________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૧૩ અસ્તિની સાથે લાગેલો “ચા” શબ્દ અસ્તિની સ્થિતિને નિશ્ચિત અપેક્ષાએ દઢ તો કરે જ છે પણ સાથે સાથે અસ્તિથી ભિન્ન બીજા પણ અનેક ધર્મો વસ્તુમાં છે પરંતુ તેઓ અત્યારે ગૌણ છે એ સાપેક્ષ સ્થિતિને પણ બતાવે છે.
રાહુલજીએ દર્શનદિગ્દર્શનમાં સપ્તભંગીના પાંચમા, છઠ્ઠા અને સાતમા ભગોને જે અશોભન રીતે તોડ્યા-મરોડ્યા છે તે તેમની પોતાની આગવી કલ્પના છે તેમજ તેમનું જ સાહસ છે. જો તેઓ દર્શનને વ્યાપક નવી અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવા માગતા હોય તો તેમણે કોઈ પણ દર્શનની સમીક્ષા તેના સ્વરૂપને બરાબર સમજીને જ કરવી જોઈએ. તેઓ તો અવક્તવ્ય નામના ધર્મને, જે “અસ્તિ' આદિની સાથે સ્વતન્તભાવે દ્વિસંયોગી થયેલ છે તેને, તોડીને અ-વક્તવ્ય કરીને તેનો સંજયના નથી” સાથે મેળ બેસાડી દે છે અને સંજયના ઘોર અનિશ્ચયવાદને જ અનેકાન્તવાદ કહી નાખે છે ! કિમીશ્ચર્યમત: પરમ્ !!
ડૉ. સપૂર્ણાનન્દનો મત
ડૉ. સંપૂનન્દજી “જૈન ધર્મ પુસ્તકની પ્રસ્તાવનામાં (પૃ. ૩) અનેકાન્તવાદની • ગ્રાહ્યતા સ્વીકારીને પણ સપ્તભંગીન્યાયને આવશ્યકતાથી અધિક બારીકીમાં જતો ગણે છે. પરંતુ સપ્તભંગીને આજથી અઢી હજાર વર્ષ પહેલાંના વાતાવરણના સંદર્ભમાં જોશે તો તેઓ ખુદ તેને સમયની માગ કહ્યા વિના નહિ રહી શકે. તે સમયે આબાલગોપાલ સૌ પ્રત્યેક પ્રશ્નને સહજપણે જ “સત, અસત, ઉભય અને અનુભય” આ ચાર કોટિઓમાં ગૂંથીને જ ઉપસ્થિત કરતા હતા અને તે સમયના આચાર્ય ઉત્તર પણ તે ચતુષ્કોટિનો “હા” કે “નામાં દેતા હતા. તીર્થંકર મહાવીરે મૂળ ત્રણ અંગોના, ગણિતના નિયમાનુસાર, વધુમાં વધુ અપુનરુક્ત સાત ભંગો બનાવીને કહ્યું કે વસ્તુ અનેકાન્તાત્મક છે અને તેમાં ચાર વિકલ્પો તો શું સાત વિકલ્પો પણ બરાબર સંભવે છે. “અવક્તવ્ય, સત્ અને અસત્' આ ત્રણ મૂળ ધર્મોના સાત ભેગો જ બની શકે છે. આ બધા સંભવિત પ્રશ્નોનું સમાધાન કરવું એ જ તો સપ્તભંગીનું પ્રયોજન છે. આ તો જેવો પ્રશ્ન તેવો ઉત્તર છે. અર્થાત ચાર પ્રશ્નો ૧. જૈન કથાગ્રન્થોમાં મહાવીરના બાલજીવનની એક ઘટનાનું વર્ણન મળે છે. તે આ
પ્રમાણે છે – સંજય અને વિજય નામના બે સાધુઓનો સંશય મહાવીરને જોતાં જ નાશ પામી ગયો હતો, તેથી તેમનું નામ “સન્મતિ રાખવામાં આવ્યું હતું. સંભવ છે કે આ સંજય-વિજય સંજય બેલઠિપુત્ત જ હોય અને તેમના સંશય યા અનિશ્ચયનો નાશ મહાવીરના સપ્તભંગીન્યાયથી થયો હોય. અહીં “બેલઠિપુત્ત વિશેષણ અપભ્રષ્ટ બનીને વિજય નામનો બીજો સાધુ બની ગયું છે.