________________
૪૨૧
સ્યાદ્વાદ અને સપ્તભંગી સર રાધાકૃષ્ણના મતની મીમાંસા
ડૉ. સર સર્વપલ્લી રાધાકૃષ્ણને ઇન્ડિયન ફિલોસફીમાં (ભાગ ૧ પૃષ્ઠ ૩૦૫૬) સ્યાદ્વાદ ઉપર પોતાના વિચારો પ્રકટ કરતાં લખ્યું છે કે “એમાં આપણને કેવળ આપેક્ષિક અથવા અર્ધસત્યનું જ જ્ઞાન થઈ શકે છે. સ્યાદ્વાદ દ્વારા આપણે પૂર્ણ સત્યને જાણી શકતા નથી. બીજા શબ્દોમાં સાદ્વાદ આપણને અર્ધસત્યોની નજીક લાવીને પટકી દે છે, અને એ જ અર્ધસત્યોને પૂર્ણ સત્ય માની લેવાની પ્રેરણા દે છે. પરંતુ કેવળ નિશ્ચિત અનિશ્ચિત અર્ધસત્યોને ભેગાં કરી એક સાથે મૂકી દેવાથી પૂર્ણ સત્ય બન્યું ન કહેવાય' ઇત્યાદિ. શું સર રાધાકૃષ્ણન્ એ બતાવવાની કૃપા કરશે કે સ્યાદ્વાદે નિશ્ચિત અનિશ્ચિત અર્ધસત્યોને પૂર્ણ સત્ય માની લેવાની પ્રેરણા કેવી રીતે દીધી છે ? હા, તે વેદાન્તની જેમ ચેતન અને અચેતનના કાલ્પનિક અભેદની દિમાગી દોડમાં અવશ્ય સામેલ થયો નથી અને ન તો તે એવા સિદ્ધાન્તનો સમન્વય કરવાની સલાહ દે છે જેમાં વસ્તુસ્થિતિની ઉપેક્ષા કરવામાં આવી હોય. સર રાધાકૃષ્ણનને તો પૂર્ણ સત્યના રૂપમાં તે કાલ્પનિક અભેદ યા બ્રહ્મ ઈષ્ટ છે જેમાં ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત બધું જ કાલ્પનિક રીતે સમાઈ જાય છે. તેઓ સ્યાદ્વાદની સમન્વય દૃષ્ટિને અર્ધસત્યોની પાસે લાવીને પટકી દેનારી સમજે છે, પરંતુ જ્યારે પ્રત્યેક વસ્તુ સ્વરૂપત અનધર્માત્મક છે ત્યારે તે વાસ્તવિક નિષ્કર્ષ પર પહોંચવું એને અર્ધસત્ય કેવી રીતે કહી શકાય ? હા, સ્યાદ્વાદ પેલા પ્રમાણવિરોધી કાલ્પનિક અભેદની ભણી વસ્તુસ્થિતિમૂલક દષ્ટિથી નથી જઈ શકતો. એમ તો પરમસંગ્રહનયની દૃષ્ટિએ એક ચરમ અભેદની કલ્પના જૈનદર્શનકારોએ પણ કરી છે જેમાં સદૂરૂપે સર્વ ચેતન અચેતન સમાઈ જાય છે – સર્વને સવિશેષાત - બધું એક છે, સદ્દરૂપે ચેતન અચેતનમાં કોઈ ભેદ નથી. પરંતુ છેવટે તો આ એક કલ્પના જ છે, કેમ કે એવું કોઈ વસ્તુસતું નથી જે પ્રત્યેક મૌલિક દ્રવ્યમાં અનુગત રહેતું હોય. તેથી જો સર રાધાકૃષ્ણને ચરમ અભેદની કલ્પના જ જોવી હોય તો તેઓ પરમસંગ્રહનયમાં જોઈ શકે છે. પરંતુ તે સાદશ્યમૂલક અભેદોપચાર જ હશે, વસ્તુસ્થિતિ નહિ. અથવા, પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણો અને પર્યાયો સાથે વાસ્તવિક અભેદ ધરાવે છે, પરંતુ આવા સ્વનિષ્ઠ એકત્વવાળાં અનન્તાનન્ત દ્રવ્યો લોકમાં વસ્તુત છે. પૂર્ણ સત્ય તો વસ્તુના યથાર્થ અનેકાન્તસ્વરૂપનું દર્શન જ છે અને નહિ કે કાલ્પનિક અભેદનો ખ્યાલ. બુદ્ધિગત અભેદ આપણા આનન્દનો વિષય હોઈ શકે, પરંતુ તેનાથી બે દ્રવ્યોની એક સત્તા સ્થાપિત ન થઈ શકે.
કંઈક આવી જાતના વિચારો પ્રોફેસર બલદેવજી ઉપાધ્યાય પણ સર રાધાકૃષ્ણનને અનુસરીને પોતાના “ભારતીય દર્શનમાં (પૃ. ૧૭૩) પ્રકટ કરે છે -