________________
૪૩૨
જૈનદર્શન આપ્યા છે જેઓ ત્રિકાલવર્તી દ્રવ્યનો સ્વીકાર કરતા હતા. તેમનામાં ભદન્ત ધર્મત્રાત ભાવાન્યથાવાદી હતા. તે દ્રવ્યમાં પરિણામ માનતા ન હતા પરંતુ તેના બદલે ભાવમાં પરિણામ માનતા હતા. જેમ પરિણામ તો કટક, કંડલ, કેયૂર આદિ અવસ્થાઓમાં થાય છે પણ દ્રવ્યસ્થાનીય સુવર્ણમાં થતો નથી તેમ ધર્મોમાં અન્યથાત થાય છે દ્રવ્યમાં અન્યથાત થતું નથી. ધર્મ જ અનાગતપણાને છોડી વર્તમાન બને છે અને વર્તમાનને છોડીને અતીતના ગધ્વરમાં ચાલ્યો જાય છે. - ભદન્ત ઘોષક લક્ષણા થાત્વવાદી હતા. એક જ ધર્મ અતીત આદિ લક્ષણોથી યુક્ત થઈને અતીત, અનાગત અને વર્તમાન કહેવાય છે.
ભદન્ત વસુમિત્ર અવસ્થા થાવાદી હતા. ધર્મ અતીતાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પામીને અતીતાદિ કહેવાય છે, દ્રવ્ય તો ત્રિકાલાનુયાયી રહે છે. જેમ એક માટીની ગોળી ભિન્ન ભિન્ન અનેક ગોળીઓના ઢગલામાં પડીને અનેક સંખ્યાવાળી બની જાય છે તેમ ધર્મ અતીતાદિ વ્યવહારને પામે છે, દ્રવ્ય તો એક જ રહે છે.
બુદ્ધદેવ અન્યથા થિક હતા. ધર્મ પૂર્વાપરની અપેક્ષાએ અન્ય અન્ય કહેવાય છે, જેમ કે એક જ સ્ત્રી માતા પણ છે અને પુત્રી પણ છે. જેને પૂર્વ જ છે પણ અપર નથી તે અનાગત કહેવાય છે. જેને પૂર્વ પણ છે અને અપર પણ છે તે વર્તમાન કહેવાય છે. અને જેને અપર જ છે પણ પૂર્વ નથી તે અતીત કહેવાય છે.
આ ચારેય અસ્તિત્વવાદી કહેવાતા હતા. તેમના મતોનું વિસ્તૃત વિવરણ મળતું નથી. એટલે એ જાણી શકાતું નથી કે તેઓ ધર્મ અને અવસ્થા સાથે દ્રવ્યનું તાદાભ્ય માનતા હતા કે અન્ય કોઈ સંબંધ માનતા હતા. તેમ છતાં પણ એટલું તો જાણવા મળે છે કે આ વાદીઓ અનુભવતા હતા કે સર્વથા ક્ષણિકવાદમાં લોક-પરલોક, કર્મ-ફલવ્યવસ્થા આદિ ઘટી શકતા નથી, તેથી કોઈ ને કોઈ રૂપમાં ધ્રૌવ્ય યા દ્રવ્યને માન્યા વિના કોઈ છૂટકારો નથી.
શાન્તરક્ષિત ખુદ પરલોકપરીક્ષામાં ચાર્વાકનું ખંડન કરતી વખતે જ્ઞાનાદિસત્તતિને અનાદિ-અનન્ત સ્વીકારીને જ પરલોકની વ્યાખ્યા કરે છે. જ્ઞાનાદિસત્તતિનું અનાદિ-અનન્ત હોવું એ જ તો દ્રવ્યતા યા ધ્રૌવ્ય છે, જે અતીતના સંસ્કારોને ઝીલતું १. उपादानतदादेयभूतज्ञानादिसन्ततेः ।।
काचिन्नियतमर्यादावस्थैव परिकीर्त्यते ।। તસ્યાશાનીનન્તીયા : પૂર્વ તિ | તત્ત્વસંગ્રહ શ્લોક ૧૮૭૨-૭૩.