________________
૪૧૪
જૈનદર્શન તો શું સાત પ્રશ્નોની પણ કલ્પના કરીને એક એક ધર્મવિષયક સપ્તભંગી બનાવી શકાય છે અને આવી અનન્ત સપ્તભંગીઓ અનન્તધર્માત્મક વસ્તુના વિરાટ સ્વરૂપમાં સંભવે છે. આ બધું નિરૂપણ વસ્તુસ્થિતિના આધારે કરવામાં આવે છે, કેવળ કલ્પનાના આધારે કરવામાં આવતું નથી.
જૈનદર્શને ‘દર્શન’ શબ્દની કાલ્પનિક ભૂમિથી ઉપર ઊઠીને વસ્તુસીમા ઉપર ઊભા રહીને જગતમાં વસ્તુસ્થિતિના આધારે સંવાદ, સમીકરણ અને યથાર્થ તત્ત્વજ્ઞાનની અનેકાન્ત દષ્ટિ તેમજ સ્યાદ્વાદ ભાષા આપી. અનેકાન્ત દૃષ્ટિ અને
સ્યાદ્વાદભાષાશૈલીની ઉપાસના દ્વારા વિશ્વ પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજીને નિરર્થક વાદવિવાદથી બચીને સંવાદી બની શકે છે. શંકરાચાર્ય અને સ્યાદ્વાદ
બાદરાયણે બ્રહ્મસૂત્રમાં સામાન્યપણે અનેકાન્ત તત્ત્વમાં દોષ દીધો છે કે એક વસ્તુમાં અનેક ધર્મ હોઈ શકે નહિ. શ્રી શંકરાચાર્યજી પોતાના ભાષ્યમાં આને વિવસનસમય (દિગમ્બરસિદ્ધાન્ત) કહીને તેના સપ્તભંગીનયમાં સૂત્રનિર્દિષ્ટ વિરોધ ઉપરાંત સંશયદોષ પણ આપે છે. તે લખે છે કે “એક વસ્તુમાં પરસ્પરવિરોધી અનેક ધર્મો ન હોઈ શકે, જેમ કે એક જ વસ્તુ શીત અને ઉષ્ણ ન હોઈ શકે. જે સાત તત્ત્વો યા પચાસ્તિકાય દર્શાવ્યા છે તેમનું વર્ણન જે રૂપમાં છે તેઓ તે રૂપમાં પણ હશે અને અન્ય રૂપમાં પણ. અર્થાત્ એક પણ રૂપમાં તેમનો નિશ્ચય ન થવાથી સંશય દૂષણ આવે છે. પ્રમાતા, પ્રમિતિ આદિના સ્વરૂપમાં પણ આ જ રીતે નિશ્ચયાત્મકતા ન હોવાથી તીર્થકર કોને ઉપદેશ દેશે અને શ્રોતાઓ કેવી રીતે પ્રવૃત્તિ કરશે ? પાંચ અસ્તિકાયોની પાંચ સંખ્યા છે પણ ખરી અને નથી પણ, આ તો ઘણી જ વિચિત્ર વાત થઈ. એક તરફ અવ્યક્ત પણ કહે છે અને વળી પાછા બીજી તરફ
અવક્તવ્યશબ્દથી વર્ણન પણ કરે છે - આ તો સ્પષ્ટ વિરોધ છે. વળી, સ્વર્ગ અને મોક્ષ છે પણ ખરાં અને નથી પણ, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે – આ પણ સ્પષ્ટ વિરોધ જ છે. તાત્પર્ય એ કે એક વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મોનું હોવું સંભવતું જ નથી. તેથી આહત મતનો સ્યાદ્વાદ સિદ્ધાન્ત અસંગત છે.”
અમે પહેલાં જણાવી દીધું છે કે “સ્યાત” શબ્દ જે ધર્મની સાથે લાગેલો હોય તે ધર્મની સ્થિતિને તે નબળી પાડ્યા વિના વસ્તુમાં રહેનારા તે ધર્મના પ્રતિપક્ષી ધર્મને સૂચવે છે. વસ્તુ અનેકાન્તરૂપ છે એ સમજાવવાની વાત નથી. તેમાં સાધારણ, ૧. નૈશ્વિનમવાનું ! બ્રહ્મસૂત્ર, ૨.૨.૩૩. ૨. તેના ઉપરનું શાંકરભાષ્ય.