________________
૪૪૮
જૈનદર્શન શ્રીવલ્લભાચાર્ય અને સ્યાદ્વાદ
શ્રીવલ્લભાચાર્ય પણ દિગમ્બર સિદ્ધાન્તમાં પ્રાચીન પરંપરા અનુસાર વિરોધ દૂષણ જ રજૂ કરે છે. તે કહેવા માગે છે કે “વસ્તુતઃ વિરુદ્ધધર્માન્તરત્વ બ્રહ્મમાં જ પ્રમાણસિદ્ધ હોઈ શકે છે.” “ચાત્' શબ્દનો અર્થ તેમણે “અભીષ્ટ' કર્યો છે. આશ્ચર્ય તો એ છે કે બ્રહ્મને નિર્વિકાર માનીને પણ તે તેમાં ઉભયરૂપતા વાસ્તવિક માનવા ઇચ્છે છે અને જે સ્યાદ્વાદમાં વિરુદ્ધ ધર્મોની વસ્તુતઃ સાપેક્ષ સ્થિતિ ઘટે છે તેમાં વિરોધ દૂષણ લગાવે છે. બ્રહ્મને અવિકારી કહીને પણ તે બ્રહ્મનું જગતરૂપે પરિણમન સ્વીકારે છે. કટક, કુંડલ આદિ આકારોમાં પરિણત થવા છતાં પણ સુવર્ણને અવિકારી માનવું એ તેમની પ્રમાણપદ્ધતિમાં છે. ભલા, સુવર્ણ જયારે પર્યાયોને ધારણ કરે છે ત્યારે તે અવિકારી કેવી રીતે રહી શકે? પૂર્વ રૂપનો ત્યાગ કર્યા વિના ઉત્તરનું ઉપાદાન સુવર્ણ કેવી રીતે થઈ શકે ? “બ્રહ્મને જ્યારે રમણ કરવાની ઇચ્છા થાય છે ત્યારે તે પોતાના આનન્દ આદિ ગુણોનો તિરોભાવ કરીને જીવાદરૂપે પરિણત થાય છે. આ આવિર્ભાવ અને તિરોભાવ પણ પૂર્વરૂપના ત્યાગ અને ઉત્તરરૂપના ઉપાદાનનું જ વિવેચન છે. તેથી વલ્લભાચાર્યે સ્યાદ્વાદને દોષ દેવા પણ અનુચિત છે.
શ્રીનિમ્બાર્કાચાર્ય અને અનેકાન્તવાદ
બ્રહ્મસૂત્રના ભાષ્યકારોમાં નિમ્બાર્કાચાર્ય સ્વભાવતઃ ભેદભેદવાદી છે. તે સ્વરૂપથી ચિત્, અચિત્ અને બ્રહ્મપદાર્થમાં દૈતકૃતિઓના આધારે ભેદ માને છે. પરંતુ ચિત્ અને અચિની સ્થિતિ અને પ્રવૃત્તિ બ્રહ્માધીન જ હોવાથી તે બન્ને બ્રહ્મથી અભિન્ન છે. જેમ પત્ર, પુષ્પ વગેરે સ્વરૂપથી ભિન્ન હોવા છતાં પણ વૃક્ષથી પૃથફ પ્રવૃત્તિ વગેરે કરતાં નથી, તેથી તેઓ વૃક્ષથી અભિન્ન છે તેમ જગત અને બ્રહ્મનો ભેદભેદ સ્વાભાવિક છે, આ જ શ્રુતિ, સ્મૃતિ અને સૂત્રથી સમર્થિત છે. આ રીતે નિમ્બાર્કાચાર્ય સ્વાભાવિક ભેદભેદવાદી હોવા છતાં પણ જૈનોના અનેકાન્તમાં સત્ત્વ અને અસત્ત્વ બે ધર્મોને વિરોધદોષને ભયે માનવા ઇચ્છતા નથી એ મોટા આશ્ચર્યની વાત છે ! જ્યારે તેમના ભાષ્યના ટીકાકાર १. ते हि अन्तर्निष्ठा: प्रपञ्चे उदासीना: सप्तविभक्ती: परेच्छया वदन्ति । स्याच्छब्दोऽ
મીણવન: ...તદિલ્થનાસભ્ભવાતું ગયુમ્ ! અણુભાષ્ય, ૨.૨.૩. २. जैना वस्तुमात्रम् अस्तित्वनास्तित्वादिना विरुद्धधर्मद्वयं योजयन्ति, तद् नोपपद्यते,
एकस्मिन् वस्तुनि सत्त्वासत्त्वादेविरुद्धधर्मस्य छायातपवत् युगपदसंभवात् । બ્રહ્મસૂત્રનિમ્બાર્કભાષ્ય, ૨.૨.૩૩.