________________
૪૨૦
જૈનદર્શન
શકાતી નથી. એક દેશ યા રાષ્ટ્ર' પોતે પોતામાં શી વસ્તુ છે ? ભૂખંડોનું પોતપોતાનું જુદું અસ્તિત્વ હોવા છતાં પણ બુદ્ધિગત સીમાની અપેક્ષાએ રાષ્ટ્રોની સીમાઓ અંકાતી રહે છે અને ભૂંસાતી રહે છે. તેમાં વ્યવહારની સુવિધા માટે પ્રાન્ત, જિલ્લો આદિ સંજ્ઞાઓ જેમ કાલ્પનિક છે, માત્ર વ્યવહારસત્ય છે, તેવી જ રીતે એક સત્ યા એક બ્રહ્મ કાલ્પનિક સત્ય હોઈને માત્ર વ્યવહા૨સત્ય જ બની શકે છે અને કલ્પનાની દોડનું ચરમ બિન્દુ પણ બની શકે છે, પરંતુ તેનું વસ્તુત્ કે પરમાર્થસત્ કે તત્ત્વસત્ હોવું નિતાન્ત અસંભવ છે. આજ વિજ્ઞાન ઍટમ (અણુ) સુધી વિશ્લેષણ કરી ચૂક્યું છે. તેથી આટલો મોટો અભેદ, જેમાં ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત આદિ બધુ લીન થઈ જાય, એ તો કલ્પનાસામ્રાજ્યની ચરમકોટિ છે અને આ કલ્પનાકોટિને પરમાર્થસત્ ન માનવાના કારણે જૈનદર્શનનો સ્યાદ્વાદ સિદ્ધાન્ત જો આપને મૂળભૂત તત્ત્વનું સ્વરૂપ સમજવામાં નિતાન્ત અસમર્થ પ્રતીત થતો હોય તો થાઓ, પરંતુ તે વસ્તુની સીમાનું ઉલ્લંઘન નથી કરી શકતો કે ન તો કલ્પનાલોકની લાંબી દોડ લગાવી શકતો.
ન
‘સ્યાત્' શબ્દને ઉપાધ્યાયજી ‘સંશય’નો પર્યાયવાચી નથી માનતા એ તો પ્રાયઃ નિશ્ચિત છે કેમ કે તે સ્વયં લખે છે (પૃ. ૧૭૩) કે ‘આ અનેકાન્તવાદ સંશયવાદનું રૂપાન્તર નથી', પરંતુ ઉપાધ્યાયજી તેને સંભવવાદ અવશ્ય કહેવા ઇચ્છે છે. પરંતુ ‘સ્યા’નો અર્થ ‘સંભવતઃ’ કરવો એ પણ ન્યાયસંગત નથી કેમ કે સંભાવના સંશયગત ઉભય કોટિઓમાંથી કોઈ એકની અર્ધનિશ્ચિતતાની તરફ સંકેત માત્ર છે, નિશ્ચય તેનાથી તદ્દન ભિન્ન હોય છે. સ્યાદ્વાદને સંશય અને નિશ્ચયની વચ્ચે સંભાવનાવાદના સ્થાને મૂકવાનો અર્થ એ છે કે તે એક પ્રકારનો અનધ્યવસાય જ છે, પરંતુ જ્યારે સ્યાદ્વાદનો પ્રત્યેક ભંગ સ્પષ્ટપણે પોતાની સાપેક્ષ સત્યતાનું અવધારણ કરાવી રહ્યો છે કે ઘડો સ્વચતુષ્ટયની દૃષ્ટિએ ‘છે જ', આ દૃષ્ટિએ ‘નથી’ ક્યારેય પણ નથી અને પરચતુષ્ટયની દૃષ્ટિએ ‘નથી જ', ‘છે’ ક્યારેય નથી ત્યારે સંશય અને સંભાવનાની કલ્પના કરી જ શકાતી નથી. ‘ઘટઃ સ્થાÒવ' આમાં જે એવકાર લાગેલો છે તે નિર્દિષ્ટ ધર્મનું અવધારણ દર્શાવે છે. આ રીતે જ્યારે સ્યાદ્વાદ સુનિશ્ચિત દૃષ્ટિકોણોથી તે તે ધર્મોનો ખરો નિશ્ચય કરાવી રહ્યો છે ત્યારે તેને સંભાવનાવાદમાં સામેલ ન કરી શકાય. આ સ્યાદ્વાદ વ્યવહારનિર્વાહના લક્ષ્યથી કલ્પિત ધર્મોમાં પણ ભલે લાગી જાય પરંતુ વસ્તુવ્યવસ્થાના સમયે તો તે વસ્તુની સીમાનું ઉલ્લંઘન કરતો નથી. તેથી સ્યાદ્વાદ ન તો સંશયવાદ છે કે ન તો અનિશ્ચયવાદ છે, કે ન તો સંભાવનાવાદ છે, તે તો ખરો અર્પક્ષપ્રયુક્ત નિશ્ચયવાદ છે.
પરંતુ