________________
૪૨૨
જૈનદર્શન આ જ કારણે આ સ્યાદ્વાદ) વ્યવહાર તથા પરમાર્થની વચ્ચોવચ તત્ત્વવિચારને કેટલીક ક્ષણો માટે વિન્નર્ભ તથા વિરામ દેનારા વિરામગૃહથી વધુ મહત્ત્વ ધરાવતો નથી.” ઉપાધ્યાયજી, આપ ઇચ્છો છો કે પ્રત્યેક દર્શને પેલા કાલ્પનિક અભેદ સુધી પહોંચવું જોઈએ. પરંતુ સ્યાદ્વાદ જ્યારે વસ્તુનો વિચાર કરી રહ્યો છે ત્યારે તે પરમાર્થસત્ વસ્તુની સીમાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? બ્રહ્મકવાદ કેવળ યુક્તિવિરુદ્ધ જ નથી પરંતુ આજના વિજ્ઞાનથી તેના એકીકરણનું કોઈ વાસ્તવિક મૂલ્ય સિદ્ધ થતું નથી. વિજ્ઞાને તો એટમનું (અણનું) પણ વિશ્લેષણ કર્યું છે અને પ્રત્યેક પરમાણુની પોતાની મૌલિક અને સ્વતંત્ર સત્તા સ્વીકારી છે. તેથી જો સ્યાદ્વાદ વસ્તુને અનેકાન્તાત્મક સીમા પર પહોંચાડીને બુદ્ધિને વિરામ આપતો હોય તો એ તેનું ભુષણ જ છે, દૂષણ નથી. દિમાગી અભેદથી વાસ્તવિક સ્થિતિની ઉપેક્ષા કરવી એ તો કેવળ મનોરંજન જ છે, તેનાથી અધિક બીજું કંઈ નથી.
ડો. દેવરાજજીએ પોતાના ગ્રન્થ “પૂર્વી ગૌર શ્ચિમી ટર્શનમાં (પૃ. ૬૫) સ્વાત’ શબ્દનો અનુવાદ “કદાચિત’ કર્યો છે. તે અનુવાદ પણ ભ્રમપૂર્ણ છે. કદાચિત’ શબ્દ કાલાપેક્ષ છે. તેનો સીધો અર્થ છે - કોઈક વખત, અને પ્રચલિત અર્થમાં “કદાચિત” શબ્દ એક રીતે સંશય તરફ જ ઝૂકે છે. વસ્તુમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મ એક જ કાળે રહે છે, નહિ કે ભિન્ન કાળે. કદાચિત અસ્તિ અને કદાચિત્ નાસ્તિ નથી પરંતુ સહ અર્થાત એક સાથે અસ્તિ અને નાસ્તિ છે.
સ્માતનો સાચો અને સટીક અર્થ છે “કથંચિત' અર્થાત એક નિશ્ચિત પ્રકારે અર્થાત અમુક નિશ્ચિત દૃષ્ટિકોણથી વસ્તુ “અસ્તિ’ છે અને તે જ સમયે દ્વિતીય નિશ્ચિત દષ્ટિકોણથી “નાસ્તિ છે. તેમનામાં કાળભેદ નથી. અપેક્ષાપ્રયુક્ત નિશ્ચયવાદ જ સ્યાદ્વાદનો અભ્રાન્ત વાચ્યાર્થ છે.
શ્રી હનુમન્તરાવ એમ.એ.એ પોતાના 'Jain Instrumental Theory of Knowledge' નામના લેખમાં લખ્યું છે કે સ્યાદ્વાદ સરળ સમજાવટનો માર્ગ રજૂ કરે છે, તે પૂર્ણ સત્ય સુધી લઈ જતો નથી' ઇત્યાદિ. આ બધા એક જ જાતના વિચારો છે, જે સ્યાદ્વાદના સ્વરૂપને ન સમજવાનું યા વસ્તુસ્થિતિની ઉપેક્ષા કરવાનું પરિણામ છે. વસ્તુ તો પોતાના સ્થાને પોતાના વિરાટ રૂપમાં પ્રતિષ્ઠિત છે, તેમાં અનન્ત ધર્મો, જે આપણને પરસ્પરવિરોધી જણાય છે તે, અવિરુદ્ધભાવે વિદ્યમાન છે. પરંતુ આપણી પોતાની દષ્ટિમાં જ વિરોધ હોવાથી આપણે વસ્તુની યથાર્થ સ્થિતિને સમજી શકતા નથી.