________________
४०४
જૈનદર્શન ‘તગુણત્વ સ્વરૂપ છે તે જ શેષ સમસ્ત ગુણોનું પણ છે. જે આધારભૂત અર્થ એક ગુનો છે તે જ બાકીના બધા ગુણોનો પણ છે. જે કથંચિતતાદાભ્યસંબંધ એક ગુણની છે તે જ બાકીના બધા ગુણોનો પણ છે. જે ઉપકાર અર્થાત્ પોતાને અનુકૂળ વિશિષ્ટબુદ્ધિ ઉત્પન્ન કરવારૂપ ઉપકાર એક ગુણની છે તે જ ઉપકાર શેષ અન્ય ગુણોનો પણ છે. જે ગુણિદેશ એક ગુણની છે તે જ શેષ અન્ય ગુણોનો પણ છે. જે સંસર્ગ એક ગુણનો છેતે જ શેષ ગુણો યા ધર્મોનો પણ છે. જે શબ્દ “તે દ્રવ્યનો ગુણ' એક ગુણ માટે પ્રયુક્ત થાય છે તે જ શબ્દ શેષ ગુણો યા ધર્મોને માટે પ્રયુક્ત થાય છે. તાત્પર્ય એ કે પર્યાયાર્થિકની વિવક્ષામાં પરસ્પર ભિન્ન ગુણો અને પર્યાયોમાં અભેદનો ઉપચાર કરીને અખંડભાવે સમગ્ર દ્રવ્ય ગૃહીત થાય છે. વિકલાદેશમાં દ્રવ્યાર્થિકનયની વિવક્ષા હોતાં ભેદનો ઉપચાર કરીને એક ધર્મનું મુખ્યભાવે ગ્રહણ થાય છે. પર્યાયાર્થિક નયમાં તો ભેદવૃત્તિ સ્વતઃ છે જ. ભંગોમાં સકલ-વિકલાદેશતા
આ સપ્તભંગી સલાદેશના રૂપમાં પ્રમાણસપ્તભંગી કહેવાય છે અને વિકલાદેશના રૂપમાં નયસપ્તભંગી નામ પામે છે. નયસપ્તભંગીમાં અર્થાત્ વિકલાદેશમાં મુખ્યપણે વિવણિત ધર્મ ગૃહીત થાય છે, બાકીના ધર્મોનું નિરાકરણ તો નથી જ થતું પરંતુ ગ્રહણ પણ નથી થતું, જ્યારે સકલાદેશમાં વિવક્ષિત ધર્મ દ્વારા શેષ ધર્મોનું પણ ગ્રહણ થાય છે.
આચાર્ય સિદ્ધસેનગણિ, અભયદેવસૂરિ (સન્મતિતર્કટીકા પૃ. ૪૪૬) આદિ વિચારકોએ “સત, અસત્ અને અવક્તવ્ય આ ત્રણ અંગોને સકલાદેશી અને બાકીના ચાર ભેગોને વિકલાદેશી માન્યા છે. આનું તાત્પર્ય એ છે કે પ્રથમ ભગમાં દ્રવ્યાર્થિક દૃષ્ટિએ સતરૂપે અભેદ માનીને સંપૂર્ણ દ્રવ્યનું ગ્રહણ થાય છે. બીજા ભંગમાં પર્યાયાર્થિક દૃષ્ટિએ સમસ્ત પર્યાયોમાં અભેદોપચાર કરીને સમગ્ર દ્રવ્યને ગ્રહણ કરી શકીએ છીએ અને તૃતીય અવક્તવ્ય ભંગમાં તો સામાન્યપણે અવિવક્ષિત ભેદવાળા દ્રવ્યનું ગ્રહણ હોવાથી ત્રણેયને સકલાદેશી કહેવા જોઈએ, પરંતુ ચતુર્થ આદિ ભંગોમાં તો બે-બે અંશવાળી તથા સાતમા ભંગમાં ત્રણ અંશવાળી વસ્તુનું ગ્રહણ કરતી વખતે દૃષ્ટિની સમક્ષ અશકલ્પના બરાબર રહે છે, તેથી તેમને વિકલાદેશી કહેવા જોઈએ. જો કે “સાત' પદ હોવાથી શેષ ધર્મોને સંગ્રહ આ ભંગોમાં પણ થઈ જાય છે પરંતુ ધર્મભેદ હોવાથી અખંડ ધર્મીનું અખંડભાવે ગ્રહણ થઈ શકતું નથી, તેથી આ ભંગો વિકલાદેશી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ જૈનતર્કભાષા અને ગુરુતત્ત્વવિનિશ્ચય આદિ પોતાના ગ્રંથોમાં આ