________________
૪૦૨
જૈનદર્શન ભિન્ન સામાન્ય અને વિશેષમાં શબ્દની પ્રવૃત્તિ થતી નથી અને તેમનાથી કોઈ અર્થક્રિયા પણ થઈ શકતી જ નથી.
સકલાદેશ-વિકલાદેશ લઘયઢયમાં સકલાદેશ અને વિકલાદેશના અંગે લખ્યું છે કે –
उपयोगौ श्रुतस्य द्वौ स्याद्वादनयसंज्ञितौ ।
स्याद्वादः सकलादेशो नयो विकलसंकथा ॥३२॥ અર્થાત, શ્રુતજ્ઞાનના બે ઉપયોગો છે - એક સ્યાદ્વાદ અને બીજો નય. સ્યાદ્વાદ સકલાદેશરૂપ હોય છે અને નય વિકલાદેશરૂપ, સકલાદેશને પ્રમાણ અને વિકલાદેશને નય કહે છે. આ સાતેય ભંગ જ્યારે સકલાદેશી હોય છે ત્યારે તેઓ પ્રમાણ કહેવાય છે અને જ્યારે વિકલાદેશી હોય છે ત્યારે તેઓ નય કહેવાય છે.
આ રીતે સપ્તભંગી પણ પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી એમ બે રૂપમાં વિભાજિત થઈ જાય છે. એક ધર્મ દ્વારા સમગ્ર વસ્તુને અખંડપણે ગ્રહણ કરનાર સકલાદેશ છે તથા તે જ ધર્મને પ્રધાન અને શેષ ધર્મોને ગૌણ બનાવનાર વિકલાદેશ છે. સ્યાદ્વાદ અનેકાન્તાત્મક અર્થને (વસ્તુને) ગ્રહણ કરે છે, જેમ કે “જીવ’ કહેતાં જ્ઞાન, દર્શન આદિ અસાધારણ ગુણોવાળા, સત્ત્વ, પ્રમેયત્વ આદિ સાધારણ સ્વભાવવાળા તથા અમૂર્તત્વ, અસંખ્યપ્રદેશિત્વ આદિ સાધારણાસાધારણધમશાલી જીવનું સમગ્રભાવે ગ્રહણ થઈ જાય છે. આમાં બધા ધર્મો સમાનભાવે ગૃહીત થાય છે. એટલે ગૌણમુખ્યવ્યવસ્થા અન્તર્લીન બની જાય છે.
વિકલાદેશી નય એક ધર્મનું મુખ્યપણે કથન કરે છે, જેમ કે “ જીવ’ કહેતાં જીવના જ્ઞાનગુણનો મુખ્યપણે બોધ થાય છે, બાકીના ધર્મોનો ગૌણરૂપે તેના ગર્ભમાં પ્રતિભાસ થાય છે. વિકલ એટલે એક ધર્મનું મુખ્યપણે જ્ઞાન કરાવતું હોવાના કારણે જ આ વાક્ય વિકલાદેશ યા નય કહેવાય છે. વિકલાદેશી વાક્યમાં પણ “સ્માત” પદનો પ્રયોગ થાય છે જે બાકીના ધર્મોની ગૌણતા અર્થાત્ તેમનું અસ્તિત્વમાત્ર સૂચવે છે. તેથી ‘સ્યાસ્પદલાંછિત નય સમ્યફ નય કહેવાય છે. સકલાદેશમાં ધર્માવાચક શબ્દની સાથે એવકાર લાગેલો હોય છે, જેમ કે “સાત્ જીવ એવ', તેથી એવ' આ ધર્મીનો અખંડભાવે બોધ કરાવે છે, વિકલાદેશમાં ‘સ્યાત અસ્તિ એવ જીવ’ આ રીતે ધર્મવાચક શબ્દની સાથે એવકાર લાગેલો હોય છે જે અસ્તિત્વ ધર્મનું મુખ્યપણે જ્ઞાન કરાવે છે.