________________
૪૨૬
જૈનદર્શન પરંતુ બૌદ્ધો પોતે જ આટલો તો સ્વીકાર કરે છે કે “વસ્તુ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા તેની આ ધારાનો ક્યારેય વિચ્છેદ થતો નથી. એ કહી શકાતું નથી કે તે ધારા ક્યારથી શરૂ થઈ તેમજ એ પણ દર્શાવી શકાતું નથી કે તે
ક્યાં સુધી ચાલશે. પ્રથમ ક્ષણ નાશ પામીને પોતાનો પૂરેપૂરો ઉત્તરાધિકાર દ્વિતીય ક્ષણને સોંપી દે છે અને બીજી ક્ષણ ત્રીજી ક્ષણને. આ રીતે આ ક્ષણસત્તતિ અનન્તકાલ સુધી ચાલ્યા કરે છે. એ પણ સિદ્ધ છે કે વિવક્ષિત ક્ષણ પોતાના સજાતીય ક્ષણનું જ ઉપાદાન બને છે, ક્યારેય પણ ઉપાદાનસાંકર્ય થતું નથી.” અમે બૌદ્ધોને પૂછીએ છીએ કે આખરે આ અનન્તકાલ સુધી ચાલનારી ઉપાદાનની અસંકરતાનું નિયામક શું છે? શા માટે તેનો વિચ્છેદ થતો નથી અને વિજાતીય ક્ષણનું તે ઉપાદાન કેમ નથી બનતી ? ધ્રૌવ્ય આ જ અસંકરતા અને અવિચ્છિન્નતાનું નામ છે. તેના કારણે કોઈ પણ મૌલિક તત્ત્વ પોતાની મૌલિકતા ખોતું નથી. તેનો ઉત્પાદ અને વ્યયની સાથે શો વિરોધ છે? ઉત્પાદ અને વ્યયને પોતાની નિરન્તર પરંપરામાં ચાલુ રાખવા માટે અને અનન્ત કાળ સુધી તેમની શૃંખલા ટકાવી રાખવા માટે પ્રૌવ્યને માનવું નિતાન્ત આવશ્યક છે. અન્યથા સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, લેવડ-દેવડ, બન્ધ-મોક્ષ, ગુરુશિષ્યાદિ વ્યવહારોનો ઉચ્છેદ થઈ જાય. આજે વિજ્ઞાન પણ આ મૂળ સિદ્ધાન્ત ઉપર સ્થિર છે કે “કોઈ નવા સત્નો ઉત્પાદ થતો નથી અને વિદ્યમાન સત્નો સર્વથા ઉચ્છેદ થતો નથી, પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. આમાં તત્ત્વની જે મૌલિક સ્થિતિ છે તેને જ પ્રૌવ્ય કહે છે. બૌદ્ધ દર્શનમાં સત્તાન' શબ્દ કંઈક આ જ અર્થમાં પ્રયુક્ત થયો હોવા છતાં તે પોતાની સત્યતા ખોઈ બેઠો છે, અને તેને પંક્તિ અને સેનાની જેમ મૃષા કહેવાનો પણ પ્રબળ બની ગયો છે. પંક્તિ અને સેના અનેક સ્વતન્ત્ર સિદ્ધ મૌલિક દ્રવ્યોમાં સંક્ષિપ્ત વ્યવહાર માટે કલ્પિત બુદ્ધિગત સ્કરણ છે, જે તેમને જ પ્રતીત થાય છે જેમણે સકેતને ગ્રહણ કર્યો છે, પરંતુ પ્રૌવ્ય યા દ્રવ્યની મૌલિકતા બુદ્ધિકલ્પિત નથી પરંતુ ક્ષણની જેમ નક્કર સત્ય છે જે તેની અનાદિ-અનન્ત અસંકર સ્થિતિને પ્રવાહમાન રાખે છે.
જ્યારે વસ્તુનું સ્વરૂપ જ આ રીતે ત્રયાત્મક છે ત્યારે તે પ્રતીયમાન સ્વરૂપમાં વિરોધ કેવો? હા, જે દષ્ટિએ ઉત્પાદ અને વ્યય કહેવાય છે તે જ દૃષ્ટિએ જો ધ્રૌવ્ય કહેવાયું હોત તો વિરોધ અવશ્ય આવતા, પરંતુ ઉત્પાદ અને વ્યય તો પર્યાયની દષ્ટિએ છે
જ્યારે ધ્રૌવ્ય તો તે દ્રવણશીલ મૌલિત્વની અપેક્ષાએ છે જે અનાદિથી અનન્ત કાળ સુધી પોતાના પર્યાયોમાં વહેતું રહે છે. કોઈ પણ દાર્શનિક કેવી રીતે આ નક્કર સત્યનો ઇનકાર કરી શકે ? તેના વિના તો વિચારનો કોઈ આધાર જ રહેતો નથી.
૧. માવસ્ય સ્થિ બાસો ત્યિ અમાવસ વેવ ૩Mાવો III પંચાસ્તિકાય.