________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૧૯
સંસ્કાર આજ પણ કેટલાક વિદ્વાનોનાં મસ્તિષ્ક પર પડેલા છે અને તે વિદ્વાનો તે સંસ્કારવશ ‘સ્યાત્'નો અર્થ ‘શાયદ’ કરવાનું ચૂકતા નથી. જ્યારે એ સ્પષ્ટપણે અવધારણ કરીને નિશ્ચયાત્મક રૂપે કહેવામાં આવે છે કે ‘ઘડો પોતાના સ્વરૂપે યાદસ્તિ અર્થાત્ છે જ, ઘડો સ્વભિન્ન પરરૂપે ‘નાસ્તિ’ - નથી જ’ ત્યારે શાયદ યા સંશયની ગુંજાશ જ ક્યાં છે ? ‘સ્યાત્’ શબ્દ તો શ્રોતાને એ સૂચવે છે કે જે ‘અસ્તિ’ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે તે ધર્મ સાપેક્ષ સ્થિતિવાળો છે, અમુક સ્વચતુષ્ટયની અપેક્ષાએ તેનો સદ્ભાવ છે. ‘સ્યા' શબ્દ તો એ બતાવે છે કે વસ્તુમાં અસ્તિથી ભિન્ન અન્ય ધર્મોની પણ પોતાની સત્તા છે, જ્યારે સંશય અને શાયદ (હિંદી) દ્વારા તો એક પણ ધર્મ નિશ્ચિત થતો નથી. અનેકાન્ત સિદ્ધાન્તમાં અનેક ધર્મો નિશ્ચિત જ છે અને તેમના દૃષ્ટિકોણો પણ નિર્ધારિત જ છે. આશ્ચર્ય છે કે પોતાને તટસ્થ માનનારા વિદ્વાનો આજ પણ તે સંશય અને શાયદની પરંપરાને ચલાવતા જાય છે. રૂઢિવાદનું માહાત્મ્ય અગમ્ય છે.
આ જ સંસ્કારવશ ઉપાધ્યાયજી યાત્ના પર્યાયવાચી શબ્દોમાં ‘શાયદ’ શબ્દને લખીને (પૃ. ૧૭૩) જૈન દર્શનની સમીક્ષા કરતી વખતે શંકરાચાર્યની વકીલાત આ શબ્દોમાં કરે છે - ‘એ નિશ્ચિત જ છે કે આ જ સમન્વયદૃષ્ટિથી તે પદાર્થોના વિભિન્ન રૂપોનું સમીકરણ કરતો ગયો હોત તો સમગ્ર વિશ્વમાં અનુસ્મૃત પરમ તત્ત્વ સુધી અવશ્ય પહોંચી ગયો હોત. આ દૃષ્ટિને ધ્યાનમા રાખીને શંકરાચાર્યે આ સ્યાદ્વાદનું માર્મિક ખંડન પોતાના શારીરિક ભાષ્યમાં (૨.૨.૩૩) પ્રબળ યુક્તિઓના આધારે કર્યું છે.' પરંતુ, ઉપાધ્યાયજી, જ્યારે આપ ‘સ્યાત્'નો અર્થ નિશ્ચિતપણે ‘સંશય' નથી માનતા ત્યારે શંકરાચાર્યના ખંડનનું માર્મિક્ત્વ જ ક્યાં રહે છે ?
જૈનદર્શન સ્યાદ્વાદ સિદ્ધાન્ત અનુસાર વસ્તુસ્થિતિના આધારે સમન્વય કરે છે. જે ધર્મો વસ્તુમાં વિદ્યમાન છે તેમનો જ તો સમન્વય થઈ શકે છે. જૈનદર્શનને ઉપાધ્યાયજી આપે વાસ્તવ બહુત્વવાદી લખી જણાવેલ છે. અનેક સ્વતન્ત્ર ચેતનઅચેતન સર્વ્યવહાર માટે સરૂપે ‘એક’ ભલે કહેવાય પરંતુ તે કાલ્પનિક એકત્વ મૌલિક વસ્તુની સંજ્ઞા પામી શકતું નથી. એ કેવી રીતે સંભવે કે ચેતન અને અચેતન બંનેય એક સત્ના પ્રાતિભાસિક વિવર્તો હોય. જે કાલ્પનિક સમન્વય તરફ ઉપાધ્યાયજીએ સંકેત કર્યો છે તેની તરફ જૈન દાર્શનિકોએ પ્રારંભથી જ દૃષ્ટિપાત કર્યો છે. પરમસંગ્રહ નયની દૃષ્ટિમાં સરૂપે બધાં જ ચેતન તેમ જ અચેતન દ્રવ્યોનો સંગ્રહ કરીને ‘એક સત્’ આ શબ્દવ્યવહાર કરવામાં જૈન દાર્શનિકોને કોઈ આપત્તિ નથી. પરંતુ આ એકત્વ વસ્તુસિદ્ધ ભેદનો અપલાપ કરી શકે નહિ. સેંકડો આરોપિત અને કાલ્પનિક વ્યવહારો થાય છે, પરંતુ તેમના આધારે મૌલિક તત્ત્વવ્યવસ્થા કરી