________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૧૫ અસાધારણ અને સાધારણાસાધારણ આદિ અનેક ધર્મો મળે છે. એક જ પદાર્થ અપેક્ષાભેદે પરસ્પરવિરોધી અનેક ધર્મોનો આધાર હોય છે. એક જ દેવદત્તા અપેક્ષાભેદે પિતા પણ છે, પુત્ર પણ છે, ગુરુ પણ છે, શિષ્ય પણ છે, શાસક પણ છે, શાસ્ય પણ છે, જ્યેષ્ઠ પણ છે, કનિષ્ઠ પણ છે, દૂર પણ છે, પાસે પણ છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ વિભિન્ન અપેક્ષાએ તેમાં અનન્ત ધર્મો સંભવે છે. “જે પિતા હોય તે પુત્ર કેવો ? જે ગુરુ હોય તે શિષ્ય કેવો ? જે જયેષ્ઠ હોય તે કનિષ્ઠ કેવો? જે દૂર હોય તે નજીક કેવો ?' કેવળ આમ કહી દેવાથી પ્રતીતિસિદ્ધ સ્વરૂપનો અપલાપ ન થઈ શકે. એક જ મેચકરત્ન પોતાના અનેક રંગોની અપેક્ષાએ અનેક છે. ચિત્રજ્ઞાન એક હોવા છતાં પણ અનેક આકારોવાળું પ્રસિદ્ધ જ છે. એક જ સ્ત્રી અપેક્ષાભેદે માતા પણ છે અને પત્ની પણ છે. એક જ પૃથ્વીત્વસામાન્ય પૃથ્વી વ્યક્તિઓમાં અનુગત હોવાના કારણે સામાન્ય હોવા છતાં પણ જલાદિથી પૃથ્વી વ્યક્તિઓની વ્યાવૃત્તિ કરતું હોવાના કારણે વિશેષ પણ છે. એટલા માટે પૃથ્વીત્વસામાન્યને સામાન્યવિશેષ યા અપરસામાન્ય કહેવામાં આવે છે. ખુદ સંશયજ્ઞાન એક હોવા છતાં પણ સંશય અને નિશ્ચય આ બે આકારોને ધારણ કરે છે. “સંશય પરસ્પરવિરોધી બે આકારોવાળો હોય છે. આ વાત તો સુનિશ્ચિત છે, એમાં તો કોઈ સંદેહ નથી. એક જ નરસિંહ એક ભાગે નર હોવા છતાં પણ દ્વિતીય ભાગની અપેક્ષાએ સિંહ છે. એક જ ધૂપદાની અગ્નિસંયુક્ત ભાગમાં ઉષ્ણ હોવા છતાં પકડવાના ભાગમાં ઠંડી હોય છે. આપણો સમસ્ત જીવનવ્યવહાર જ સાપેક્ષ ધર્મોથી ચાલે છે. કોઈ પિતા પોતાના પુત્રને “પુત્ર' કહે અને તે પુત્ર, જે પોતાના બાળકનો પિતા છે, પોતાના પિતા સાથે એટલા માટે ઝઘડે કે “તે તેને પુત્ર કેમ કહે છે ?” તો આપણે તે પુત્રને જ ગાંડો કહીશું, પિતાને નહિ. તેથી જ્યારે આ પરસ્પરવિરોધી અનન્ત ધર્મો વસ્તુના વિરાટ રૂપમાં સમાયેલા છે, તેના અસ્તિત્વનો આધાર છે, ત્યારે વિરોધ કેવો?
સાત તત્ત્વનું જ સ્વરૂપ છે તે સ્વરૂપે જ તો તેમનું અસ્તિત્વ છે, ભિન્ન સ્વરૂપે તો તેમનું અસ્તિત્વ નથી, અર્થાત નાસ્તિત્વ જ છે. જો જે રૂપે અસ્તિત્વ કહેવામાં આવે છે તે જ રૂપે નાસ્તિત્વ કહેવામાં આવે તો જ વિરોધ યા અસંગતિ આવે. સ્ત્રી જેની પત્ની છે તેની જો માતા કહેવામાં આવે તો લડાઈ હોઈ શકે. બ્રહ્મનું જ સ્વરૂપ ધનિત્ય, એક અને વ્યાપક દર્શાવવામાં આવે છે તે જ રૂપે તો બ્રહ્મનું અસ્તિત્વ માની શકાય છે, “અનિત્ય, અનેક અને અવ્યાપક રૂપે તો તેનું અસ્તિત્વ ન માની શકાય. અમે પૂછીએ છીએ કે જે પ્રકારે બ્રહ્મ નિત્યાદિ રૂપે અસ્તિ છે શું તે જ રીતે અનિત્યાદિ રૂપે તેનું અસ્તિત્વ છે શું? જો હા, તો આપ સ્વયં જ કહો કે બ્રહ્મનું સ્વરૂપ કોઈ અનુન્મત્ત