________________
જૈનદર્શન
૪૩૦
માની લેતા ? તેથી જેવી રીતે હેતુમાં વિપક્ષાસત્ત્વ સપક્ષસત્ત્વથી જુદું રૂપ છે તેવી જ રીતે પ્રત્યેક વસ્તુમાં સ્વરૂપાસ્તિત્વથી પરરૂપનાસ્તિત્વ જુદું જ સ્વરૂપ છે. અન્વયજ્ઞાન અને વ્યતિરેકજ્ઞાનરૂપ પ્રયોજનો અને કાર્યો પણ તેમનાં જુદાં જ છે. જો રૂપસ્વલક્ષણ પોતાના ઉત્તર રૂપસ્વલક્ષણનું ઉપાદાન બનતું હોય અને ઉત્તર રસક્ષણનું નિમિત્ત તો તે રૂપસ્વલક્ષણમાં બે વિભિન્ન ધર્મો થયા કે નહિ ? જો રૂપમાં એક જ સ્વભાવથી ઉપાદાન અને નિમિત્તત્વની વ્યવસ્થા તમે બૌદ્ધો કરતા હો તો એક જ સ્વભાવ દ્વિરૂપ થયો કે નહિ ? તમે બૌદ્ધો જ કહો, તેણે બે કાર્યો કર્યાં કે નહિ ? તો જે રીતે એક જ સ્વભાવ રૂપની દૃષ્ટિએ ઉપાદાન છે અને રસની દૃષ્ટિએ નિમિત્ત તેવી જ રીતે વિભિન્ન અપેક્ષાએ એક જ વસ્તુમાં અનેક ધર્મો માનવામાં તમે બૌદ્ધો વિરોધનો આટલો બધો ઉધમાત કેમ મચાવો છો ?
બૌદ્ધો કહે છે કે ‘દષ્ટ પદાર્થના અખિલ ગુણો દૃષ્ટ થઈ જાય છે, પરંતુ ભ્રાન્તિના લીધે તેમનો નિશ્ચય થતો નથી, તેથી અનુમાનની પ્રવૃત્તિ થાય છે.’ અહીં પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પથી નીલસ્વલક્ષણના નીલાશનો નિશ્ચય થાય છે ત્યારે નીલસ્વલક્ષણના ક્ષણિકત્વનો તેમજ તેની સ્વર્ગપ્રાપણશક્તિ આદિનો નિશ્ચય થતો નથી એટલે તેમનો નિશ્ચય કરવા અનુમાન કરવું પડે છે, આમ એક જ નીલસ્વલક્ષણમાં અપેક્ષાભેદે નિશ્ચિતત્વ અને અનિશ્ચિતત્વ એ બે ધર્મ તો તમારે બૌદ્ધોએ માનવા જ પડે. પદાર્થમાં અનેક ધર્મો યા ગુણો માનવામાં વિરોધને કોઈ સ્થાન નથી, તેઓ તો પ્રતીત છે. વસ્તુમાં સર્વથા ભેદ સ્વીકારનારા બૌદ્ધોને ત્યાં પરરૂપથી નાસ્તિત્વ માન્યા વિના સ્વરૂપની પ્રતિનિયત વ્યવસ્થા જ ઘટી શકતી નથી. દાનક્ષણનું દાનત્વ પ્રતીત થવા છતાં પણ દાનક્ષણની સ્વર્ગદાનશક્તિનો નિશ્ચય થતો નથી. આવી પરિસ્થિતિમાં દાનક્ષણમાં નિશ્ચિતતા અને અનિશ્ચિતતા બંને ધર્મો માનવા જ પડે. એક રૂપસ્વલક્ષણ અનાદિકાળથી લઈને અનન્તકાળ સુધી પ્રતિક્ષણ પરિવર્તિત થતું હોવા છતાં પણ ક્યારેય સર્વથા નાશ પામતું નથી, તેનો સમૂલ ઉચ્છેદ થતો નથી, ન તો તે સજાતીય રૂપાન્તર બને છે કે ન તો તે વિજાતીય રસાદિ. તેની આ જે અનાદ્યનન્ત અસંકર સ્થિતિ છે તેનું નિયામક શું છે ? વસ્તુ વિપરિવર્તન પામતી રહેતી હોવા છતાં પણ તેનો ઉચ્છેદ ન થવો એનું નામ જ ધ્રૌવ્ય છે જેના કારણે વિવક્ષિત ક્ષણ ક્ષણાન્તર બની જતી નથી કે ન તો તે સર્વથા ઉચ્છિન્ન થાય છે. તેથી જ્યારે રૂપસ્વલક્ષણ રૂપસ્વલક્ષણ જ છે, રસાદિ નથી, રૂપસ્વલક્ષણ
૧. તસ્માત્ દૃષ્ટભ્ય માવસ્ય તૃષ્ટ વાહિતો મુળઃ ।
પ્રાન્તર્નિશીયતે નેતિ સાધન સંપ્રવર્તતે ॥ પ્રમાણવાર્તિક, ૩.૪૪