________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૦૯ બુદ્ધ અને સંજય જ કેમ, તે સમયના વાતાવરણમાં જ આત્મા, લોક, પરલોક અને મુક્તિના સ્વરૂપ સંબધે સત, અસત્, ઉભય અને અનુભય યા અવક્તવ્ય આ ચાર કોટિઓ ગુંજતી હતી. જે રીતે આજનો રાજનૈતિક પ્રશ્ન “મજૂરી અને માલિક, શષ્ય અને શોષક'ના દ્વન્ડની છાયામાં જ સામે આવે છે તે જ રીતે તે સમયે આત્માદિ અતીન્દ્રિય પદાર્થવિષયક પ્રશ્નો ચતુષ્કોટિમાં જ પૂછવામાં આવતા હતા. વેદ અને ઉપનિષમાં આ ચતુષ્કોટિનું દર્શન બરાબર થાય છે. “આ વિશ્વ સમાંથી જખ્યું છે કે અસતમાંથી ? આ સત છે કે અસતુ કે ઉભય કે અનુભવ (= અનિર્વચનીય = અવક્તવ્ય) ?' આ પ્રશ્નો જ્યારે હજારો વર્ષથી પ્રચલિત રહ્યા છે ત્યારે રાહુલજીએ સ્યાદ્વાદના વિષયમાં આ ફતવો કાઢવો કે “સંજયના પ્રશ્નોના શબ્દોમાંથી કે તેની ચતુર્ભગીને મારીમચડીને સપ્તભંગી બનાવવામાં આવી છે' ક્યાં સુધી ઉચિત છે એનો વિચાર તે પોતે જ કરે.
બુદ્ધના સમકાલીન જે અન્ય પાંચ તીર્થિક હતા તેમનામાં નિગૂંઠ નાથપુત્ત વર્ધમાન મહાવીરની સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં પ્રસિદ્ધિ હતી. “તે સર્વજ્ઞ અને સર્વદર્શી હતા કે નહિ' આ અત્યારની આપણી ચર્ચાનો વિષય નથી, પરંતુ તે વિશિષ્ટ વિચારક અવશ્ય હતા અને કોઈ પણ પ્રશ્નને સંજયની જેમ અનિશ્ચય યા વિક્ષેપ કોટિમાં કે બુદ્ધની જેમ અવ્યાકૃત કોટિમાં મૂકનાર ન હતા, અને ન તો શિષ્યોની સહજ જિજ્ઞાસાને અનુપયોગિતાના ભયપ્રદ વમળમાં ડુબાડી દેવા ઇચ્છતા હતા. તેમનો વિશ્વાસ હતો કે જ્યાં સુધી સંઘની પચરંગી વ્યક્તિઓ વસ્તુતત્ત્વનો બરાબર નિર્ણય નથી કરી લેતી ત્યાં સુધી તેમનામાં બૌદ્ધિક દઢતા અને માનસ બળ આવી શકતાં નથી. તેઓ સદા પોતાના સમાનશીલ અન્ય સંઘના ભિક્ષુઓની સામે પોતાની બૌદ્ધિક દીનતાના કારણે હતપ્રભ રહેશે અને તેની અસર તેમના જીવન અને આચાર પર પડ્યા વિના નહિ રહે. મહાવીર પોતાના શિષ્યોને પર્દનશીન પદ્મિનીઓની જેમ જગતના સ્વરૂપના વિચારની બાહ્ય હવાથી અપરિચિત અને વંચિત રાખવા ઇચ્છતા ન હતા, પરંતુ તે તો ઇચ્છતા હતા કે પ્રત્યેક માનવ પોતાની સહજ જિજ્ઞાસા અને મનનશક્તિને વસ્તુના યથાર્થ સ્વરૂપને વિચારવામાં લગાવે. ન તો તેમને બુદ્ધની જેમ ભય વ્યાપેલો હતો કે જો આત્માના અંગે “હા” કહીશ તો શાશ્વતવાદ તરફ અર્થાત ઉપનિષદૂવાદીઓની જેમ નિત્યત્વ તરફ લોકો મૂકી જશે અને જો “નથી” કહીશ તો ઉચ્છેદવાદની અર્થાત્ ચાર્વાકની જેમ નાસ્તિકતાની આપત્તિ આવશે, તેથી આ પ્રશ્નને અવ્યાંકૃત રાખવો જ શ્રેષ્ઠ છે. મહાવીર તો ઇચ્છતા હતા કે મોજૂદ તર્કો અને સંશયોનું સમાધાન વસ્તુસ્થિતિના આધારે થવું જ