________________
જૈનદર્શન
૪૦૬
અન્ય ધર્મોનું નિરાકરણ કરી દેવામાં આવે છે. નયવાક્યમાં ‘સ્યાત્’ પદ પ્રતિપક્ષી શેષ ધર્મોના અસ્તિત્વની રક્ષા કરે છે. દુર્રયમાં પોતાના ધર્મનું અવધારણ કરવામાં આવતાં અન્યનું નિરાકરણ જ થઈ જાય છે. અનેકાન્તમાં જે સમ્યગ્ એકાન્ત સમાય છે તે ધર્માન્તરસાપેક્ષ ધર્મનો ગ્રાહક જ તો હોય છે.
એ તો અમે દર્શાવી ગયા છીએ કે આજથી ત્રણ હજાર વર્ષ પહેલા તથા તેનાથી પણ પહેલા ભારતના મનીષીઓ વિશ્વના તથા તદન્તર્ગત પ્રત્યેક પદાર્થના સ્વરૂપનું, ‘સત્, અસત્, ઉભય અને અનુભય' યા ‘એક, અનેક, ઉભય અને અનુભય' આદિ આ ચાર કોટિઓમાં વિભાજન કરીને, વર્ણન કરતા હતા. જિજ્ઞાસુઓ પણ પોતાના પ્રશ્નને આ ચાર કોટિઓમાં પૂછતા હતા. ભગવાન બુદ્ધને જ્યારે તત્ત્વ અંગે, વિશેષતઃ આત્મા અંગે, પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે તેને અવ્યાકૃત કહ્યું. સજય આ પ્રશ્નોની બાબતમાં પોતાનું અજ્ઞાન જ પ્રકટ કરતા હતા. પરંતુ ભગવાન મહાવીરે પોતાના સપ્તભંગી ન્યાય દ્વારા કેવળ આ ચાર કોટિઓનું જ સમાધાન નથી કર્યું પણ વધુમાં વધુ સંભવિત સાત કોટિઓ સુધીના ઉત્તરો પણ આપ્યા. આ ઉત્તરો જ સપ્તભંગી યા સ્યાદ્વાદ છે.
સંજયના વિક્ષેપવાદમાંથી સ્યાદ્વાદ નીકળ્યો નથી
મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને તથા તેના પહેલાં ડૉ. હર્મન જેકોબી વગેરેએ સ્યાદ્વાદ યા સપ્તભંગીની ઉત્પત્તિ સંજય બેલટ્ઠિપુત્તના મતમાંથી થઈ હોવાનું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. રાહુલજીએ દર્શનદિગ્દર્શનમાં લખ્યું છે કે ‘‘આધુનિક જૈનદર્શનનો આધાર સ્યાદ્વાદ છે. એવું જણાય છે કે આ સ્યાદ્વાદ એ તો સંજય બેલટ્ઠિપુત્તના ચાર અંગવાળા અનેકાન્તવાદને આધારે સાત અંગવાળું કરાયેલું રૂપ છે. સંજયે તત્ત્વોના (પરલોક, દેવતા આદિના) વિષયમાં કંઈ પણ નિશ્ચયાત્મક રૂપે કહેવા ઇનકાર કર્યો અને તેણે આ ઇનકારને ચાર પ્રકારે કહ્યો છે
(૧) ‘છે ?’ નથી કહી શકતો. (૨) ‘નથી ?’ નથી કહી શકતો. (૩) ‘છે પણ અને નથી પણ ?’ નથી કહી શકતો. (૪) ‘ન તો છે અને ન તો નથી ?’ નથી કહી શકતો. આની તુલના જૈનોના સાત પ્રકારના સ્યાદ્વાદથી કરો.
(૧) ‘છે ?’ શું હોઈ શકે છે (સ્વાસ્તિ) ? (૨) · નથી ?' શું ન પણ હોઈ
૧. જુઓ ન્યાયવિનિશ્ચયવિવરણ પ્રથમ ભાગની પ્રસ્તાવના.