________________
૪૨૪
જૈનદર્શન
શકે ? બીજા શ્લોકમાં જે વિશેષતાનો નિર્દેશ કરીને સમાધાન કરવામાં આવ્યું છે તે વિશેષતા તો પ્રત્યેક પદાર્થમાં સ્વભાવભૂત મનાય જ છે. તેથી સ્વાસ્તિત્વ અને પરનાસ્તિત્વની આટલી સ્પષ્ટ ઘોષણા હોવા છતાં પણ સ્વભિન્ન પરપદાર્થમાં પ્રવૃત્તિની વાત કહેવી એ જ વસ્તુતઃ અલ્ટ્રીકતા છે.
ઉભયાત્મક અર્થાત્ દ્રવ્યપર્યાયાત્મક માનીને દ્રવ્ય એટલે કે પુદ્ગલદ્રવ્યની દૃષ્ટિએ દહીં અને ઊંટના શરીરને એક માનીને દહીં ખાવાને બદલે ઊંટને ખાવાનું દૂષણ દેવું ઉચિત નથી કેમકે પ્રત્યેક પરમાણુ સ્વતન્ત્ર પુદ્ગલદ્રવ્ય છે, અનેક પરમાણુઓ મળીને સ્કન્ધના રૂપમાં દહીં કહેવાય છે. અને તેમનાથી ભિન્ન અનેક પરમાણુઓના સ્કન્ધનું શરીર બન્યું હોય છે. અનેક ભિન્નસત્તાક પરમાણુ દ્રવ્યોમાં પુદ્ગલરૂપે જે એકતા છે તે સાદશ્યમૂલક એકતા છે, વાસ્તવિક એકતા નથી. તે પરમાણુ દ્રવ્યો એકજાતીય છે, એકસત્તાક નથી. આવી પરિસ્થિતિમાં દહીં અને ઊંટના શરીરમાં એકતાની આપત્તિ આપી ઠેકડી ઉડાવવી એ શોભા આપનારી વાત નથી. જે પરમાણુઓથી દહીંસ્કન્ધ બન્યો છે તેમનામાં પણ, વિચાર કરીને જોઈશું તો, સાઠેશ્યમૂલક જ એકત્વારોપ થઈ રહ્યો છે, વસ્તુતઃ એકત્વ તો એક દ્રવ્યમા જ છે. આવી પરિસ્થિતિમાં દહીં અને ઊંટમા એકત્વનું ભાન કયા સ્વસ્થ પુરુષને થાય ?
જો કહેવામાં આવે કે ‘જે પરમાણુઓથી દહીં બન્યું છે તે પરમાણુઓ ક્યારેક તો ઊંટના શરીરમાં પણ રહ્યા હશે અને ઊંટના શરીરના પરમાણુઓ દહીં પણ બન્યા હશે, અને આગળ ભવિષ્યમાં પણ દહીંના પરમાણુઓ ઊંટના શરીરરૂપ બની શકવાની યોગ્યતા ધરાવે છે, આ દૃષ્ટિએ દહીં અને ઊંટનું શરીર અભિન્ન હોઈ શકે છે.' તો તેમ કહેવું પણ બરાબર નથી કેમ કે દ્રવ્યના અતીત અને અનાગત પર્યાયો જુદા હોય છે, વ્યવહાર તો વર્તમાન પર્યાય અનુસાર ચાલે છે. ખાવાના ઉપયોગમાં દહીંપર્યાય આવે છે અને સવારી કરવાના ઉપયોગમાં ઊંટપર્યાય આવે છે. વળી, શબ્દોના વાચ્યો પણ જુદાં જુદાં છે. ‘દહીં’ શબ્દનો પ્રયોગ દહીં પર્યાયવાળા દ્રવ્યને વિષય કરે છે, નહિ કે ઊંટ પર્યાયવાળા દ્રવ્યને. પ્રતિનિયત શબ્દ પ્રતિનિયત પર્યાયવાળા દ્રવ્યનું કથન કરે છે. જો અતીત પર્યાયની સંભાવનાથી દહીં અને ઊંટમાં એકત્વ લવાતું હોય તો સુગત પોતાના પૂર્વજન્મમાં મૃગ થયા હતા અને તે જ મૃગ મરીને સુગત બન્યો છે, એટલે એક સન્નાનની દૃષ્ટિએ એકત્વ છે છતાં પણ જેમ સુગત પૂજ્ય જ છે અને મૃગ ખાદ્ય મનાય છે તેવી જ રીતે દહીં અને ઊંટમાં ખાદ્ય-અખાદ્યની વ્યવસ્થા છે. આપ મૃગ અને સુગતમાં