________________
૪૧૦
જૈનદર્શન જોઈએ. તેથી તેમણે વસ્તુસ્વરૂપનો અનુભવ કરીને દર્શાવ્યું કે જગતનું પ્રત્યેક સત્ અનન્તધર્માત્મક છે અને પ્રતિક્ષણ પરિણામી છે. આપણો જ્ઞાનલવ (દષ્ટિ) તેનો એક એક અંશ જ જાણતા હોવા છતાં પણ પોતે તેને પૂર્ણ જાણતો હોવાનું મિથ્યાભિમાન કરી બેસે છે. તેથી આપણે સાવધાનીપૂર્વક વસ્તુના વિરાટ અનેકાન્તાત્મક સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. અનેકાન્ત દષ્ટિએ તત્ત્વનો વિચાર કરતાં ન તો શાથતવાદનો ભય છે કે ન તો ઉચ્છેદવાદનો. પર્યાયની દૃષ્ટિએ આત્માનો ઉચ્છેદ થવા છતાં પણ પોતાની અનાદ્યનન્ત ધારાની દૃષ્ટિએ તો તે અવિચ્છિન્ન છે, શાશ્વત છે. આ દષ્ટિએ આપણે લોક અંગેના શાશ્વત, અશાશ્વત આદિ પ્રશ્રોને પણ જોઈએ.
(૧) શું લોક શાશ્વત છે? હા, લોક શાશ્વત છે - દ્રવ્યોની સંખ્યાની દષ્ટિએ. તેમાં જેટલાં સત અનાદિકાળથી છે તેમનામાંથી એક પણ સત ન તો ઓછું થઈ શકે છે કે ન તો તેમનામાં કોઈ નવા સત્ની વૃદ્ધિ થઈ શકે છે, કે ન તો એક સત્ બીજા સતમાં વિલીન થઈ શકે છે. ક્યારેય પણ એવો સમય નથી આવી શકતો કે
જ્યારે લોકના અંગભૂત એક પણ દ્રવ્યનો લોપ થઈ જાય યા તો બધાં દ્રવ્યો વિનાશ પામી જાય. નિર્વાણ અવસ્થામાં પણ આત્માની નિરાગ્નવ ચિત્તસત્તતિ પોતાના શુદ્ધ રૂપમાં બરાબર ચાલુ રહે છે, દીપકની જેમ બુઝાઈ જતી નથી - અર્થાત્ સમૂલ નાશ પામી જતી નથી.
(૨) શું લોક અશાશ્વત છે ? હા, લોક અશાશ્વત છે – દ્રવ્યોના પ્રતિક્ષણ પરિણમનોની દૃષ્ટિએ. પ્રત્યેક સત પ્રતિક્ષણ પોતાના ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યાત્મક પરિણામી સ્વભાવના કારણે પ્રતિક્ષણ સદેશ યા વિસદેશ પરિણમન કરતું રહે છે. કોઈ પણ પર્યાય બે ક્ષણ ટકતો નથી. જે આપણને અનેક ક્ષણ સ્થિર રહેનારું પરિણમન દેખાય છે તે તો પ્રતિક્ષણભાવી અનેક સદશ પરિણમનોનું અવલોકનમાત્ર છે. આ રીતે સતત પરિવર્તનશીલ સંયોગ-વિયોગની દષ્ટિએ વિચાર કરશો તો લોક અશાશ્વત છે, અનિત્ય છે, પ્રતિક્ષણ પરિવર્તન પામતો છે.
(૩) શું લોક શાશ્વત અને અશાશ્વત ઉભયરૂપ છે? હા, ક્રમશઃ ઉપર્યુક્ત બને દૃષ્ટિઓથી વિચારતા લોક શાશ્વત પણ છે (દ્રવ્યદૃષ્ટિએ) અને અશાશ્વત પણ છે (પર્યાયદષ્ટિએ). બને દષ્ટિકોણોને ક્રમશઃ પ્રયુક્ત કરતાં અને તે બંને પર સ્કૂલ દૃષ્ટિએ વિચાર કરતાં જગત ઉભયરૂપ પણ પ્રતીત થાય છે, પ્રતિભાસિત થાય છે.
(૪) શું લોક શાશ્વત અને અશાશ્વત બને રૂપ નથી? આખરે તેનું પૂર્ણ રૂપ શું છે ? હા, લોકનું પૂર્ણરૂપ વચનને અગોચર છે, અવક્તવ્ય છે. કોઈ એવો શબ્દ