિભેદ અને વિવેક્ષાભેદ સુનિશ્ચિત છે.
વ્યતિકર પરસ્પર વિષયગમનથી થાય છે. અર્થાત જેવી રીતે વસ્તુ દ્રવ્યની દૃષ્ટિએ નિત્ય છે તેવી જ રીતે તેને પર્યાયની દૃષ્ટિએ પણ નિત્ય માની લેવી કે જેવી રીતે તે પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે તેવી જ રીતે તેને દ્રવ્યની દૃષ્ટિએ પણ અનિત્ય માની લેવી. પરંતુ જ્યારે અપેક્ષાઓ નિશ્ચિત છે તેમ જ ધર્મોમાં ભેદ છે ત્યારે આ પ્રકારે પરસ્પર વિષયગમનનો પ્રશ્ન જ નથી. અખંડ ધર્મીની દષ્ટિએ તો સંકર અને વ્યતિકર દૂષણ નહિ, ભૂષણ છે.
એ કારણે વૈયધિકરણ્યની વાત પણ નથી કેમ કે બધા ધર્મો એક જ આધારમાં પ્રતીત થાય છે. તેઓ એક આધારમાં હોવાથી એક નથી થઈ જતા કેમ કે એક જ આકાપ્રદેશરૂપ આધારમાં જીવ, પુદ્ગલ આદિ છયે દ્રવ્યોની સત્તા મળે છે, પરંતુ તે બધાં એક નથી.
ધર્મમાં અન્ય ધર્મો નથી માનતા, તેથી અનવસ્થાની આપત્તિ પણ વ્યર્થ છે. વસ્તુ ત્રયાત્મક છે, નહિ કે ઉત્પાદ ત્રયાત્મક યા વ્યય ત્રયાત્મક યા સ્થિતિ ત્રયાત્મક. જો ધર્મમાં ધર્મ રહેતા હોય તો અનવસ્થા થાય.
આ રીતે ધર્મોને એકરૂપ માનવાથી એકાન્તત્વની આપત્તિ ઊભી ન થવી જોઈએ કેમ કે વસ્તુ અનેકાન્તરૂપ છે, અને સમ્યફ એકાન્તનો અનેકાન્ત સાથે કોઈ